મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના સૈયદ અબ્દુલહક કાદરી (રહ.)

                                             મૌલાના સૈયદ અબ્દુલહક કાદરી (રહ.)


આપ હઝરત મોલાના મુફતી કારી સૈયદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહેબ (દા.બ.)નાં ભાઈ હતાં. આપનો જન્મ આસરે ઈ.સ. ૧૯૨૦ માં થયો હતો. આપ મદ્રેસા જામિઆ હુસૈનિયહ રાંદેરથી આલિમની સનદ મેળવી ફારિંગ થયાં હતાં.
આપ સૂરતમાં અત્તર, દીની કિતાબો અને તસ્બીહો વગેરેનો વેપાર કરતાં હતાં. અને એ સાથે અનેક દીની અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં હતા
આપ જમીઅતે ઉલમાએ હિન્દનાં ગુજરાતનાં મહામંત્રી હતાં. અને વરસો સુધી એ ઓદ્ધા પર રહી ગુજરાતનાં મુસલમાનો માટે નોંધપાત્ર સેવા બજાવી હતી.. ખાસ કરી ઈ.સ. ૧૯૫૬ માં સૂરત શહેરમાં જમીઅતે ઉલમાએ હિન્દનાં યોજાયેલ અધિવેશનમાં આપનો ફાળો વિશેષ હતો.
એ સિવાય આપે સુરતથી એક ગુજરાતી માસિક 'હયાત' પ્રગટ કરી વરસો સુધી તેનું સફળતાપૂર્વક સંપાદન અને સંચાલન કર્યું હતું. આપ દરેક કોમી અને મિલ્લી કામોમાં આગળ રહેતાં હતાં. આપ ૩ એપ્રિલ ઈ.સ. ૧૯૯૮ અને હિ.સ. ૧૪૧૮ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અને રાંદેરમાં દફન થયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે.
અલ્લાહપાક આ તમામ બુઝુર્ગો અને ઉ..લમાએ કિરામનાં સદકામાં મારો, મારી પત્નિ, મારી અવલાદ, મારાં ભાઈ-બહેનો, મારા સગાં-સંબંધીઓ, મારા દોસ્ત- બિરાદરો,અને મારાં તમામ ગામવાસી ભાઈ-બહેનોને દીન-દુનિયાની પ્રત્યેક ભલાઈથી નવાઝી સૌનો ઈમાન પર ખાતિમહ ફરમાવે. આમીન 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો