શનિવાર, 17 ઑગસ્ટ, 2024

મૌલાના અહમદ અસ્વાત (રહ.)

                                                         મૌલાના અહમદ અસ્વાત (રહ.)



આપનો જન્મ ૨૮ જાન્યુઆરી ઈ.સ. ૧૯૨૫ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને ઈ.સ.૧૯૪૯ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં.

આપે બુખારી શરીફ હઝરત મૌલાના યૂસુફ બિન્નોરી સાહેબ (રહ.) પાસે પઢી હતી. આપનાં બીજાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના અબ્દુલ જબ્બાર (રહ.) હઝરત મૌલાના ઈસ્લામુલહક (રહ.) હઝરત મૌલાના અબ્દુલઅઝીઝ લાયલપૂરી (રહ.) અને હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ (રહ.)નાં નામો મુખ્ય છે 
ફારિંગ થવા બાદ આપે લાજપુરનાં મદ્રેસા ઈસ્લામિયહમાં એક ઉસ્તાદ તરીકે દીની ખિદમત કરવાનો આરંભ કર્યો. અને વરસો સુધી પઢાવતાં રહ્યાં. ત્યાર બાદ આપ માર્ચ ઈ.સ.૧૯૬૨ માં ઇંગ્લેન્ડ તશરીફ લઈ ગયા અને બાટલીમાં સ્થાયી થયાં. ત્યાં પણ આપે બીજાં કામો સાથે બાળકોને દીની તાલીમ આપવાનું ચાલું રાખ્યું. અને ઝિન્દગીનાં છેલ્લાં દિવસો સુધી પઢાવતાં રહ્યાં. આપ હઝરત શેખ ગુલામ મુહમ્મદ સાહેબ (રહ.) (જે કાબુલવાળા પીર સાહેબનાં નામથી મશહૂર હતાં) બે'અત હતાં. તેમની ખિદમતમાં પણ થોડો સમય રહી આપે તેમનાથી ફૈઝ હાસિલ કર્યો હતો.
આપ ૧૧ ડિસેમ્બર ઈ.સ. ૧૯૮૧ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અને બાટલી (વેસ્ટયેર્કશાયર, ઈંગ્લેન્ડ)નાં કબ્રસ્તાનમાં દફન થયાં. આપના જનાઝાની નમાજ તબ્લીગી જમાઅતનાં અમીર જનાબ હાફિઝ પટેલ સાહેબે પઢાવી હતી. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો