મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા (રહ.)
આપનો જન્મ આસરે ઈ.સ. ૧૯૦૦ અને હિ.સ. ૧૩૧૯ માં લાજપૂરમાં થયો હતો. આપ મૌલાના મરગૂબ સાહેબ (રહ.)નાં દામાદ અને લાજપુરનાં મહાન અને જય્યિદ આલિમોમાંથી એક છે. દીની કિતાબોનું વાંચન આપનો પ્રિય શોખ હતો. વળી આપની યાદ-શક્તિ પણ તારીફના કાબિલ હતી. ખાસકરી ફિકહ પર આપને ઘણું જ પ્રભુત્વ હતું. કોઈ પણ ફિકહી મસાઈલ પૂછનારને આપ તરત જ સચોટ અને નક્કર જવાબ આપતાં હતાં. આપ હિન્દુસ્તાનનાં મશહૂર મદ્રેસા દારુલ ઉલૂમ દેવબંદથી ઈ. સ. ૧૯૨૦ અથવા ૧૯૨૧ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયા હતા. આપનાં ઉસ્તાદોમાં મોલાના હાફિઝ અહમદ બિન મૌલાના કાસિમ નાનોતવી (રહ.) હઝરત મોલાના અનવરશાહ કશ્મીરી (૨૯.) હઝરત મોલાના મુકતી અઝીઝુર્રહમાન ) (રહ.) હઝરત મૌલાના અસગર હુસૈન (રહ.) અને હઝરત મૌલાના એ ઝાઝ અલી (રહ.)નાં નામો મુખ્ય છે. આ તે સમય હતો જયારે લાજપૂર તેની અનોખી ઈલ્મી પ્રતીભાને લઈ કેવળ આજુબાજુ જ નહીં બલકે દૂર દૂર સુધીનાં વિસ્તારોમાં એક અગ્રસ્થાન ધરાવતો કસ્બો હતો. જ્યાં મૌલાના મરગૂબ અહમદ સાહેબની સરપરસ્તી હેઠળ મદ્રેસા ઈસ્લામિયહ જોરશોરથી ચાલી રહ્યો હતો. જેથી આપ જેવા દેવબંદથી ફારિંગ થઈ આવ્યાં કે આપને તરત જ એમાં એક ફારસી અને અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં. જ્યારે લાજપુરમાં અમૂક સંજોગોને લઈ મદ્રેસો બંધ થઈ ગયો તો આપ રંગૂન (બર્મા) તશરીફ લઈ ગયાં. અને ત્યાં પણ આપને એક દારુલઉલૂમમાં અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં. થોડો સમય રંગૂનમાં દીની ખિદમત અંજામ આપી જ્યારે આપ ફરી લાજપૂર તશરીફ લઈ આવ્યાં તો આપને લાજપુર જુમ્મા મસ્જિદનાં પેશ ઈમામ નક્કી કરવામાં આવ્યાં. અને સાથે સાથે આપે લાજપુરનાં મદ્રેસા ઈસ્લામિયહ અરબિયહમાં તાલીમ આપવાનું શરૂ કર્યું. હઝરત મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.) ફરમાવે છે કે જયારે હઝરત મૌલાના મરગૂબ અહમદ સાહેબ લાજપુર જુમ્મા મસ્જિદનાં ચંદા અર્થે સાઉચ આફ્રિકા જવાની તૈયારીમાં હતાં એ દરમિયાન મૌલાનાએ એક ખ્વાબ જોયો. અને મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા સાહેબ આગળ તે ખ્વાબ બયાન કર્યો. તો સાંભળતા જ મૌલાનાએ તાબીર આપતાં ફરમાવ્યું કે, તમે તમારાં સાઉથ આફ્રિકાનાં આ ચંદા-પ્રવાસમાં બિલકુલ નિષ્ફળ જશો. એક પાઈ પણ આપને મળશે નહીં. અને થયું પણ એમ જ. મૌલાના મરગૂબ અહમદ સાહેબ સા.આફ્રિકાનો પ્રવાસ ખેડી જેવા ગયાં હતાં તેવા જ ખાલી હાથે પાછા આવ્યાં. તનતોડ મહેનત કરવા છતાં પણ બે પૈસા ભેગાં કરી શક્યાં નહીં. આપ સ્વભાવે ઘણાં મિલનસાર અને એકાંત-પસંદ હતાં. રાત-દિવસ દીની કિતાબોનાં વાંચનમાં મશગૂલ રહેતાં હતાં. તકવો, પરહેઝગારી, સાદગી અને શરીઅતની પાબંદી આપનાં મુખ્ય ગુણો હતાં. માયા ઉપર સફેદ ખૂબસૂરત અમામા અને હાથમાં લાકડી આપની અલૌકિક ઓળખ હતી આવી રીતે અનેક પ્રકારે ગામવાસીઓ અને દીનની સેવા કરવા પછી આપ ૧૯ માર્ચ ઈ.સ. ૧૯૬૦ અને ૧ શવ્વાલ હિ.સ. ૧૩૭૯ નાં બરોબર રમઝાન ઈદનાં દિવસે સવારે અલ્લાહને પ્યારાં થઈ ગયા. અજીબ પ્રસંગ હતો કે જ્યારે એક બાજુ મુસ્લિમ-જગત ઈદની ખુશીમાં તલ્લીન અને આનંદમાં મગન હતું ત્યારે બીજી બાજુ લાજપૂરવાસીઓનાં દિલ મૌલાનાની જુદાઈમાં ગમગીન અને ઉદાસીન હતાં પાક આપનાં દરજાતને બુલંદ બલકે મોલાનાની જુદાઈના આસુ હતાં. અલ્લાહપાક ફરમાવે. આમીનન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો