મૌલાના સૈયદ અબ્દુલકરીમ (રહ.)
આપ લાજપૂરનાં સૈયદ ખાનદાનમાંથી હતાં. આપનો જન્મ લાજપૂરમાં હિ.સ. ૧૩૦૧ અને ઈ.સ. ૧૮૮૪ માં થયો હતો. આપનાં વાલિદ સાહેબ હઝરત મૌલાના સૈયદ ઈબ્રાહીમ કાદરી સાહેબ પણ લાજપુરનાં એક મહાન આલિમ અને નેક વ્યક્તિ હતાં. જેમનો ઈન્તિકાલ હિ.સ. ૧૩૨૯ અને ઈ.સ. ૧૯૧૩ માં લાજપૂરમાં જ થયો હતો.
મૌલાના સૈયદ અબ્દુલકરીમ એ આજનાં જગવિખ્યાત મુફતી હઝરત મૌલાના કારી સૈયદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહેબ (દા.બ.)ના વાલિદ સાહેબ થાય છે. આપે લગભગ મિશ્કાતશરીફ સુધીની તાલીમ લાજપૂરમાં જ રહી સૂફી સાહેબનાં નાનાં ફરઝંદ હઝરત મૌલાના અહમદમિયાં સાહેબ (રહ.) પાસેથી હાસિલ કરી હતી. ત્યાર બાદ કેટલાંક અનિવાર્ય સંજોગોને લઈ આપ તાલીમ ચાલુ ન રાખી શક્યાં અને લાજપુરનાં મદ્રેસા ઈસ્લામિયહમાં એક ઉસ્તાદ તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. એ દરમિયાન આપને થોડી મુદ્દત નાની મસ્જિદ, લાજપુરની ઈમામતની જિમ્મેદારી પણ સોંપવામાં આવી.
ત્યાર બાદ આપ લાજપૂર છોડી નવસારી તશરીફ લઈ ગયાં. અને ત્યાંનાં મોઠવાડ મહોલ્લાનાં મદ્રેસામાં બાળકોને દીની તાલીમ આપવાનું કામ શરૂ કર્યું. થોડાં સમય પછી આપને નવસારીની મશહૂર જુઆ મસ્જિદના પેશ ઈમામ તરીકે નીમવામાં આવ્યાં. અને આપ એ ફરજ પણ લગભગ બાર વરસ ઘણી ખૂબી સાથે નિભાવતાં રહ્યાં.
આપ તે સમયનાં એક બેહતરીન બયાન કરનારાં આલિમ હતાં. નવસારી અને તેનાં આસપાસનાં વિસ્તારમાં આપ તબ્લીંગ અર્થે તશરીફ લઈ જતાં અને ઈમાનઅફરોઝ બયાન ફરમાવતાં હતાં. આપને મૌલાના રૂમી (રહ.)ની મસ્નવી શરીક ઘણી જ યાદ હતી. બયાન દરમિયાન તેનાં શેરો તરન્નુમથી પઢતાં હતાં. સાંભળનારની અજીબ હાલત થતી હતી
કહેવાય છે કે. રબીઉલ અવ્વલ મહીનામાં આપ દરરોજ ત્રણ બયાન કરતાં રોજ સવારે ટ્રેનથી સચીન તારીફ લઈ પર સચીનનાં નવાબ તરફથી શાહી ઘોડાગાડી આપને લેવા તૈયાર રહેતી નવાબનાં કિલ્લામાં આવી બયાન ફરમાવતાં અને પછી નવાબ સાહેબ સાથે ખાઈ આપ ફરી નવસારી, તશરીફ લઈ જતાં. ત્યાં ઝોહરની નમાજ બાદ જુઆ મસ્જિદમાં બયાન ફરમાવતાં અને રાત્રે ઈશાની નમાજ બાદ જલાલપોર તશરીફ લઈ જતાં અને બયાન ફરમાવતાં હતાં.
દારુલ ઉલૂમ ડાભેલ અને રાંદેના ઉ..લમાએ કિરામ સાથે આપનો એક ખાસ સંબંધ હતો. ખાસ કરી હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી, (રહ) હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ) અને હઝરત મૌલાના હુસૈન અહમદ રાંદેરી (રહ) સાથે ઘણો જ સંબંધ હતો. આપ તેમની ખિદમતમાં તશરીફ લઈ જતાં. આ બુઝુર્ગો પણ નવસારી આપનાં મેહમાન બનતાં હતાં. આપ ઉર્દુ અને ફારસીનાં એક મહાન અને અનુભવી શાયર પણ હતાં. હઝરત સૂફી સાહેબ (રહ.)ની વફાત પર હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ સાહેબનાં કહેવાથી આપે તરત જ ઉર્દુમાં એક તા'ઝિયતી કસીદો લખ્યો હતો. જેના ત્રણ શેર નમૂના રૂપે અહીં લખવામાં આવે છે
ચલ બસે મુલ્કે બકા કો સૂફી સાહબ નેકનામ મુકતદાએ સૂફિયા થે ઓર થે સબકે ઈમામ એક અરસાસે કિયા થા આપને તર્કે વતન આજકલ સૂરતમેં અકસર રખતે થે અપના કયામ હાતિફે ગૈબીસે યૂં આઈ નિદા અબ્દુલકરીમ સાલે હિજરી અબ યે કેહ દો હે બહિશ્ત ઉનકા મકામ એ સિવાય હઝરત મૌલાના મુફતી મરગૂબ સાહેબની વફાત પર ઉર્દુ અને હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન સાહેબની વફાત પર ફારસીમાં આપે તા' ઝિયતી કસીદો લખ્યો હતો.
જ્યારે આપ વધારે ઝઈફ અને કમજોર થઈ ગયાં તો આપનાં નેક ફરજંદ હઝરત મૌલાના મુફતી સય્યદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહેબ (દા.બ.)એ આપને ખિદમત અર્થે રાંદેર બોલાવી લીધાં. આપ ઝિન્દગીનાં બાકી દિવસો ત્યાં રહ્યાં અને ૨૭ જુલાઈ ઈ.સ. ૧૯૭૩ અને જુઆનાં દિવસે સવારે અલ્લાહને પ્યારાં થઈ ગયાં જુમ્માની નમાજ આપના નેક ફરજંદ હઝરત મુકતી સાહેબ (દા.બ.)એ પઢાવી. અને આપ રાંદેર નાં કબસ્તાનમાં દફન થયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો