મૌલાના અબ્દુલઅઝીઝ દીવાન (રહ.)
આપનો જન્મ લાજપૂરમાં ૮ સપ્ટેમ્બર ઈ.સ. ૧૯૨૧ અને હિ.સ ૧૩૩૮ માં થયો - હતો. આપ પ્રાથમિક તાલીમ લાજપૂરમાં પ્રાપ્ત કરી વધુ તાલીમ અર્થે દારુલ ઉલૂમ અશરફિયહ, રાંદેરમાં દાખલ થયાં. લગભગ બે-ત્રણ વરસ રાંદેર તાલીમ હાસિલ કરી આપ મદ્રેસા મઝાહિરુલઉલૂમ, સહારનપુર તશરીફ લઈ ગયા સહાનપુર થોડો સમય રહી આપ મહેસા અબ્દુર્રબમાં દાખેલ થયા છેલ્લા ત્રણ વરસ દિલ્હીમાં રહી આપ હિ.સ. ૧૩૬ર અને ઈ.સ. ૧૯૪૩માં ફારિંગ થયો.
આપે બુખારી શરીફ શેખુલહિન્દ (રહ.) નાં શાગિર્દ હઝરત મૌલાના મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) પાસે પઢી. જ્યારે બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના મહબૂબ ઈલાહી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ રફીઅ સાહેબ (રહ.) હઝરત મોલાના મુહમ્મદ મઝહરુલ્લાહ સાહેબ (રહ.) અને હઝરત મૌલાના અબ્દુલ વહાબ સાહેબનાં નામો મુખ્ય છે.
આપ લાજપૂરનાં એક લોકપ્રિય અને સેવાભાવી વ્યક્તિ હતાં. તથા મેનેજમન્ટમાં ઘણાં જ કુશળ અને બાંધકામનાં એક અનુભવી નિષ્ણાંત હતાં. અલ્લાહતઆલાએ આપને એ ક્ષેત્રમાં ઘણી જ હોશિયારી અને કાબેલિયત અર્પણ કરી હતી. જેનાં કારણે આપે સૂફીબાગ ટ્રસ્ટનાં ૪૫ વરસ ચેરમેન રહી સુફીબાગનું કુશળતાથી જે સંચાલન કર્યું. અને તેને જે પ્રગતિ આપી હતી તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.
એ સિવાય હઝરત મૌલાના મુફતી મરગૂબ સાહેબ (રહ.)ની યાદગાર જુઆ
મસ્જિદ જે થોડાં વરસોથી બિસમાર હાલતમાં હતી. તેનાં જમાઅતખાનાં તથા મિનારાનાં મરમ્મતનું કામ પણ આપને જ સોંપવામાં આવ્યું. જે આપે ખુશીથી
કબૂલ કરી ઈંગ્લેન્ડવાસીઓની નાણાંકીય મદદથી ખૂબી સાથે પૂરૂં કર્યુ. મરમ્મતનું કામ પૂરું થવા બાદ એક દિવસ આપને ખ્વાબમાં રસૂલેપાક (સલ.)ના દીદાર નસીબ થયાં. આપે ખ્વાબમાં જોયું કે લાજપૂર જુઆ મસ્જિદમાં રસૂલેપાક (સલ.) અને બીજાં ઘણાં લોકો ભેગાં થયાં છે. જેમાં જુઆ મસ્જિદનાં ભૂતપૂર્વ ઈમામ હઝરત મૌલાના સૈયદ અબ્દુલહય સાહેબ લાજપૂરી (રહ.) અને હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ સાહેબ લાજપૂરી પણ હાજર છે. ઘણાં લોકો વુઝૂ માટે હોજ પર બેઠાં છે. પણ હોજ ખાલી અને નળોમાં પાણી ન આવવાથી સૌ પરેશાન છે. હઝરત મૌલાના અબ્દુલઅઝીઝ સાહેબે લોકોથી કહ્યું કે, રસૂલેપાક (સલ.)ની ખિદમતમાં હાજર થઈ દુઆ માટે અરજ કરવી જોઈએ. તો લોકોમાંથી એક આલિમ ઉઠ્યાં અને રસૂલેપાક (સલ.)ની ખિદમતમાં પાણી માટે દુઆ કરવા અરજ કરી. રસૂલુલ્લાહ (સલ.)એ એક લોટામાં પાણી મંગાવ્યું. અને તેમાં પોતાની આંગળી મુબારક મૂકી તો આ તરફ તમામ નળોમાં જોશભેર પાણી ચાલું થઈ ગયુ એ સિવાય સૂફીબાગની પૂરાની મસ્જિદ શહીદ કરી તેની જગ્યા પર છ લાખ રૂપિયાનાં ખર્ચે નવી મરિજદનું બાંધકામ, અને તેમાં હિફઝ કલાસનું આયોજન, લાજપૂર પ્રાયમિક ગુજરાવવા માટે ની નવી ઈમારતનું બાંધકામ અને લાજપુરમાં જનરલ પોસ્ટઓફિસ લાવવા માટે તનતોડ મહેનત વગેરે આપની કાર્યકુશળતા અને ગામ પ્રત્યે આપની અપાર લાગણીનાં બોલતાં પૂરાવા છે..
આપ અવાર નવાર લાજપુરમાં દીની અને ઈસ્લાહી બયાનો પણ કરતાં હતાં. ગામવાસીઓ આપનું બયાન ઘણાં જ ધ્યાનથી સાંભળતાં. ઘણીવાર જુઆનાં દિવસે ખુત્બા પહેલાં ઊભા થઈ ગામવાસીઓને નસીહત પણ કરતાં હતાં. આપનો બયાન કરવાનો અંદાજ સાદો અને મુહબ્બતભર્યો હતો.
આપ વફાતથી લગભગ એક વરસ પહેલાં બીમાર થઈ ગયાં. પણ આપે બીમારીની દરકાર કરી નહીં. અને સમાજી તથા કોમી કામોમાં મશગૂલ રહ્યાં. ધીરે ધીરે બીમારી વધતી ગઈ અને કમજોરી આવી જતાં આપ પથારીવશ થઈ ગયાં. આપને ઈલાજ અર્થે સૂરત, નવસારી અને મુંબઈની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં. છતાં તબિયતમાં સુધારો થયો નહીં. અને ૧૫ મે ઈ.સ. ૧૯૮૫ અને ૨૪ શાબાન હિ.સ. ૧૪૦૫ ના સવારે દશ વાગે અલ્લાહને પ્યારાં થઈ ગયાં. આપનાં જનાઝાની નમાજ મજલિસે ખુદ્દામુદ્દીના સંચાલક જનાબ હઝરત મૌલાના અબ્દુલહક સિમલકી સાહેબે પઢાવી. અને આપને જૂનાં કબસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન ! આપનાં ઈન્તિકાલ પર સૂરતનાં 'હયાત' અને વહોરા સમાચાર વગેરે અનેક સામયિકોએ આપની કોમી તથા મિલ્લી સેવાને બિરદાવતાં તા'ઝિયતી લેખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો