મોલાના મુહમ્મદ યુસુફ દીવાન (રહ.)
આપ સૂફી સાહેબ (રહ.) ના નવાસા થાય છે. આપનો જન્મ હિ.સ. ૧૩૦૨ અને ઈ.સ. ૧૮૮૫માં લાજપૂર મુકામે થયો હતો. આપે પ્રાથમિક તાલીમનો આરંભ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં સૂફી સાહેબનાં નાનાં ફરઝંદ હઝરત મૌલાના અહમદ મિયા પાસેથી કર્યો. લાજપૂરમાં થોડી ફારસી અને અરબી કિતાબો પઢી આપ દિલ્હી મદ્રેસા અબ્દુર્રબમાં તશરીફ લઈ ગયાં અને ત્યાં રહી દોરે હદીસની તાલીમ પૂરી કરી હિ.સ. ૧૩૨૩ અને ઈ.સ. ૧૯૦૬ માં આલિમની સનદ હાસિલ કરી. મદ્રેસા અબ્દુર્રબમાં આપને હઝરત મૌલાના કાસિમ નાનોતવી )રહ.)નાં શાગિર્દથી હદીસ પઢવાનો શર્ફ હાસિલ થયો. ત્યાર બાદ આપ દિલ્હીનાં પ્રખ્યાત મદ્રેસા ફતેહપૂરીમાં દાખલ થયાં અને મન્તિક તથા ફિલ્સફીની અનેક કિતાબો પઢી એ વિષયમાં પણ પુરા પારંગત થયાં. અને આ રીતે અનેક ઈલ્મી દર્સગાહોમાં રહી આપ દીની તાલીમની પ્યાસ બુઝાવી હિ.સ. ૧૩૨૮ અને ઈ.સ. ૧૯૨૨ માં લાજપૂર તશરીફ લઈ આવ્યાં. એ સમય દરમિયાન લાજપૂરમાં હઝરત મૌલાના મરગૂબ અહમદ (રહ.)ની સીધી દેખરેખ હેઠળ મદ્રેસા ઈસ્લામિયહ એકવાર બંધ થવા પછી ફરી ચાલુ થતાં આપે તેમાં એક અરબી ઉસ્તાદ તરીકે સેવા આપવાનું શરૂ કર્યુ. થોડા વરસ મદ્રેસા ઈસ્લામિયહ લાજપૂરમાં સેવા આપ્યા પછી દારૂલ ઉલૂમ જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં જરૂરત ઊભી થતાં આપને એક અરબી ઉસ્તાદ તરીકે ત્યાં બોલાવવામાં આવ્યાં તો આપ ડાભેલ તશરીફ લઈ ગયાં. એ દરમિયાન સુફી બાગ, સુરતમાં સુફી સાહેબ (રહ.)નાં એહતેમામ હેઠળ મદ્રેસા સુફિયહની સ્થાપના થતાં આપ ડાભેલ છોડી સુરત આવી ગયાં. જ્યાં દોરે હદીસ સુધી તાલીમની વ્યવસ્થા કરવામાં આવી. અને આપ એ મદ્રેસામાં પોતાની ઝિંદગીનાં છેલ્લા દિવસો સુધી પઢાવતાં રહ્યાં. બલકે સુફી સાહેબ (રહ.)ની વફાત પછી એહતેમામની પૂરી જિમ્મેદારી પણ આપે જ સંભાળી લીધી. આપનાં શાગિર્દોમાં
હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસમિલ્લાહ (રહ.)
હઝરત મૌલાના અલીમિયાં તરાજવી (રહ.)
હઝરત મૌલાના અબ્દુસ્સલામ સૂફી (રહ.)
નાં નામો મુખ્ય છે. કહેવાય છે કે, એકવાર સામરોદનાં ગેરમુકલ્લિદ આલિમ મૌલવી અબ્દુલજલીલે તકલીદ વિષે મુનાઝરો કરવાનું ચેલેંજ આપ્યું. પણ સૌ તેમની ઘોકાબાજીથી સારી રીતે વાકિફ હતાં એટલે એ પ્રત્યે કોઈએ લક્ષ આપ્યું નહીં. જેથી એક દિવસ પોતે સામરોદથી બળદગાડાંમાં બેસી મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં મુનાઝરો કરવાનાં ઈરાદાથી આવી પહોંચ્યાં. ખબર થતાં આજુબાજનાં આલિમો અને લોકો ભેગાં થઈ ગયાં. મૌલાના મુહમ્મદ યુસુફને ખબર થતાં આપ પણ ત્યાં પહોંચી ગયાં. મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.)ને ખબર આપવામાં આવી. સૌપથમ મોલાના શબ્બીર અહમદ ઉસ્માનીએ મોલવી અબ્દુલજલીલથી કહ્યું : મોલવી સાહેબ તમારે કંઈ પૂછવું છે ? તો મોલવી સાહેબે જવાબ આપ્યો. નહીં ! તમે પૂછો ! પછી બંને બાજુ ખામોશી છવાઈ ગઈ. થોડીવાર પછી મૌલાના મુહમ્મદ યૂસુફે ખામોશી તોડતાં કહ્યું: અગર ઈજાઝત હોય તો હું કંઈ પૂછવા માગું છું. ઈજાઝત મળતાં આપે મોલવી અબ્દુલજલીલથી બે-ત્રણ સવાલો પૂછ્યાં. મોલવી અબ્દુલજલીલ જવાબ ન આપી શક્યાં. છતાં તેમની હઠ પર કાયમ રહ્યાં. મૌલાના પણ જલાલમાં આવી ગયાં. અને તેને જડબેસલાક જવાબો આપ્યાં. છેવટે મોલવી અબ્દુલજલીલ મુનાઝરો હારી સૌનાં રૂબરૂ શરમિન્દા થઈ જતાં રહ્યાં. જાહેરી ઈલ્મથી ફારિંગ થઈ આપે બાતિની ઈલ્મ તરફ ધ્યાન કેંદ્રિત કર્યુ. અને સૌપ્રથમ હઝરત મૌલાના શાહ શેર મુહમ્મદ (જે પીલીભીતમાં રહેતાં હતાં)થી બે'અત થયાં. તેમનાં ઇન્તિકાલ પછી આપ આપનાં નાનાજાન હઝરત શાહ સુલેમાન સુફી સાહેબ (રહ.)થી બે'અત થયાં. અને સૂફી સાહેબે આપને ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. આપ ઊંચી કક્ષાનાં એક શાયર પણ હતા. આપનો તખલ્લુસ 'ઝહીર' હતો. ઉર્દુ સિવાય આપ ફારસીનાં પણ એક અજોડ અભ્યાસી અને શાયર હતાં. આપની ઘણી ઈમાન અફરોઝ નઝમો અને ગઝલો છપાઈને પ્રસિધ્ધ પણ થઈ ચૂકી છે. આપની એક નઝમનાં ત્રણ ઈમાન અફરોઝ શેર નમૂના રૂપે આ રહ્યાં.
એ બિરાદર હે યે દુનિયા યક સરાયે ખાસો આમ ઠેરતે હેં એક શબ ઈસમેં મુસાફિર બસ તમામ હમનશી સબ ચલ દિયે ઓર રહ ગયે તુમ ચંદ કસ કૂચકા સામાન કર લો વક્ત અબ થોળા હે બસ રફતનીકા હે યે આલમ ચલ દિયે સબ અકરબા કોન ઠેરા હે યહાં, ઠેરેગા કબ તૂ દેર
આપની લગભગ આખી ઊંદગી સુકી સાહેબ (રહ.) ની ખિદમતમાં પસાર થઈ છે. 'બાગે આરિક' જે ઔફી સાહેબ (રહ.)ની તસ્નીફાતનો પ્રખ્યાત સંગ્રહ છે. તેનાં સંપાદક અને સુરવિલ પણ આપ જ છે, જે સૂફી સાહેબ (રહ.)ના ઈલ્મી કમાલ સાથે સાથે આપની કાબિલિયત અને સૂફી સાહેબ (રહ.) પ્રત્યે આપની સાચી મુહબ્બતનો નમૂનો પણ છે. એ સિવાય આપે બીજી ઘણી કિતાબો લખી છે. જેમાં ખાસકરી નૂરુવઈઝાહનો 'બાબુસ્સોમ' સુધી તરજુમો આપે જે આસાન ઉર્દુમાં કર્યો હતો. તે છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. 'આસારુસ્કુનન'નો તરજુમો પણ આપે ઉર્દુમાં કર્યો છે. જે હજી છપાયો નથી. આપનો ઈસ્લાહી સંબંધ હકીમુલઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.) સાથે પણ હતો. આપ હઝસ્તની ખિદમતમાં પત્ર લખી માર્ગદર્શન મેળવતાં રહેતાં હતાં. હઝરત થાનવી (રહ.) પણ ઘણી મુહબ્બત અને શફક્ત ભર્યા જવાબથી આપને નવાજતાં રહેતાં હતાં. હઝરત થાનવી (રહ.)નાં જવાબની ફોટોકોપી બરકત માટે અહીં મૂકવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો