રવિવાર, 4 ઑગસ્ટ, 2024

મોલાના અહમદ મીયા

 મોલાના અહમદ મીયા શાહ સુલેમાન સુફી

આપ સૂફી સાહેબ (રહ.) ના નાનાં પુત્ર થાય છે. આપનો જન્મ ૯ ઝીલ કઅદહ હિ.સ. ૧૨૯૪ ના બુધવારે લાજપુરમાં થયો હતો.

આપે તાલીમનો આરંભ જનાબ હાફિઝ અહમદથી કરી તેમનાં પાસેથી કુર્આનમજીદ પઢીયા અને ગુજરાતી તેમજ ઉર્દુ શિક્ષણ માટે ઉર્દુ સ્કૂલ લાજપુરમાં દાખલ થયાં એ સાથે પ્રાથમીક ફારસીની કિતાબો પોતાનાં વાલિદ સાહેબ પાસે પઢવાનું શુરુ કર્યું.

જ્યારે હિ.સ. ૧૮૯૦ માં સુફી સાહેબ રંગુન તશરીફ લઈ ગયાં તો ત્યાં જવા પછી આપને પણ રંગુન બોલાવી લીધાં. જ્યાં હઝરત મૌલાના કાસિમ નાનોતવી (રહ.)નાં એક ખાસ શાગિર્દ મૌલાના સુલતાન અહમદ પંજાબી પાસે આપ અરબીની કેટલીક કિતાબો પઢી આપનાં વાલિદ સાહેબના કહેવાથી દિલ્હી આવી મદ્રેસા ફતેહપૂરીમાં દાખલ થયાં. અને દિલ્હીમાં ત્રણ વરસ રહી દર્સે નીઝામીથી ફરાગતની સનદ હાસિલ કરી.

આપ જ્યારે ફારિંગ થઈ લાજપુર આવ્યાં ત્યારે દારુલઉલૂમ અશરફિય્યહ, રાંદેર અને મદ્રેસા ઈસ્લામિયહ, કઠોર સિવાય અરબી તાલીમ માટે બીજા કોઈ મદ્રેસા ન હતાં. માટે વરસોથી બંધ પડેલાં મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરને આપે ફરીથી  ચાલુ કરવા માટે ચક્ર ગતિમાન કર્યાં. અને હિ.સ. ૧૩૧૩ ઈ.સ. ૧૮૯૫ માં નવેસરથી ચાલુ કરી દર્સે નિઝામીને આધારિત તાલીમી સિલસિલો શરૂ કર્યો. આ મદ્રેસા ઈસ્લામિયહ પ્રથમ સૂફી સાહેબે હિ.સ. ૧૨૯૪ માં (દારુલઉલૂમ, દેવબંદની સ્થાપનાનાં ઠીક અગિયાર વરસ પછી) લાજપુરમાં ચાલુ કર્યો હતો. અને અમૂક સંજોગેને લઈ બંધ થઈ ગયો હતો.

કહેવાય છે કે, હિ.સ. ૧૩૨૦ પહેલાં મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરની વ્યવસ્થિત અને સંપૂર્ણ તાલીમ આખા ગુજરાત તથા આસપાસનાં વિસ્તારમાં એક ખાસ ખૂબી અને મહત્વ ધરાવતી હતી. અહીં દર્સે નિઝામીનાં નિસાબ પ્રમાણે તાલીમ આપવાનો પુરો પ્રબંધ હતો. જેથી મદ્રેસા ઈસ્લામિયહ, કઠોર અને દારુલ ઉલૂમ અશરફિય્યહ, રાંદેરનાં કેટલાંક તાલિબેઈલ્મો લાજપુર આવી ગયાં. અને મદ્રેસા ઈસ્લામિયહ આપની સીધી દેખરેખ હેઠળ પ્રગતિનાં પંથે હરણફાળ ભરવા લાગ્યો.

આપની નિઃસ્વાર્થ સેવા અને તનતોડ મહેનતનું પરિણામ એ આવ્યું કે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરના ફારિંગ આપનાં તમામ શાગિર્દોનાં નામો ગુજરાતનાં મહાન આલિમોની યાદીમાં લખાયાં. જેમાંથી કેટલાંક ખાસ ખાસ આલિમોનાં નામો આ પ્રમાણે છે.

૧) હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ સાહેબ લાજપૂરી (રહ.)

(૨) હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન સાહેબ લાજપૂરી (રહ.)

(૩) હઝરત મૌલાના સુલેમાન હસન જાડા સાહેબ લાજપૂરી (રહ.)

(૪) હઝરત મૌલાના સૈયદ ઉમર સાહેબ લાજપૂરી (રહ.)

(૫) હઝરત મૌલાના સૈયદ અબ્દુલહય સાહેબ લાજપૂરી (રહ.)

(૬) હઝરત મૌલાના અહમદ હસન ભામ સાહેબ રહ. (મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલનાં સ્થાપક)

(૭) હઝરત મૌલાના અહમદ દુરવેશ સાહેબ (રહ.)

(૮) હઝરત મૌલાના અહમદ બુઝુર્ગ સાહેબ સીમલકી (રહ.)

(૯) હઝરત મૌલાના તજમ્મુલ હુસૈન સાહેબ ભરૂચી (રહ.)

(૧૦) હઝરત મૌલાના સુફી ઈબ્રાહીમ મિયાં સાહેબ (રહ.)

(૧૧) હઝરત મૌલાના હાફિઝ ઈબ્રાહીમ પટેલ સાહેબ કફલેતવી (રહ.)

(૧૨) હઝરત મૌલાના હાફિઝ અબ્દુર્રહમાન સાહેબ ભોપાલી (રહ.)

(૧૩) હઝરત મૌલાના વઝીર ખાન સાહેબ હૈદરાબાદી (રહ.)

(૧૪) હઝરત મૌલાના ઇલાહીબખ્શ સાહેબ પંજાબી (રહ.)

૧૫) હઝરત મૌલાના શહ્યા સાહેબ પંજાબી (રહ.)

આ સિવાય અનેક સ્થળોનાં બીજાં અનેક આલિમોનાં નામો પણ આપના શાગિદોની યાદીમાં શામિલ છે. જેઓ આપનાં સાચા શાગિદર્દો તરીકે દીન તથા મિલ્લતની નિખાલસપણે સેવા કરી હિન્દુસ્તાન તથા પરદેશમાં ઉચ્ચ નામના મેળવી ગયા છે.આપ એક ઉર્દુ અને ફરસીનાં બેહતરીન શાયર પણ હતાં. આપની એક ઈલ્મી નઝમનાં પાંચ શેર અહીં લખવામાં આવે છે.


                         કોમ તુમ ગફલત શિઆરી છોળ દો અપને દીલ ઈલ્મ અમલસે જોળ દો

                        આજકલ ઈલ્મો અમલ કા રાજ હૈ ઈલ્મ વાલી કોમ હી  બસરતાજ હૈ

                        ઝિંદગી બે ઈલ્મકી દુશ્વાર હૈ પેશે આકીલ વો જલીલો ખ્વાર હૈ

                        ઈલ્મ શીખો ઇલ્મ હે હાજતકી ચીઝ શખ્સ હો જાતા હે ઉસસે બા તમીઝ

હે બની આદમ મુકર્રમ અઝ ઉલુમ વરના હૈ વો ફિતરતન જાહીલ ઝલુમ

આપ એક સાહિબે તસ્નીફ ઉલમાએ કિરામમાંથી હતાં. તસ્નીફ (કિતાબો લખવા) નો શોખ પઢવાનાં જમાનાથી જ આપનાં દિલમાં પેદા થઈ ચૂક્યો હતો. જ્યારે આપનાં વાલિદ સાહેબે શાઝલિયહ સિલસિલાનાં એક મહાન બુઝુર્ગ હઝરત શેખ અહમદ ઈદરીસ (રહ.)નો એક કલમી અરબી નુસ્ખો 'અદુન્નફીસ' આપને ઉર્દુમાં તરજુમો કરવા માટે આપ્યો તો આપે તેનો આસાન ઉર્દુમાં તરજુમો કરી તેમાં બીજા બે પ્રકરણનો વધારો કર્યો. અને સાથે કુર્આની આયતો, હદીસો, કિસ્સાઓ, ઉદાહરણો અને ફારસી તથા અરબીનાં શેરો વડે શણગારી ‘હદિયતુલ જલીસ શહેં અકદુન્નફીસ' નામ આપ્યું. એ સિવાય આપે ઈમામ ગિઝાલી (રહ.)ની એક પ્રખ્યાત કિતાબ ‘ફાતિહતુલ- ઉલૂમ' નો ઘણી જ સરળ ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યો. બીજી એક કિતાબ ‘તાલિમુલ-મુઅલ્લિમ' નું આસાન ઉર્દુમાં ભાષાંતર કરી તેનું દલીલુત્તાલિબ ઈલા મિન્હાજુલ-મતાલિબ' નામ રાખ્યું. રસૂલેપાક (સલ.)ના વાલિદૈન (માં-બાપ)ની નજાત પર ' તવજીહુલ-ઈનાન ઈલા અન અ..બ..વય રસૂલિલ્લહિ ફિલ જિનાન' નામી એક કિતાબ લખી. જેમાં ઈમામ જલાલુદ્દીન સુયૂતી (રહ.)નાં કેટલાંક રિસાલાઓનો ખૂલાસો બયાન કરવામાં આવ્યો છે.

    નોટ : આ તમામ કિતાબો છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

એ સિવાય ઉસૂલે હદીસમાં 'નુખ્યતુલ-ફિક' ની ઉર્દુમાં આપે આસાન શર્હ લખી છે. ઈલ્મે સર્ફમાં 'શાફિયહ' અને ઈલ્મે નવમાં 'કાફિયહ' ની બેહતરીન ઉર્દુ શહ લખી છે. ઈલ્મે મઆનીમાં 'તપ્લીસુલ-મિતાહ'ની ઉર્દુ શહે લખી છે. ઈલો હિકમતમાં ‘મુઅલ્લિમુસ્સાની' તથા અબુ નર ફારાબીની મહૂર કિતાબ 'ખુસૂસુલ હિકમહ' ની અતિઈપયોગી ઉર્દુ શર્હ લખી છે. ઈલ્મે મન્તિકમાં શેખ રઈસ અબૂઅલી સીનાનો મઝૂમ રિસાલો 'ઉયૂનુલ-મસાઈલ'ની ઉર્દુમાં શહ લખી છે. આ સિવાય આપે ઈલ્મે તસવ્વુફ, ઈલ્મે મુનાઝરા અને ઈલ્મે રિયાઝીમાં પણ અનેક કિતાબોની શહ લખી છે. આપે એક સાથે ઘણી કિતાબોનો અનુવાદ કરવાનું તેમજ અનેક કિતાબોની શર્હો લખવાનું શરૂ કરી દીધું હતું. જેથી યુવાન વયે આપની વફાત થઈ જતાં આપની ઘણી કિતાબો અધુરી પણ રહી જવા પામી છે.

એકવાર એક માણસને આપે કહેતા સાંભળ્યો કે અરબી ભાષામાં બે-ચાર જરૂરી દીની મસાઈલ અને નમાજ-રોઝા સિવાય બીજું કંઈ જ નથી. અગર દુનિયામાં કોઈ ભાષા હોય તો તે અંગ્રેજી ભાષા છે. કારણ કે અંગ્રેજી ભાષામાં જે ઉલૂમ અને કુનૂન (ભાત ભાતના વિષયો) છે. તેનું તો નામ નિશાન પણ અરબી ભાષામાં જોવા મળતું નથી. આપ આ ટીકા સહન ન કરી શક્યાં અને તરત જ તેને સચોટ જવાબ આપી ચૂપ કરી દીધો. અને તે જ સમયે મનમાં પાકો નિશ્ચય કરી લીધો કે અરબી ભાષાનાં મૂળાક્ષરોનાં ક્રમ પ્રમાણે ઉર્દુમાં એક એવી કિતાબ લખવી જોઈએ જે અરબી ભાષાનાં તમામ ઉલૂમ અને ફુનૂનને આવરી લેતી હોય. જેથી દુનિયા જાણી શકે કે અરબી ભાષામાં જે ઉલૂમ અને ફુનૂન સમાયેલાં છે તેનો દશમો ભાગ પણ દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી.થોડી જ મુદ્દતમાં આપે આ વિષય પર 'ઝખીરતુલ-ઉલૂમ' નામથી એક કિતાબ લખવાનો આરંભ કરી દીધો. અને 'અલિફ' થી લઈ 'દાલ' સુધી લગભગ ૧૧૯ જેટલાં ઉલૂમ અને ફુનૂન પર ચર્ચા કરી. ત્યાર બાદ આપ બીજા જરૂરી કામોમાં મશગૂલ થઈ જતાં આ કિતાબ અધૂરી રહી ગઈ. આ અધૂરી કિતાબ પણ છપાઈને પ્રસિદ્ધ થઈ ચુકી છે આ ઝખીરતુલ-ઉલૂમ કિતાબ લખવા દરમિયાન આપને એક દિવસ વિચાર આવ્યો કે, આ કિતાબને મુખ્તસર લખવા કરતાં ઘણી જ વિગતવાર લખવામાં આવે તો બેહતર છે. અને એ માટે બારગાહે ઈલાહીમાં દુઆ પણ શરૂ કરી દીધી. અને આપને બીજો વિચાર એ આવ્યો કે, ઈલ્મે ફિકહ એટલે મસાઈલની પણ ઉર્દુ ભાષામાં એક એવી કિતાબ હોવી જોઈએ જે દીનનાં દરેક વિભાગનાં મસાઈલને તેની દલીલો સાથે આવરી લેતી હોય. અને એ માટે આપે શરૂઆત કરી એક શાનદાર પ્રસ્તાવના લખી. (જે વાંચવા યોગ્ય છે) પરંતુ આપની આ બંને આરઝ પરી ન થઈ શકી. આપ અચાનક બીમાર થઈ ગયા. અને લગભગ બે મહીના વગાતાર બીમાર રહી છે શાબાન નાની ઉમરે અવ્યાને ૨૪ એગષ્ટ ૦.સ. ૧૯૦૯ માં મંગળવારે રાત્રે ૩૩ વરસની નાની ઉમરે અલ્લાહને પ્યારા થઈ.. ગયા. પરંતુ આપ આ ટૂંકા ગાળામાં જે ઈલ્મી અને દીની ખિદમત અંજામ આપી ગયાં તે ઈતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લેખાશે. અલ્લાહપાક આપનાં દરજાતાને બુલંદ ફરમાવે.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો