મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના અબ્દુલકુદૂસ સાહેબ (રહ)

                                                     મૌલાના અબ્દુલકુદૂસ સાહેબ (રહ)

આપનો જન્મ ૧૧ ઓકટોબર ઈ.સ. ૧૯૧૩ અને હિ.સ. ૧૩૩૦ માં લાજપૂરમાં થયો હતો. આપે પ્રાથમિક દીની તાલીમ મદ્રેસા સૂફિયહ ઈસ્લામિયહ, સૂફીબાગ, સૂરતમાં રહી પોતાનાં વાલિદ સાહેબ હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન (રહ.) પાસે લીધી હતી, જેમાં ઉર્દુ અને ફારસી કિતાબો ઉપરાંત કઝુદ્દકાઈક, શહેંજામી અને મિરકાત વગેરે શામિલ હતી, ત્યાર બાદ આપ વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાં રહી મિશ્કાત શરીફ, જલાલેન શરીફ અને હિદાયા વગેરે કિતાબો પઢી. ડાભેલની તાલીમ દરમિયાન આપનાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના હિફઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના મુફતી અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના સૈયદ મુહમ્મદ ઈદરીસ (રહ.) હઝરત મૌલાના સઈદઅહમદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.)હઝરત મૌલાના યહ્યા (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) અને હઝરત મૌલાના અહમદ બુઝુર્ગ (રહ.)નાં નામો મુખ્ય છે.ત્યાર બાદ આપ મદ્રેસા જામિઅહ હુસૈનિયહ, રાંદેરમાં દાખલ થયાં. અને એક વરસ ત્યાં રહી સનદે ફરાગત હાસિલ કરી. રાંદેરનાં ઉસ્તાદોમાં આપે બુખારી શરીફ પ્રથમ ‘શેરે ગુજરાત' હઝરત મોલાના મુહમ્મદ હુસૈન સાહેબ રાંદેરી (રહ.) પાસે પઢી. પરંતુ તેમનો ચાલુ સાલે ઈન્તિકાલ થઈ જતાં બાકી બુખારી શરીફ આપે હઝરત મૌલાના અહમદ નૂર સાહેબ (રહ.) પાસે પઢી. એ સિવાય આપને રાંદેરમાં હઝરત મૌલાના મહમૂદુલ હસન અમરોહી (રહ.) પાસે પણ કિતાબો પઢવાનો શર્ફ હાસિલ થયો. સંદેરથી ફારિંગ થઈ આપ વધુ તાલીમ અર્થે મદ્રેસા મઝાહિરુલ ઉલૂમ, સહારનપૂર તશરીફ લઈ ગયાં. અને ત્યાં પૂરૂં એક વરસ રહી અનેક કિતાબો અનેક વિષયોમાં અનેક ઉસ્તાદો પાસેથી પરત રહ્યા, પરંતુ આપને આટલાં ઈલ્મથી સંતોષ થયો નહીં. એટલે બીજા વરસે મદ્રેસા મુઈનિયહ, અજમેરમાં દાખલ થયાં. અને ત્યાં પણ અનેક કિતાબો અનેક ઉસ્તાદો પાસેથી પઢી મનની પ્યાસ છિપાવતાં રહ્યાં. અજમેરથી આવવા બાદ પણ તે સમયનાં બીજાં મહાન ઉલમાએ કિરામ અને બુઝુર્ગોથી ફૈઝ હાસિલ કરવાની ઉમંગો આપને સતાવતી રહી, એટલે ઘરે ન રહેતાં ફરી મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલ તશરીફ લઈ ગયાં. અને હઝરત મોલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.)ના બુખારીશરીફનાં દર્સમાં શામિલ રહી પૂરી  બુખારી શરીફની સિમાઅત કરી. એ સાથે તજવીદ કલાસમાં દાખલો લઈ તે તાલીમ પણ સંપૂર્ણ કરી કારી થયાં. અને એ ઉપરાંત ‘મુફતિયે ગુજરાત' હઝરત મોલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ (રહ.)ની ખિદમતમાં રહી ફતાવા નકલ કરવાની ખિદમત પણ અંજામ આપી. જાહેરી ઉલૂમથી ફારિંગ થવા બાદ આપ બાતિનની ઈસ્લાહ માટે હિ.સ. ૧૩૫૨ માં ‘હકીમુલ ઉમ્મત' હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)ની ખિદમતમાં થાનાભુવન તશરીફ લઈ ગયાં. અને તેમનાથી બે'અત થઈ થોડી મુદ્દત તેમની ખાનકાહમાં રહ્યાં. અને હઝરત મૌલાના અશરફઅલી ચાનવી (રહ.)ની વફાત પછી આપ 'શૈખુલ ઈસ્લામ' હઝરત મૌલાના સય્યદ હુસૈન અહમદ મદની (રહ.)થી બે' અંત થયાં. આપ બુઝુર્ગો સાથે પત્ર વ્યવહાર કરી તેમનાથી માર્ગદર્શન મેળવતાં રહેતાં હતાં. જેમાં ખાસકરી હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) અને હઝરત મૌલાના મસીહુલ્લાહ ખાન (રહ.)નાં નામો મુખ્ય છે. આવી રીતે કેટલાંક મદ્રેસાઓ અને ઉસ્તાદો પાસે તાલીમ હાસિલ કરવા બાદ આપે ડાભેલ પાસે આવેલાં 'કાલાકાછા' ગામથી પઢાવવાનો આરંભ કર્યો. લગભગ બે વરસ કાલાકાછામાં દીની ખિદમત અંજામ આપવા બાદ આપે લાજપૂર આવી ગામનાં મદ્રેસા ઈસ્લામિયહમાં પઢાવવાનું શરૂ કર્યુ. અને ત્રણ વરસ લાજપૂરમાં ખિદમત અંજામ આપી ઈ.સ. ૧૯૪૦ માં સાઉથ આફિકા તશરીફ લઈ ગયાં. અને ત્યાં લગભગ પાંચથી છ વરસ રહી ઘણાયે ક્ષેત્રે દીની ખિદમત અંજામ આપી આપ ફરી લાજપૂર આવી ગયાં. અને મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં પઢાવવાનું શરૂ કર્યું. ઈ.સ. ૧૯૫૮ માં આપ ઝિમ્બાબવે (રહોડેશિયા) તશરીફ લઈ ગયાં. અને ત્યાં હરારે (સોલ્સબરી) માં ઈમામત સાથે મદ્રેસાની ખિદમત આપને સુપરત કરવામાં આવી. જે આપ ઘણી જ ખૂબી સાથે અંજામ આપતા રહ્યા. લગભગ ચાર વરસ ઝિમ્બાબવેમાં રહી આપ પાછા લાજપૂર તશરીફ લઈ આવ્યાં. અને મદ્રેસા સ્વિામિયહ, લાજપૂરમાં પટાવવાની શરૂઆત કરી. અને ઠેઠ ૧૯૭૫ સુધી પઢાવતાં રહ્યાં. આપ લાજપૂરઆન ઘણીવાર જોશમાં આવી બયાન પણ ફરમાવતાં રહ્યાં. આપ બયાન દરમિયાન ઘણીવાર જોશમાં આવી જતાં અને સાંભળનારને પણ જોશમાં લાવીને રહેતાં. ખાસકરી બંને ઈદો પ્રસંગે ઈદગાહમાં આપ જે બયાન ફરમાવતાં અને ઈદની નમાજ પઢાવતાં હતાં તેની ખૂબી અલગ જ તરી આવતી હતી. યાદ તાજી કરાવતો રહે છે. આપ આપનાં છેલ્લાં શેખ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)નાં ઈન્તિકાલનાં લાંબા સયમ પછી હઝરત મૌલાના અબ્દુર્રહીમ જયપૂરી (રહ.)થી બે'અત થયાં. અને એમણે આપનાં અંદર ખુદાદાદ સલાહિય્યત જોતાં થોડો જ વખત થયો કે ઈ.સ. ૧૯૯૧ માં આપને ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. 



 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો