મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.)

                                                 મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.)

આપનો જન્મ ૭ ફેબ્રુઆરી ઈ.સ. ૧૯૨૧ માં લાજપુરમાં થયો હતો. આપે પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં હાસિલ કરી. અને કુર્આનમજીદ પણ લાજપુરમાં જ રહી જનાબ હાફિઝ ઈસ્માઈલ કાંદાવાલા પાસે હિડ્ઝ કર્યું. ત્યાર બાદ આપ વધુ તાલીમ અર્થે ઈ.સ. ૧૯૩૪ માં મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને પાંચ વરસ ત્યાં પઢી આપ મદ્રેસા જામિઆ હુસૈનિયહ, રાંદેરમાં દાખલ થયાં. એક વરસ રાંદેરમાં પઢી ફરી આપ ડાભેલ મદ્રેસા તાલીમુદ્દીનમાં દાખલ થયાં. અને પછી છેલ્લે સુધી ત્યાં રહી સનદ મેળવી ફારિંગ થયાં. આપે ડાભેલમાં રહી દીની તાલીમ સાથે ગુજરાતીની સાત ચોપડી (ફાઈનલ)ની પરીક્ષા પણ પાસ કરી  આપે બુખારીશરીફ હઝરત મોલાના શમ્યુદ્દીન અફઘાની (રહ.) પાસે પઢી. આપનાં બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના મુફતી મુહમ્મદશફીઅ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના ઝફર અહમદ થાનવી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ મુસ્લિમ દેવબંદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર આઝમી (રહ.) હઝરત મૌલાના નૂર (રહ.) અને હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.)નાં નામો મુખ્ય છે. ડાભેલથી ફારિંગ થવા બાદ આપ લાહોર (પાકિસ્તાન) તશરીફ લઈ ગયાં. અને શેખુત્તફસીર હઝરત મૌલાના અહમદઅલી લાહોરી (રહ.)ના દર્સમાં શામિલ થયાં. અને ત્રણ મહીના ત્યાં રહી આપે તેમનાથી ફૈઝ હાસિલ કર્યો. ત્યાર પછી એક વરસ માટે આપ દારુલઉલૂમ દેવબંદ તશરીફ લઈ ગયાં. જ્યાં આપને શેખુલઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)થી બુખારીશરીફનાં દર્સની સિમાઅત કરવા ઉપરંત હઝરત મૌલાના અખ્તર હુસૈન સાહેબ (રહ.) પાસે બૈઝાવીશરીફ પઢવાનો શર્ફ હાસિલ થયો. આ દેવબંદમાં રહેવા દરમિયાન આપે શેખુલઈસ્લામ હઝરત મૌલાના હુસૈનઅહમદ મદની (રહ.)ના હુકમથી આખા સિંધ પ્રાંત અને કરાંચીનો રાજકીય પ્રવાસ કર્યો. દેવબંદથી ફારિંગ થવા બાદ આપે લાજપૂર આવી મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં બાળકોને દીની તાલીમ આપવાનો આરંભ કર્યો. જેમાં ફારસીની કિતાબો પણ શામિલ હતી. ઈ.સ. ૧૯૫૨ નાં શરૂમાં આપ દીની ખિદમત અર્થે માડાગાસ્કર તશરીફ લઈ ગયાં. જ્યાં આપને મદ્રેસામાં બાળકોને દીની તાલીમ આપવા સાથે ઈમામતની જિમ્મેદારી પણ સોંપવામાં આવી જે આપ સારી રીતે અંજામ આપતાં રહ્યાં. ઈ.સ. ૧૯૭૩ માં આપ માડાગાસ્કર છોડી ઈંગ્લેન્ડ તશરીફ લઈ આવ્યાં. અને બ્લેકબર્ન નામી ટાઉનમાં સ્થાયી થયાં. જ્યાં આપ મદ્રેસા નૂરુલ ઈસ્લામમાં બાળકોને દીની તાલીમ આપવા સાથે ઈ.સ. ૧૯૮૬ સુધી મસ્જિદમાં ઈમામતની જિમ્મેદારી પણ સંભાળતાં રહ્યાં. એ દરમિયાન આપને ઈંગ્લેન્ડમાં હઝરત મૌલાના યૂસુફ મોતાલા સાહેબના હાથે બરી ટાઉનમાં સ્થાપિત સૌપ્રથમ દારુલઉલૂમમાં અરબી કિતાબો પઢાવવાનો સોનેરી આવસર પ્રાપ્ત થયો. જેમાં આપે નૂરુલઈઝાહ, કુદૂરી, શહેંવકાયા, કન્જુદકાઈક, શહેં અકાઈદ, રિયાઝુસ્સાલિહીન અને કુર્આનમજીદનો તર્જુમો વગેરે કિતાબોની તાલીમ આપી. આપ ઈ.સ. ૧૯૫૨ માં સૌપ્રથમ શેખલઈસ્લામ હઝરત મૌલાના હસેન અહમદ મદની (રહ.) થી બે'અત થયાં. તેમનાં ઇન્તિકાલ પછી ઈ.સ. ૧૯૭૩ માં આપ પાકિસ્તાનનાં નકશબંદી સિલસિલાનાં મશહૂર બુઝુર્ગ હઝરત હાફિઝ ગુલામહબીબ સાહેબ તરલ) આપી સરફરાયાં એમણે આપને ઈ.સ. ૧૯૭૫ માં મક્કા મુકર્રમહમાં ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. એમનાં ઈન્તિકાલ પછી આપને ગુજરાત (ઈન્ડિયા)નાં પ્રખ્યાત અને મહાન આલિમ, શેખ હઝરત મૌલાના અબરાર અહમદ સાહેબ ધુલ્યવી (રહ.)એ ચિશ્તી સિલસિલામાં ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. આપનાં સિવાય આપનાં બે ફરજંદ એક હઝરત મોલાના મુહમ્મદ તાહિર અને બીજા જનાબ મુહમ્મદ કાસિમને પણ પાકિસ્તાનનાં મશહૂર બુઝુર્ગ હઝરત હાફિઝ ગુલામહબીબ સાહેબે (રહ.)એ ખિલાફત આપી છે. જેમાં મૌલાના મુહમ્મદ તાહિર સાહેબ (દા.બ.) ઈંગ્લેન્ડમાં રહી દીની ખિદમત અંજામ આપી રહ્યાં છે. જ્યારે જનાબ મુહમ્મદ કાસિમ (દા.બ.) ફ્રાન્સમાં પ્રોફસર છે. અને ત્યાં ઉમ્મતની ઈસ્લાહ માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. આપને અલ્લાહપાકે જ્યાં અનેક ઈલ્મી નેઅમતો અને ખૂબીઓથી નવાજ્યાં છે. ત્યાં પોતાનાં દરબારની હાજરીથી પણ વારંવાર નવાજ્યાં છે. આપ લગભગ વીસથી વધારે હજ કરી ચૂક્યાં છે. અને હાલમાં દર વરસે હજમાં જતાં રહે છે. આપ મારાં નજીકનાં રિશ્તેદાર હોય મારા (નાદિર લાજપુરી) સાથે ઘણાં જ મુહબ્બત અને શફકતથી પેશ આવે છે. નમાજ અને રોઝાથી આપને ઘણી જ મુહબ્બત છે. આપને મોટાભાગે નમાજ અને રોઝાની હાલતમાં જ જોવામાં આવે છે. અલ્લાહપાકે આપને ઈંગ્લેન્ડમાં ખૂબ ઈઝત આપી છે. કોમ અને મિલ્લતના દરેક કામોમાં આપ આગળ આગળ રહે છે. ચેહરા પર મુસ્કુરાહટ, માથા પર સુન્નતનાં પ્રમાણે અમામા અને હાથમાં લાકડી આપની અલૌકિક ઓળખ છે. મિલનસારી અને મુહબ્બત સાથે તમામ પ્રત્યે સમાન નજર આપની અનેક ખૂબીઓમાંથી એક ખાસ ખૂબી છે. હાલમાં આપ ઈ.સ. ૧૯૯૫ માં ઈંગ્લેન્ડમાં છોકરીઓની તાલીમ અર્થે મદ્રેસા 'જામિઆ કૌસર' નામથી એક દારુલ ઉલૂમની બુનિયાદ નાંખી તેની સરપરસ્તી ફરમાવી રહ્યાં છે. જામિઆ કૌસરના મોહતમિમ અને સંચાલક આપના હોનહાર ફરજંદ હઝરત મૌલાના ફઝઝ્લેહક સાહેબ (દા.બ.) છે. અલ્લાહપાક આપની ઉમરમાં બરકત નસીબ ફરમાવી આપનો સાયો આપના કુટુંબ, ઈંગ્લેન્ડવાસીઓ





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો