મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના અબ્દુલહય કાઝી (રહ.)

                                                 મૌલાના અબ્દુલહય કાઝી (રહ.)


આપનો જન્મ ૭ જુલાઈ ઈ.સ. ૧૯૨૭ માં લાજપુરમાં થયો હતો. પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં હાસિલ કરી આપ ઈ.સ. ૧૯૪૨ માં વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને ઈ.સ. ૧૯૫૦ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં.
આપે બુખારીશરીફ હઝરત મૌલાના યૂસુફ બિન્નોરી (રહ.) પાસે પઢી હતી. આપનાં બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના અબ્દુલમાલિક કાંધલવી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર આઝમગઢી (રહ.) હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ (રહ.) અને હઝરત મૌલાના ઈસ્માઈલ કાસૂજી કફલેતવી (રહ.)નાં નામો મુખ્ય છે.
ફારિંગ થવા બાદ આપ થોડો વખત મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં દીની ખિદમત અંજામ આપવા બાદ ઈ.સ. ૧૯૫૨ માં ઈંગ્લેન્ડ તશરીફ લઈ ગયાં. અને ત્યાં લગભગ છ મહીના રહી બાર્બેડોઝ (વેસ્ટ ઈન્ડીઝ) તશરીફ લઈ ગયાં. અને ત્યાં જ ૨૭ મે ઈ.સ. ૧૯૯૯ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો