બુધવાર, 7 ઑગસ્ટ, 2024

મૌલાના સૈયદ કાઝી રહમતુલ્લાહ (રહ.)

                                             મૌલાના સૈયદ કાઝી રહમતુલ્લાહ (રહ.)


આપ લાજપૂરનાં એક ઈલ્મી સૈયદ ખાનદાનનાં જલાલી વ્યક્તિ હતાં. આપનો જન્મ સૂરત શહેરમાં થયો હતો. આપે અનેક સ્થળોનો સફર કરી મોટાં મોટાં બુઝુર્ગો અને આલિમો પાસેથી ઈલ્મ હાસિલ કર્યો હતો. જેમાં ભોપાલનાં કાઝી મુહમ્મદ બિન અબ્દુલઅઝીઝ અને મૌલાના શેખ હુસૈન બિન મુહસિન યમાનીનાં નામો અગ્રગણ્ય છે.
જ્યારે આપ તાલીમથી ફારિંગ થયા તો ગુજરાતનાં એક પૂરાનાં અને મશહૂર દારુલઉલૂમ અશરફિયહમાં એક અરબી ઉસ્તાદ તરીકે આપે દીની ખિદમત આપવાનું શરૂ કર્યુ. અને થોડાં જ સમયમાં પ્રગતિ કરી શેખુલહદીસના ઊંચા મરતબા પર બિરાજમાન થઈ ગયાં. અને આપે લગભગ પચાસ વરસ સુધી લગાતાર શેખુલહદીસ તરીકેની સેવા બજાવી બુખારીશરીફનો દર્સ આપ્યો. આપની વફાત ૯ જમાદિયુલઅવ્વલ હિ.સ. ૧૩૪૨ અને ઈ.સ. ૧૯૨૪ માં રાંદેર મુકામે થઈ હતી અને ત્યાં જ દફન થયા હતાં. આપે કેટલીક ફાયદામંદ કિતાબો પણ લખી છે જેનાં નામો આ પ્રમાણે છે.

૧. કુલ્લુલ અયનૈન ફી તર્કિ રફએ યદૈન.
૨. સઅ સનાબિલ ફ્રી તરીહિલ મસાઈલ.
૩. ગનિય્યતુલ મુતદી ફી કિરાઅતિલ મુક્તદી.
૪. તરબિ.. યતુલ મસાઈલ ફી અવદ્દલાઈલ.
૫. તિલ..ક અ..શ..રતુન કામિલહ.
૬. તહકિકુલ મસાઈલ અન ઉમ્દતુલ વસાઈલ.
૭. નુરુલ અયનેન.
૮. હિદાયતુલ બરાયા ફી અહકામિઝઝહાયા.
આપના વાલિદ સાહેબ હઝરત મૌલાના સૈયદ કાઝી અહમદુલ્લાહ સાહેબ (રહ.) પણ એક મહાન આલિમ અને નામાંકિત શાયર હોવા ઉપરાંત સૂરત શહેરના કાઝી હતાં. જેમનો જન્મ હિ.સ. ૧૨૩૫ અને ઈન્તિકાલ ૨૯ જમાદિયુલઅવ્વલ હિ.સ. ૧૩૦૯ માં થયો હતો. આપની કબર જીલ્લા સૂરતનાં બલેશ્વર ગામમાં હોવાનું કહેવામાં આવે છે.
આપનાં દાદા જેમનું નામ પણ રહ્મતુલ્લાહ જ હતું એક જય્યિદ આલિમ અને તે સમયનાં મશહૂર કારી હતાં. કુર્આનશરીફ સારા અવાજે પઢવામાં બેનમૂન હતાં. ફિકહ અને અરબી ભાષા પર ઘણો જ કાબૂ ધરાવતાં હતાં. સૂરતમાં રહી દીની કિતાબો પઢાવતાં હતાં. કહેવાય છે કે જયારે હિ.સ. ૧૨૬૪ માં આપ બીજીવાર હજથી ફારિંગ થઈ વતન તશરીફ લાવી રહ્યાં હતાં તો દરિયામાં તોફાન આવતાં જહાઝ ડૂબી ગયું અને તેમાં આપ અલ્લાહપાકને પ્યારાં થઈ ગયાં.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો