મૌલાના અબ્દુસ્સલામ સૂફી (રહ.)
આપનો જન્મ ઈ.સ. ૧૯૧૧ અને હિ.સ. ૧૩૨૯ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક ઉર્દુ તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા સુફીયહ સૂરતમાં દાખલ થયાં. અને ત્યાં કનઝુક્દકાઈદ તથા શહેંજામી સુધીની તાલીમ હાસિલ કરી આપ મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાંથી ઈ.સ. ૧૯૩૨ અને હિ.સ. ૧૩૫૧ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં.
આપે બુખારી શરીફ હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (રહ.) પાસે પઢી. આપનાં બીજાં ઉસ્તાદોમાં મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ ઈદરીસ (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ યહ્યા (રહ.) હઝરત મૌલાના સઈદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.) અને હઝરત મૌલાના અતીકુર્રહમાન ઉસ્માની (રહ.)નાં નામો મુખ્ય છે. ફારિંગ થવા બાદ આપ દીની ખિદમત અર્થે સાઉથ આફ્રિકા તશરીફ લઈ ગયાં. અને ત્યાં અનેક દીની અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. આપ હઝરત મૌલાના ગુલામ મુહમ્મદ (કાબુલવાળા પીર સાહેબ રહ.)થી બે'અત હતાં. આપ ઈ.સ. ૧૯૭૮ અને હિ.સ. ૧૩૯૯ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અને રુસ્તમબર્ગ, સાઉથ આફ્રિકામાં દફન થયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો