મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના અબ્દુલહય કાસૂજી (રહ.)

                                                           મૌલાના અબ્દુલહય કાસૂજી (રહ.)

આપનો જન્મ હિ.સ. ૧૩૪૯ અને ઈ.સ. ૧૯૩૦ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક તાલીમ લાજપુર મદ્રેસા ઈસ્લામિહમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે હિ.સ. ૧૩૫૯ અને ઈ.સ. ૧૯૪૦ માં નાની ઉમરે મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં, અને આઠ વરસ ત્યાં રહી હિ.સ. ૧૩૬૭ અને ઈ.સ. ૧૯૪૮ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપે બુખારીશરીફ હઝરત મૌલાના યુસુફ બિન્નોરી સાહેબ (રહ.) પાસે પઢી હતી. એ સિવાય આપના ઉસ્તાદોમાં હઝરત મૌલાના હિઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના શમસુલહક અફઘાની (રહ.) હઝરત મૌલાના અબ્દુલકદીર સાહેબ (રહ.) અને હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ રહ.)નાં નામો મુખ્ય છે ફારિંગ થવા બાદ આપે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરમાં બાળકોને પઢાવવાની આરંભ કર્યો. થોડાં વરસ થયા કે આપની મદ્રેસાનાં સદર મુદર્રિસ તરીકે નિમણૂંક કરવામાં આવી. અને આપે એ જિમ્મેદારી ખૂબ સારી રીતે નિભાવી.. જેથી તાલીમમાં ઘણો જ સુધારો થયો. આપ બાળકો પાછળ તનતોડ મહેનત કરતાં હતાં. આપનો પઢાવવાનો અંદાજ પણ સૌથી અનોખો અને નિરાલો હતો. બાળકો થોડાં સમયમાં ઘણી જ પ્રગત્તિ કરી લેતાં હતાં. આપની ઝબાન બિલ્કુલ સાફ હતી. દુન્યવી તાલીમથી આપને સખત નફરત હતી. પઢવાનાં સમયે આપ બાળકોને રખડતાં જોઈ શકતાં ન હતાં. એ ઉપરાંત આપને ગામની નિકાહવાનીનું 'મેરિજ રજિસ્ટર' પણ સોંપવામાં આવ્યું હતું. આપનો અવાજ ઘણો જ સુંદર હતો એટલે શાદીનો ખૂલ્બો ઘણાં જ બેહતરીન અંદાજમાં પઢતાં હતાં આપ છેલ્લે ઘણાં બીમાર રહેવા લાગ્યાં હતાં. આપના પગોમાં સખત દુઃખાવો રહેતો હતો. જેનાં કારણે લગાતાર ૨૫ વરસથી પણ વધારે પઢાવવા બાદ આપ પોતે રાજીનામું આપી મદ્રેસાથી છૂટા થઈ ગયાં હતાં. આ પ્રમાણે અનેક દીની ખિદમત કરી ઈ.સ. ૧૯૯૧ અને હિ.સ. ૧૪૧૨ માં જુઆનાં દિવસે આપ અલ્લાહપાકને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપના દરજાતને બુલંદ ફરમાવે




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો