શુક્રવાર, 9 ઑગસ્ટ, 2024

મૌલાના ઈસ્માઈલ કારા (રહ.)

                                                         મૌલાના ઈસ્માઈલ કારા (રહ.)

આપનો જન્મ લાજપૂરમાં આસરે હિ.સ. ૧૩૨૮ અને ઈ.સ. ૧૯૧૦ માં થયો હતો. આપ બાળપણથી જ અપંગ હતાં. ચાલી શકતાં ન હતાં. આપ પ્રાથમિક તાલીમ લાજપૂરમાં હાસિલ કરી ચાલવાથી અશક્ત હોવા છતાં વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને હિ.સ. ૧૩૪૯ અને ઈ.સ. ૧૯૩૦ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપ લાજપુરનાં એક જય્યિદ આલિમ હતાં. આપને તે સમયના મહાન આલિમો પાસેથી હદીસ, ફિકહ અને તફસીર સિવાય બીજી અને કિતાબો પઢવાનો સોનેરી અવસર પ્રાપ્તા થયો હતો. આપે બુખારીશરીફ હઝરત મૌલાના અનવર શાહ કશ્મીરી (રહ.) પાસે પઢી હતી. એ સિવાય આપનાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના મુફતી અતીકુર્રહમાન સાહેબ (રહ.) હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની સાહેબ (રહ.) હઝરત મૌલાના સૈયદ ઈદરીસ સાહેબ (રહ.) હઝરત મૌલાના યહ્યા સિદ્દીકી સાહેબ (રહ.) હઝરત મૌલાના હિફઝુર્રહમાન સાહેબ (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી સાહેબ (રહ.) અને હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી સાહેબ (રહ.)નાં નામો મુખ્ય છે. ડાભેલથી ફારિંગ થઈ આપ મદ્રેસા અમીનિયહ, દિલ્હી તશરીફ લઈ ગયાં. અને ત્યાં મુફતિયે હિન્દ હઝરત મૌલાના કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)ની ખિદમતમાં રહી ફૈઝયાબ થયાં. દિલ્હીથી આવી આપે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં પઢાવવાનો આરંભ કર્યો. અને લગભગ પચ્ચીસ વરસ બાળકોને દીની તાલીમ આપતાં રહ્યાં. કહેવાય છે કે આપ એક જય્યિદ આલિમ હોવા ઉપરાંત એક સારા આમિલ પણ હતાં. દૂર દૂરથી લોકો આપના પાસે તાવીઝ અને જિન્ન-ભૂતના ઈલાજો માટે આવતાં હતાં. આપ એ લાઈનનાં ઘણાં જ માહિતગાર અને એક અનુભવી વ્યકિત હતાં. લોકોને ઘણો જ ફાયદો થતો હતો.

આ પ્રમાણે દીની-દુન્યવી અનેક સેવાઓ કરી હિ.સ. ૧૩૭૩ અને ઈ.સ. ૧૯૫૨ માં આપ અલ્લાહને પ્યારા થઈ ગયાં. જનાઝાની નમાજ હઝરત મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા સાહેબે પઢાવી. અને આપ લાજપૂરનાં જૂનાં કબ્રેસ્તાન મા  દફન થયો. અલ્લાહતઆલા આપનાં દરજાત બુલંદ કરમાવે



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો