અલ્લાહતઆલાની બેશુમાર તારીફ અને રસુલે પાક ( સલ. ) તથા આપની આલ અને આપના અસહાબ પર બેશુમાર દરુદો સલામ પછી.
લાજપોરના મહાન વલીઓ તેમજ બુજુર્ગોના આગમન તથા તેમની બરકતોથી જેમ અલ્લાહપાકે લાજપુરવાસીઓને ઇસ્લામની દોલત અતા ફરમાવી છે તેમ અલ્લાહ પાકે લાજપોરના કેટલાક બુજુર્ગોને વિલાયત પણ અપ્રણ કરી છે જેમા સુફી સાહબ ( રહ ) તો જગ વિખ્યાત છે જ પરંતુ આપ સીવાય બીજા કેટલાક વલીઓ અને આલિમો પણ થયા છે જેમના જીવન ચરિત્ર પર નજર નાખતા ચાલીએ
લાજપોર સુન્ની વોહરા મુસ્લિમની વસ્તી ધરાવતો એક અગત્ય અને મહત્વનો કસ્બો છે પહેલા વરસો સુધી એ સચીન સ્ટેટની રાજધાની અને તેના નવાબનુ રેહઠાળ રહી ચુકયુ હોવાના કારણે એની ઐતીહાસિક વિગતો જાણવા માટે આપણે સચીન સ્ટેટના મુસ્લીમ હાકીમો અને નવાબોનો ઇતીહાસ પણ અચુક જાણવો પડશે મોરક્કો ( મરાકશ ) ના સીદી અરબોમાના એક અરબે આવી મુંબઇ પાસે ઝંજીરા નામી એક ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે તેના મરણ પછી યુસુફઅલી ખાન નામનો એક વંશજ ( પુત્ર ) ઝન્જીરાની ગાદી પર બિરાજમાન થયો ત્યારે તેણે એ દરમિયાન એક બાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યા જેના પેટથી એક પુત્ર અવતયો. જેનુ નામ ઇબરાહીમ ખાન રાખવામા આવ્યુ . એ સિવાય યુસુફઅલી ખાનને તેની બીજી એક પત્નીના પેટથી પણ એક પુત્ર હતો બાપના મરણ પછી આ બન્ને ભાઇઓ વચ્ચે પોતાના હાથમા સત્તા લેવા માટે ઘષર્ણ ઉપસ્થિત થયુ. બે ભાઇઓ એક બીજાના શત્રુ બની ગયા . અને પરિણામે ઇબ્રાહીમ ખાનને ઝંજીરા છોડી નાસી જવુ પડયુ
તે સમયે પુનામા બાજીરાવ પેશવાનૂ રાજય હતુ. ઇબ્રાહીમ ખાને બાજીરાવ પેશવા પાસે મદદ માંગી . પરંતુ બાજીરાવ પેશવા નુ લશ્કર તે સમયે હોલંકર સિંદે સાથે લદાઇમા રોકાયેલુ હોવાના કારણે બાજીરાવ મદદ આપી શકયો નહી. અને ઇબ્રાહીમ ખાન પુનામા બાજીરાવના આસરા હેઠળ દિવસો વીતાવવા લાગ્યો . પરંતુ બાજીરાવ પેશવાના લશ્કરમા મોટાભાગે અરબ સિપાહીઓ હોવાના કારણે ઇબ્રાહિમ ખાન ત્યા થતા કેટલાક બિનમુસ્લિમ રીત-રીવાજો જોઇ શકયો નહી. અને તેને બંધ કરાવવા પાછળ મંડી પડયો. આ બનાવથી બાજીરાવ તેનાં પર ગુસ્સે થયો. પરંતુ તેની વઝીર ઘણો જ ચાલાક અને હોશિયાર હતો. તેણે વિચાર્યું કે, અરબો જો ઉરશ્કેરાય જો અને ખુદ બાજીરાવની સામે બંડ પોકારશે તો રાજ્ય ભયમાં મૂકાઈ જશે. અને થયું પણ એમ જ. કે ઈબ્રાહીમ ખાને ઉઠાવેલા વિરોધની અરબોને જાણ થતાં લશ્કરમાં ખળભળાટ થવા માંડયો. હવે એક બાજુ બાજીરાવ હોલંકર સિંદે સાથે લડાઈમાં રોકાયેલો હતો. જયારે
બીજી બાજુ અંગ્રેજ લશ્કરનો ગવર્નર જનરલ માર્કવિસ વેલેસ્લી તકનો લાભ લઈ પૂનાનું રાજય પચાવી પાડવા તૈયાર જ બેઠો હતો. ત્યાં તો આ ત્રીજી સમસ્યા ઊભી થઈ. અને ઈબ્રાહીમ ખાન બાજીરાવનાં માથાનો દુઃખાવો બની ગયો. તો તેણે તેનાં વજીરના સાથે મસલત કરી વજીરનાં સલાહ-સૂચનથી પોતાનાં રાજ્યને અંગ્રેજનાં હાથમાં જતું બચાવવા અને અરબ સિપાહીઓને શાંત પાડવા ઈબ્રાહીમ ખાનને એકવીસ ગામોની 'સચીન સિયાસત' આપી દીધી, અને સ.ઈ. ૧૮૦૨ માં ઈબ્રાહીમ ખાને રાચીન આવી રિયાસતનો કબ્જો સંભાળી લીધો.
આ સમયે લાજપુર એક અનોખી શાન ધરાવતો મુસ્લિમ કસ્બો હતો. દીની તાલીમ તરફ લોકોનું આકર્ષણ વધારે હતું. શિક્ષણ અને કેળવણીની સુંદર વ્યવસ્થા હતી. જેથી ઈબ્રાહીમ ખાન લાજપૂર તરફ આકર્ષાયા. અને સચીન આવ્યાંને ઠીક આઠ વર્ષ પછી ઈ.સ. ૧૮૧૦ માં લાજપૂરમાં એક (નાના કિલ્લા સમાન) કોઠી બાંધી. જે આજે પણ 'વાડી' ના નામથી ઓળખાય છે. ત્યાર પછી લાજપૂરનું સ્વચ્છ અને ઈલ્મી વાતાવરણ નવાબ સાહેબને ગમી જતાં પોતાનાં કુટુંબ-કબીલા સાથે સચીન છોડી લાજપૂર આવી ગયાં. અને લાજપુરને રહેઠાણ તથા સચીન સ્ટેટનું પાટનગર બનાવ્યું. આમ લાજપૂરનો ધીમે ધીમે વિકાસ થતો ગયો.એ દરમિયાન નવાબ સાહેબ સાથે સગપણનાં સંબંધે જોડાયેલા હોવાનાં કારણે ભરૂચથી એક શરીફ સૈયદ બુઝુર્ગ હઝરત મીર ફકીરુલ્લાહ (નવાબના જમાઈ) નામનાં માણસે લાજપૂર આવી વસવાટ કર્યો. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોમાં નવચેતન રેડાયું. લાજપૂરના ભાગ્યનો સિતારો ઝળહળી ઉઠ્યો. અને ઠેર ઠેર દીન-ઈમાનનાં ખૂબસૂરત સુગંધિત ફૂલો ખીલી ઉઠ્યાં. આ મહાન વ્યકિત આલિમ હોવા ઉપરાંત ફારસીનાં એક અજોડ અભ્યાસી પણ હતાં. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોને ઘણો જ ફૈઝ હાસિલ થયો. હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ અને હઝરત સૈયદ તાહા સાહેબ બંને આ જ બુઝુર્ગનાં શાગિર્દો છે.આમ લાજપૂર અનેક ઐતિહાસિક મહત્તા ધરાવતો એક સુંદર અને રસાળ કસ્બો છે. ઈતિહાસમાં કેટલાંક ઠેકાણે એ રાજપુર લખાયું છે. પરંતુ મોગલ શહેનશાહ જહાંગીરે અહીંનાં એક સૈયદ કુટુંબને કરી આપેલાં ફારસી દસ્તાવેજમાં એ લાજપુરનાં નામથી સંબોધાયું છે. એટલે એનું ખરૂં નામ 'લાજપૂર' હોવાનું સાબિત થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો