મૌલાના હકીમ અબ્દુલહય દીવાન (રહ.)
આપનો જન્મ લાજપૂરમાં હિ.સ. ૧૩૨૫ અને ઈ.સ. ૧૯૦૮ માં થયો હતો. આપ લાજપુરનાં એક મુતકી, પરહેઝગાર નવજવાન આલિમ હોવા ઉપરાંત એક હોશિયાર હકીમ (તબીબ) પણ હતા. આપની ઝિંદગીનો મોટો ભાગ તાલીમ હાસિલ કરવામાં જ પસાર થયો હતો.
આપ પ્રાથમિક તાલીમ લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા
ઈસ્લામિયહ સૂક્રિયહ, સૂકીબાગ સુરતમાં દાખલ થયાં, અને અરબીની થોડી હિસાબી પઢી આપ દારુલઉલૂમ, દેવબંદ તશરીફ લઈ ગયા, અને ત્યાં ડિકલ તથા હદીસોની કિતાબો પઢતાં રહ્યાં. જ્યારે દારુલ ઉલૂમ, દેવબંદમાં ઈખ્તિલાક ઊભો થયો અને હઝરત મૌલાના અનવર શાહ કશ્મીરી (રહ.) દેવબંદ છોડી ડાભેલ આવી ગયાં તો આપ પણ તેમની સાથે ડાભેલ આવી ગયાં. અને એક વરસ ડાભેલમાં રહી હિ.સ. ૧૩૪૭ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં.. આપે બુખારી શરીફ હઝરત મૌલાના અનવર શાહ કશ્મીરી (૨૯.) પાસે પઢી. આપનાં બીજાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના મુફતી અઝીઝુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) હઝરત મૌલાના અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.)નાં નામો મુખ્ય છે. આપે ડાભેલથી આલિમની સનદ મેળવવા પછી ૪ જુલાઈ ઈ.સ ૧૯૩૧ અને હિ.સ. ૧૩૪૧ હકીમ થવા માટે તકમીલુત્તિબ કોલેજ, લખનવમાં દાખલો લીધો હતો. અને ત્યાં પૂરા ત્રણ વર્ષ રહી ૩ જુલાઈ ઈ.સ. ૧૯૩૪ અને હિ.સ. ૧૩૫૩ માં હકીમની સનદ મેળવી ફારિંગ થયાં. જ્યારે આપ હકીમ બની લાજપૂર તશરીફ લઈ આવ્યા તો ઈસ્લામી લાયબ્રેરી, લાજપૂર તરફથી આપનું સન્માન કરી આપને એક માનપાત્ર અર્પણ કરવામાં આવ્યું. જે ઈસ્લામી લાયબેરીનાં સંચાલક જનાબ હઝરત મૌલાના અબ્દુસ્સલામ સુફી સાહબ (રહ.)એ લખી જાહેર સભામાં વાંચી સાંભળાવ્યું. હકીમ થવા પછી આપે લાજપુર આવી કોમની ખિદમત પાછળ પોતાની ઝિંદગી વકફ કરી દીધી હતી. એક તરફ તકરીરો કરી કોમને દીન અને ઈમાનની વાતોથી ફૈઝયાબ કરતાં તો બીજી બાજુ બીમારોનો ઈલાજ કરી તેમની શારીરિક સેવા પણ કરતાં હતાં. થોડાં જ સમયમાં આપ લાજપૂર તથા આજુબાજુનાં ગામોમાં એક નેક-પરહેઝગાર આલિમ અને સેવાભાવી હોશિયાર હકીમ તરીકે મશહૂર થઈ ગયાં.
કહેવાય છે કે, એકવાર લાજપુરની સરકારી સ્કુલમાં એક એવો મુસલમાન હેડટીચર નક્કી થયો જે આધુનિક વિચારો ધરાવતો વેસ્ટર્ન સંસ્કૃતિને દિલથી પસંદ કરનારો હતો. તેણે આવતાં જ સ્કુલનાં છોકરાઓનાં યુનિફોર્મ માટે અડધી બાંયનું શર્ટ તથા ઘૂંટણથી ઉપરનો જાંઘિયો પહેરવો ફરજિયાત કર્યો. અને છોકરીઓનાં યુનિફોર્મ માટે નાનો અને ટૂંકો ડ્રેસ તથા ઘૂંટીથી ઉપર રહે એવી ઈજાર પહેરવી ફરજિયાત કરી, જે બિલ્કુલ ઈસ્લામી તાલીમના વિરુદ્ધ પહેરવેશ હતો. ગામનાં ઉ..લમાઓ પરેશાન થઈ ગયાં. કારણ કે સ્કૂલ સરકારી હતી. અને ટીચર પણ સરકારી હતો. દિવસે દિવસે ચર્ચા વધવા લાગી તો એક દિવસ જુઆની નમાજ બાદ આપ તરત જ ઊભા થઈ ગયાં. પેલો ટીચર પણ હાજર હતો. આપે જોશભેર ફરમાવ્યું કે, આ મુસલમાનોનું ગામ છે. અને સ્કૂલ પણ મુસલમાનોની છે. અને સ્કૂલનો હેડટીયર પણ મુસલમાન છે. તે છતાં આ સ્કૂલમાં આપણાં બાળકોને શરીઅતનાં વિરુદ્ધ લિબાસ પહેરવું ફરજિયાત શામાટે ? શું ઈસ્લામ બેહયાઈ શીખવે છે ? શું મુસલમાનોમાં ગેરત અને શરમ બાકી રહી નથી ? અને આપે એક ઈમાનઅફરોઝ બયાન ફરમાવી મુસલમાનોને આ ગલત કામ પ્રત્યે એહસાસ અપાવ્યો. આપનાં બયાનથી લોકોમાં હિમ્મત આવી. બધાં હેડટીચરને મળ્યાં અને તેને ઈસ્લામી યુનિફોર્મ દાખલ કરવા પર મજબૂર કર્યો.
આપને બિદઅતો અને સમાજમાં વરસોથી ઘર કરી બેઠેલાં શરીઅત વિરોધી ખોટા રીત-રિવાજોથી પણ સખત નફરત હતી. આપ આપનાં દરેક બયાનમાં એ વિષે લોકોનું ઘ્યાન કેંદ્રિત કરતાં હતાં. અને એ રીત-રિવાજોને છોડવા પર ખાસ ભાર મૂકતાં હતાં. આમ કોમ તથા મિલ્લતની સેવા કરી ૨૩ સફર હિ.સ. ૧૩૫૫ અને ૧૫ મે ઈ.સ. ૧૯૩૬ ના જુઆનાં દિવસે આપ ત્રીસ વરસની નાની ઉમરે સૂફીબાગ, સૂરતમાં જુઆની રાત્રે અલ્લાહને પ્યારાં થઈ ગયાં. આપનાં મૈયતને રાતોરાત સૂરતથી લાજપુર લાવવામાં આવ્યું. જુઆની નમાજ બાદ આપનાં જનાઝાની નમાજ પઢી આપને જૂનાં કબસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો