Ulama-e-lajpore
અહિયા લાજપોર ના ઉલામાએ કીરામના ટુંકો પરિચય મળેલી માહીતીના અધારે લખી રહીયો છુ
ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2024
શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024
મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024
શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024
મંગળવાર, 27 ઑગસ્ટ, 2024
મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.)
મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.)
આપનો જન્મ ૭ ફેબ્રુઆરી ઈ.સ. ૧૯૨૧ માં લાજપુરમાં થયો હતો. આપે પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં હાસિલ કરી. અને કુર્આનમજીદ પણ લાજપુરમાં જ રહી જનાબ હાફિઝ ઈસ્માઈલ કાંદાવાલા પાસે હિડ્ઝ કર્યું. ત્યાર બાદ આપ વધુ તાલીમ અર્થે ઈ.સ. ૧૯૩૪ માં મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને પાંચ વરસ ત્યાં પઢી આપ મદ્રેસા જામિઆ હુસૈનિયહ, રાંદેરમાં દાખલ થયાં. એક વરસ રાંદેરમાં પઢી ફરી આપ ડાભેલ મદ્રેસા તાલીમુદ્દીનમાં દાખલ થયાં. અને પછી છેલ્લે સુધી ત્યાં રહી સનદ મેળવી ફારિંગ થયાં. આપે ડાભેલમાં રહી દીની તાલીમ સાથે ગુજરાતીની સાત ચોપડી (ફાઈનલ)ની પરીક્ષા પણ પાસ કરી આપે બુખારીશરીફ હઝરત મોલાના શમ્યુદ્દીન અફઘાની (રહ.) પાસે પઢી. આપનાં બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના મુફતી મુહમ્મદશફીઅ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના ઝફર અહમદ થાનવી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ મુસ્લિમ દેવબંદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર આઝમી (રહ.) હઝરત મૌલાના નૂર (રહ.) અને હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.)નાં નામો મુખ્ય છે. ડાભેલથી ફારિંગ થવા બાદ આપ લાહોર (પાકિસ્તાન) તશરીફ લઈ ગયાં. અને શેખુત્તફસીર હઝરત મૌલાના અહમદઅલી લાહોરી (રહ.)ના દર્સમાં શામિલ થયાં. અને ત્રણ મહીના ત્યાં રહી આપે તેમનાથી ફૈઝ હાસિલ કર્યો. ત્યાર પછી એક વરસ માટે આપ દારુલઉલૂમ દેવબંદ તશરીફ લઈ ગયાં. જ્યાં આપને શેખુલઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)થી બુખારીશરીફનાં દર્સની સિમાઅત કરવા ઉપરંત હઝરત મૌલાના અખ્તર હુસૈન સાહેબ (રહ.) પાસે બૈઝાવીશરીફ પઢવાનો શર્ફ હાસિલ થયો. આ દેવબંદમાં રહેવા દરમિયાન આપે શેખુલઈસ્લામ હઝરત મૌલાના હુસૈનઅહમદ મદની (રહ.)ના હુકમથી આખા સિંધ પ્રાંત અને કરાંચીનો રાજકીય પ્રવાસ કર્યો. દેવબંદથી ફારિંગ થવા બાદ આપે લાજપૂર આવી મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં બાળકોને દીની તાલીમ આપવાનો આરંભ કર્યો. જેમાં ફારસીની કિતાબો પણ શામિલ હતી. ઈ.સ. ૧૯૫૨ નાં શરૂમાં આપ દીની ખિદમત અર્થે માડાગાસ્કર તશરીફ લઈ ગયાં. જ્યાં આપને મદ્રેસામાં બાળકોને દીની તાલીમ આપવા સાથે ઈમામતની જિમ્મેદારી પણ સોંપવામાં આવી જે આપ સારી રીતે અંજામ આપતાં રહ્યાં. ઈ.સ. ૧૯૭૩ માં આપ માડાગાસ્કર છોડી ઈંગ્લેન્ડ તશરીફ લઈ આવ્યાં. અને બ્લેકબર્ન નામી ટાઉનમાં સ્થાયી થયાં. જ્યાં આપ મદ્રેસા નૂરુલ ઈસ્લામમાં બાળકોને દીની તાલીમ આપવા સાથે ઈ.સ. ૧૯૮૬ સુધી મસ્જિદમાં ઈમામતની જિમ્મેદારી પણ સંભાળતાં રહ્યાં. એ દરમિયાન આપને ઈંગ્લેન્ડમાં હઝરત મૌલાના યૂસુફ મોતાલા સાહેબના હાથે બરી ટાઉનમાં સ્થાપિત સૌપ્રથમ દારુલઉલૂમમાં અરબી કિતાબો પઢાવવાનો સોનેરી આવસર પ્રાપ્ત થયો. જેમાં આપે નૂરુલઈઝાહ, કુદૂરી, શહેંવકાયા, કન્જુદકાઈક, શહેં અકાઈદ, રિયાઝુસ્સાલિહીન અને કુર્આનમજીદનો તર્જુમો વગેરે કિતાબોની તાલીમ આપી. આપ ઈ.સ. ૧૯૫૨ માં સૌપ્રથમ શેખલઈસ્લામ હઝરત મૌલાના હસેન અહમદ મદની (રહ.) થી બે'અત થયાં. તેમનાં ઇન્તિકાલ પછી ઈ.સ. ૧૯૭૩ માં આપ પાકિસ્તાનનાં નકશબંદી સિલસિલાનાં મશહૂર બુઝુર્ગ હઝરત હાફિઝ ગુલામહબીબ સાહેબ તરલ) આપી સરફરાયાં એમણે આપને ઈ.સ. ૧૯૭૫ માં મક્કા મુકર્રમહમાં ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. એમનાં ઈન્તિકાલ પછી આપને ગુજરાત (ઈન્ડિયા)નાં પ્રખ્યાત અને મહાન આલિમ, શેખ હઝરત મૌલાના અબરાર અહમદ સાહેબ ધુલ્યવી (રહ.)એ ચિશ્તી સિલસિલામાં ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. આપનાં સિવાય આપનાં બે ફરજંદ એક હઝરત મોલાના મુહમ્મદ તાહિર અને બીજા જનાબ મુહમ્મદ કાસિમને પણ પાકિસ્તાનનાં મશહૂર બુઝુર્ગ હઝરત હાફિઝ ગુલામહબીબ સાહેબે (રહ.)એ ખિલાફત આપી છે. જેમાં મૌલાના મુહમ્મદ તાહિર સાહેબ (દા.બ.) ઈંગ્લેન્ડમાં રહી દીની ખિદમત અંજામ આપી રહ્યાં છે. જ્યારે જનાબ મુહમ્મદ કાસિમ (દા.બ.) ફ્રાન્સમાં પ્રોફસર છે. અને ત્યાં ઉમ્મતની ઈસ્લાહ માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. આપને અલ્લાહપાકે જ્યાં અનેક ઈલ્મી નેઅમતો અને ખૂબીઓથી નવાજ્યાં છે. ત્યાં પોતાનાં દરબારની હાજરીથી પણ વારંવાર નવાજ્યાં છે. આપ લગભગ વીસથી વધારે હજ કરી ચૂક્યાં છે. અને હાલમાં દર વરસે હજમાં જતાં રહે છે. આપ મારાં નજીકનાં રિશ્તેદાર હોય મારા (નાદિર લાજપુરી) સાથે ઘણાં જ મુહબ્બત અને શફકતથી પેશ આવે છે. નમાજ અને રોઝાથી આપને ઘણી જ મુહબ્બત છે. આપને મોટાભાગે નમાજ અને રોઝાની હાલતમાં જ જોવામાં આવે છે. અલ્લાહપાકે આપને ઈંગ્લેન્ડમાં ખૂબ ઈઝત આપી છે. કોમ અને મિલ્લતના દરેક કામોમાં આપ આગળ આગળ રહે છે. ચેહરા પર મુસ્કુરાહટ, માથા પર સુન્નતનાં પ્રમાણે અમામા અને હાથમાં લાકડી આપની અલૌકિક ઓળખ છે. મિલનસારી અને મુહબ્બત સાથે તમામ પ્રત્યે સમાન નજર આપની અનેક ખૂબીઓમાંથી એક ખાસ ખૂબી છે. હાલમાં આપ ઈ.સ. ૧૯૯૫ માં ઈંગ્લેન્ડમાં છોકરીઓની તાલીમ અર્થે મદ્રેસા 'જામિઆ કૌસર' નામથી એક દારુલ ઉલૂમની બુનિયાદ નાંખી તેની સરપરસ્તી ફરમાવી રહ્યાં છે. જામિઆ કૌસરના મોહતમિમ અને સંચાલક આપના હોનહાર ફરજંદ હઝરત મૌલાના ફઝઝ્લેહક સાહેબ (દા.બ.) છે. અલ્લાહપાક આપની ઉમરમાં બરકત નસીબ ફરમાવી આપનો સાયો આપના કુટુંબ, ઈંગ્લેન્ડવાસીઓ
મૌલાના અબ્દુલકુદૂસ સાહેબ (રહ)
મૌલાના અબ્દુલકુદૂસ સાહેબ (રહ)
આપનો જન્મ ૧૧ ઓકટોબર ઈ.સ. ૧૯૧૩ અને હિ.સ. ૧૩૩૦ માં લાજપૂરમાં થયો હતો. આપે પ્રાથમિક દીની તાલીમ મદ્રેસા સૂફિયહ ઈસ્લામિયહ, સૂફીબાગ, સૂરતમાં રહી પોતાનાં વાલિદ સાહેબ હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન (રહ.) પાસે લીધી હતી, જેમાં ઉર્દુ અને ફારસી કિતાબો ઉપરાંત કઝુદ્દકાઈક, શહેંજામી અને મિરકાત વગેરે શામિલ હતી, ત્યાર બાદ આપ વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાં રહી મિશ્કાત શરીફ, જલાલેન શરીફ અને હિદાયા વગેરે કિતાબો પઢી. ડાભેલની તાલીમ દરમિયાન આપનાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના હિફઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના મુફતી અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના સૈયદ મુહમ્મદ ઈદરીસ (રહ.) હઝરત મૌલાના સઈદઅહમદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.)હઝરત મૌલાના યહ્યા (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) અને હઝરત મૌલાના અહમદ બુઝુર્ગ (રહ.)નાં નામો મુખ્ય છે.ત્યાર બાદ આપ મદ્રેસા જામિઅહ હુસૈનિયહ, રાંદેરમાં દાખલ થયાં. અને એક વરસ ત્યાં રહી સનદે ફરાગત હાસિલ કરી. રાંદેરનાં ઉસ્તાદોમાં આપે બુખારી શરીફ પ્રથમ ‘શેરે ગુજરાત' હઝરત મોલાના મુહમ્મદ હુસૈન સાહેબ રાંદેરી (રહ.) પાસે પઢી. પરંતુ તેમનો ચાલુ સાલે ઈન્તિકાલ થઈ જતાં બાકી બુખારી શરીફ આપે હઝરત મૌલાના અહમદ નૂર સાહેબ (રહ.) પાસે પઢી. એ સિવાય આપને રાંદેરમાં હઝરત મૌલાના મહમૂદુલ હસન અમરોહી (રહ.) પાસે પણ કિતાબો પઢવાનો શર્ફ હાસિલ થયો. સંદેરથી ફારિંગ થઈ આપ વધુ તાલીમ અર્થે મદ્રેસા મઝાહિરુલ ઉલૂમ, સહારનપૂર તશરીફ લઈ ગયાં. અને ત્યાં પૂરૂં એક વરસ રહી અનેક કિતાબો અનેક વિષયોમાં અનેક ઉસ્તાદો પાસેથી પરત રહ્યા, પરંતુ આપને આટલાં ઈલ્મથી સંતોષ થયો નહીં. એટલે બીજા વરસે મદ્રેસા મુઈનિયહ, અજમેરમાં દાખલ થયાં. અને ત્યાં પણ અનેક કિતાબો અનેક ઉસ્તાદો પાસેથી પઢી મનની પ્યાસ છિપાવતાં રહ્યાં. અજમેરથી આવવા બાદ પણ તે સમયનાં બીજાં મહાન ઉલમાએ કિરામ અને બુઝુર્ગોથી ફૈઝ હાસિલ કરવાની ઉમંગો આપને સતાવતી રહી, એટલે ઘરે ન રહેતાં ફરી મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલ તશરીફ લઈ ગયાં. અને હઝરત મોલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.)ના બુખારીશરીફનાં દર્સમાં શામિલ રહી પૂરી બુખારી શરીફની સિમાઅત કરી. એ સાથે તજવીદ કલાસમાં દાખલો લઈ તે તાલીમ પણ સંપૂર્ણ કરી કારી થયાં. અને એ ઉપરાંત ‘મુફતિયે ગુજરાત' હઝરત મોલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ (રહ.)ની ખિદમતમાં રહી ફતાવા નકલ કરવાની ખિદમત પણ અંજામ આપી. જાહેરી ઉલૂમથી ફારિંગ થવા બાદ આપ બાતિનની ઈસ્લાહ માટે હિ.સ. ૧૩૫૨ માં ‘હકીમુલ ઉમ્મત' હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)ની ખિદમતમાં થાનાભુવન તશરીફ લઈ ગયાં. અને તેમનાથી બે'અત થઈ થોડી મુદ્દત તેમની ખાનકાહમાં રહ્યાં. અને હઝરત મૌલાના અશરફઅલી ચાનવી (રહ.)ની વફાત પછી આપ 'શૈખુલ ઈસ્લામ' હઝરત મૌલાના સય્યદ હુસૈન અહમદ મદની (રહ.)થી બે' અંત થયાં. આપ બુઝુર્ગો સાથે પત્ર વ્યવહાર કરી તેમનાથી માર્ગદર્શન મેળવતાં રહેતાં હતાં. જેમાં ખાસકરી હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) અને હઝરત મૌલાના મસીહુલ્લાહ ખાન (રહ.)નાં નામો મુખ્ય છે. આવી રીતે કેટલાંક મદ્રેસાઓ અને ઉસ્તાદો પાસે તાલીમ હાસિલ કરવા બાદ આપે ડાભેલ પાસે આવેલાં 'કાલાકાછા' ગામથી પઢાવવાનો આરંભ કર્યો. લગભગ બે વરસ કાલાકાછામાં દીની ખિદમત અંજામ આપવા બાદ આપે લાજપૂર આવી ગામનાં મદ્રેસા ઈસ્લામિયહમાં પઢાવવાનું શરૂ કર્યુ. અને ત્રણ વરસ લાજપૂરમાં ખિદમત અંજામ આપી ઈ.સ. ૧૯૪૦ માં સાઉથ આફિકા તશરીફ લઈ ગયાં. અને ત્યાં લગભગ પાંચથી છ વરસ રહી ઘણાયે ક્ષેત્રે દીની ખિદમત અંજામ આપી આપ ફરી લાજપૂર આવી ગયાં. અને મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં પઢાવવાનું શરૂ કર્યું. ઈ.સ. ૧૯૫૮ માં આપ ઝિમ્બાબવે (રહોડેશિયા) તશરીફ લઈ ગયાં. અને ત્યાં હરારે (સોલ્સબરી) માં ઈમામત સાથે મદ્રેસાની ખિદમત આપને સુપરત કરવામાં આવી. જે આપ ઘણી જ ખૂબી સાથે અંજામ આપતા રહ્યા. લગભગ ચાર વરસ ઝિમ્બાબવેમાં રહી આપ પાછા લાજપૂર તશરીફ લઈ આવ્યાં. અને મદ્રેસા સ્વિામિયહ, લાજપૂરમાં પટાવવાની શરૂઆત કરી. અને ઠેઠ ૧૯૭૫ સુધી પઢાવતાં રહ્યાં. આપ લાજપૂરઆન ઘણીવાર જોશમાં આવી બયાન પણ ફરમાવતાં રહ્યાં. આપ બયાન દરમિયાન ઘણીવાર જોશમાં આવી જતાં અને સાંભળનારને પણ જોશમાં લાવીને રહેતાં. ખાસકરી બંને ઈદો પ્રસંગે ઈદગાહમાં આપ જે બયાન ફરમાવતાં અને ઈદની નમાજ પઢાવતાં હતાં તેની ખૂબી અલગ જ તરી આવતી હતી. યાદ તાજી કરાવતો રહે છે. આપ આપનાં છેલ્લાં શેખ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)નાં ઈન્તિકાલનાં લાંબા સયમ પછી હઝરત મૌલાના અબ્દુર્રહીમ જયપૂરી (રહ.)થી બે'અત થયાં. અને એમણે આપનાં અંદર ખુદાદાદ સલાહિય્યત જોતાં થોડો જ વખત થયો કે ઈ.સ. ૧૯૯૧ માં આપને ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં.
હઝરત મોલાના મુફતી સૈયદ અબ્દુર્રહીમ લાજપૂરી (રહ)
بسم الله الرحمن الرحيم
મૌલાના સૈયદ અબ્દુલહક કાદરી (રહ.)
મૌલાના સૈયદ અબ્દુલહક કાદરી (રહ.)
મૌલાના અબ્દુલહય કાઝી (રહ.)
મૌલાના અબ્દુલહય કાઝી (રહ.)
મૌલાના અબ્દુલહફીઝ સૂફી (રહ.)
મૌલાના અબ્દુલહફીઝ સૂફી (રહ.)
મૌલાના અબ્દુલહય કાસૂજી (રહ.)
મૌલાના અબ્દુલહય કાસૂજી (રહ.)
આપનો જન્મ હિ.સ. ૧૩૪૯ અને ઈ.સ. ૧૯૩૦ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક તાલીમ લાજપુર મદ્રેસા ઈસ્લામિહમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે હિ.સ. ૧૩૫૯ અને ઈ.સ. ૧૯૪૦ માં નાની ઉમરે મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં, અને આઠ વરસ ત્યાં રહી હિ.સ. ૧૩૬૭ અને ઈ.સ. ૧૯૪૮ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપે બુખારીશરીફ હઝરત મૌલાના યુસુફ બિન્નોરી સાહેબ (રહ.) પાસે પઢી હતી. એ સિવાય આપના ઉસ્તાદોમાં હઝરત મૌલાના હિઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના શમસુલહક અફઘાની (રહ.) હઝરત મૌલાના અબ્દુલકદીર સાહેબ (રહ.) અને હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ રહ.)નાં નામો મુખ્ય છે ફારિંગ થવા બાદ આપે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરમાં બાળકોને પઢાવવાની આરંભ કર્યો. થોડાં વરસ થયા કે આપની મદ્રેસાનાં સદર મુદર્રિસ તરીકે નિમણૂંક કરવામાં આવી. અને આપે એ જિમ્મેદારી ખૂબ સારી રીતે નિભાવી.. જેથી તાલીમમાં ઘણો જ સુધારો થયો. આપ બાળકો પાછળ તનતોડ મહેનત કરતાં હતાં. આપનો પઢાવવાનો અંદાજ પણ સૌથી અનોખો અને નિરાલો હતો. બાળકો થોડાં સમયમાં ઘણી જ પ્રગત્તિ કરી લેતાં હતાં. આપની ઝબાન બિલ્કુલ સાફ હતી. દુન્યવી તાલીમથી આપને સખત નફરત હતી. પઢવાનાં સમયે આપ બાળકોને રખડતાં જોઈ શકતાં ન હતાં. એ ઉપરાંત આપને ગામની નિકાહવાનીનું 'મેરિજ રજિસ્ટર' પણ સોંપવામાં આવ્યું હતું. આપનો અવાજ ઘણો જ સુંદર હતો એટલે શાદીનો ખૂલ્બો ઘણાં જ બેહતરીન અંદાજમાં પઢતાં હતાં આપ છેલ્લે ઘણાં બીમાર રહેવા લાગ્યાં હતાં. આપના પગોમાં સખત દુઃખાવો રહેતો હતો. જેનાં કારણે લગાતાર ૨૫ વરસથી પણ વધારે પઢાવવા બાદ આપ પોતે રાજીનામું આપી મદ્રેસાથી છૂટા થઈ ગયાં હતાં. આ પ્રમાણે અનેક દીની ખિદમત કરી ઈ.સ. ૧૯૯૧ અને હિ.સ. ૧૪૧૨ માં જુઆનાં દિવસે આપ અલ્લાહપાકને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપના દરજાતને બુલંદ ફરમાવે
ગુરુવાર, 22 ઑગસ્ટ, 2024
મૌલાના અબ્દુલઅઝીઝ દીવાન (રહ.)
મૌલાના અબ્દુલઅઝીઝ દીવાન (રહ.)
શનિવાર, 17 ઑગસ્ટ, 2024
મૌલાના ઈબ્રાહીમ ડાયા (રહ.)
મૌલાના અહમદ અસ્વાત (રહ.)
મૌલાના અહમદ અસ્વાત (રહ.)
મૌલાના હાફિઝ અહમદ સાલિહ ગામહાફેજી (રહ.)
મૌલાના હાફિઝ અહમદ સાલિહ ગામહાફેજી (રહ.)
આપનો જન્મ આસરે ઈ.સ ૧૯૧૫ અને હિ.સ. ૧૩૩૫ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને અરબીના ત્રણ-ચાર દરજા પઢી આપ દિલ્હી તશરીફ લઈ ગયાં. અને ત્યાંથી આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. (આપનાં વધારે હાલાત અને વફાતની તારીખ મળી શક્યાં નથી.) અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે.
મોલાના મોહમ્મદ સઈદ સુફી ( રહ )
મોલાના મોહમ્મદ સઈદ સુફી ( રહ )
આપનો જન્મ આસરે ઈ.સ. ૧૯૦૯ અને હિ.સ. ૧૩૨૭ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાંથી ઈ.સ.
૧૯૨૯ અને હિ.સ. ૧૩૪૮ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપે બુખારીશરીફ હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (રહ.) પાસે પઢી. આપનાં બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) હઝરત મૌલાના મુફતી અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના હિફઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના ઈદરીસ (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ યહ્યા (રહ.) અને હઝરત મૌલાના સઈદ અહમદ અકબરાબાદી (રહ.)નાં નામો મુખ્ય છે ડાભેલથી ફારિંગ થવા બાદ આપે મદ્રેસા ઈસ્લામિયહ સુફીયહમાં દીની ખિદમત આપવાનો આરંભ કર્યો. અને આઝાદી પછી હિન્દુસ્તાનનાં ભાગલાં થતાં આપ
પાકિસ્તાન તશરીફ લઈ ગયાં. અને કરાંચીમાં સ્થાયી થયાં. ત્યાં પણ આપે એક મદ્રેસામાં દીની ખિદમત આપવાનું શરૂ કર્યુ. આપ ઈ.સ. ૧૯૭૮ અને હિ.સ. ૧૩૯૫ માં કરાંચી (પકિસ્તાન) માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપન દરજાતને બુલંદ ફરમાવે. આમીન
મોલાના અબ્દુલ સલામ સુફિ (રહ)
મૌલાના અબ્દુસ્સલામ સૂફી (રહ.)
આપનો જન્મ ઈ.સ. ૧૯૧૧ અને હિ.સ. ૧૩૨૯ માં લાજપુરમાં થયો હતો. આપ પ્રાથમિક ઉર્દુ તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા સુફીયહ સૂરતમાં દાખલ થયાં. અને ત્યાં કનઝુક્દકાઈદ તથા શહેંજામી સુધીની તાલીમ હાસિલ કરી આપ મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાંથી ઈ.સ. ૧૯૩૨ અને હિ.સ. ૧૩૫૧ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં.
આપે બુખારી શરીફ હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (રહ.) પાસે પઢી. આપનાં બીજાં ઉસ્તાદોમાં મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ ઈદરીસ (રહ.) હઝરત મૌલાના મુહમ્મદ યહ્યા (રહ.) હઝરત મૌલાના સઈદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.) અને હઝરત મૌલાના અતીકુર્રહમાન ઉસ્માની (રહ.)નાં નામો મુખ્ય છે. ફારિંગ થવા બાદ આપ દીની ખિદમત અર્થે સાઉથ આફ્રિકા તશરીફ લઈ ગયાં. અને ત્યાં અનેક દીની અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. આપ હઝરત મૌલાના ગુલામ મુહમ્મદ (કાબુલવાળા પીર સાહેબ રહ.)થી બે'અત હતાં. આપ ઈ.સ. ૧૯૭૮ અને હિ.સ. ૧૩૯૯ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અને રુસ્તમબર્ગ, સાઉથ આફ્રિકામાં દફન થયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે
શુક્રવાર, 9 ઑગસ્ટ, 2024
મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા (રહ.)
મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા (રહ.)
આપનો જન્મ આસરે ઈ.સ. ૧૯૦૦ અને હિ.સ. ૧૩૧૯ માં લાજપૂરમાં થયો હતો. આપ મૌલાના મરગૂબ સાહેબ (રહ.)નાં દામાદ અને લાજપુરનાં મહાન અને જય્યિદ આલિમોમાંથી એક છે. દીની કિતાબોનું વાંચન આપનો પ્રિય શોખ હતો. વળી આપની યાદ-શક્તિ પણ તારીફના કાબિલ હતી. ખાસકરી ફિકહ પર આપને ઘણું જ પ્રભુત્વ હતું. કોઈ પણ ફિકહી મસાઈલ પૂછનારને આપ તરત જ સચોટ અને નક્કર જવાબ આપતાં હતાં. આપ હિન્દુસ્તાનનાં મશહૂર મદ્રેસા દારુલ ઉલૂમ દેવબંદથી ઈ. સ. ૧૯૨૦ અથવા ૧૯૨૧ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયા હતા. આપનાં ઉસ્તાદોમાં મોલાના હાફિઝ અહમદ બિન મૌલાના કાસિમ નાનોતવી (રહ.) હઝરત મોલાના અનવરશાહ કશ્મીરી (૨૯.) હઝરત મોલાના મુકતી અઝીઝુર્રહમાન ) (રહ.) હઝરત મૌલાના અસગર હુસૈન (રહ.) અને હઝરત મૌલાના એ ઝાઝ અલી (રહ.)નાં નામો મુખ્ય છે. આ તે સમય હતો જયારે લાજપૂર તેની અનોખી ઈલ્મી પ્રતીભાને લઈ કેવળ આજુબાજુ જ નહીં બલકે દૂર દૂર સુધીનાં વિસ્તારોમાં એક અગ્રસ્થાન ધરાવતો કસ્બો હતો. જ્યાં મૌલાના મરગૂબ અહમદ સાહેબની સરપરસ્તી હેઠળ મદ્રેસા ઈસ્લામિયહ જોરશોરથી ચાલી રહ્યો હતો. જેથી આપ જેવા દેવબંદથી ફારિંગ થઈ આવ્યાં કે આપને તરત જ એમાં એક ફારસી અને અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં. જ્યારે લાજપુરમાં અમૂક સંજોગોને લઈ મદ્રેસો બંધ થઈ ગયો તો આપ રંગૂન (બર્મા) તશરીફ લઈ ગયાં. અને ત્યાં પણ આપને એક દારુલઉલૂમમાં અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં. થોડો સમય રંગૂનમાં દીની ખિદમત અંજામ આપી જ્યારે આપ ફરી લાજપૂર તશરીફ લઈ આવ્યાં તો આપને લાજપુર જુમ્મા મસ્જિદનાં પેશ ઈમામ નક્કી કરવામાં આવ્યાં. અને સાથે સાથે આપે લાજપુરનાં મદ્રેસા ઈસ્લામિયહ અરબિયહમાં તાલીમ આપવાનું શરૂ કર્યું. હઝરત મૌલાના ઈસ્માઈલ હાજીવાડી (દા.બ.) ફરમાવે છે કે જયારે હઝરત મૌલાના મરગૂબ અહમદ સાહેબ લાજપુર જુમ્મા મસ્જિદનાં ચંદા અર્થે સાઉચ આફ્રિકા જવાની તૈયારીમાં હતાં એ દરમિયાન મૌલાનાએ એક ખ્વાબ જોયો. અને મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા સાહેબ આગળ તે ખ્વાબ બયાન કર્યો. તો સાંભળતા જ મૌલાનાએ તાબીર આપતાં ફરમાવ્યું કે, તમે તમારાં સાઉથ આફ્રિકાનાં આ ચંદા-પ્રવાસમાં બિલકુલ નિષ્ફળ જશો. એક પાઈ પણ આપને મળશે નહીં. અને થયું પણ એમ જ. મૌલાના મરગૂબ અહમદ સાહેબ સા.આફ્રિકાનો પ્રવાસ ખેડી જેવા ગયાં હતાં તેવા જ ખાલી હાથે પાછા આવ્યાં. તનતોડ મહેનત કરવા છતાં પણ બે પૈસા ભેગાં કરી શક્યાં નહીં. આપ સ્વભાવે ઘણાં મિલનસાર અને એકાંત-પસંદ હતાં. રાત-દિવસ દીની કિતાબોનાં વાંચનમાં મશગૂલ રહેતાં હતાં. તકવો, પરહેઝગારી, સાદગી અને શરીઅતની પાબંદી આપનાં મુખ્ય ગુણો હતાં. માયા ઉપર સફેદ ખૂબસૂરત અમામા અને હાથમાં લાકડી આપની અલૌકિક ઓળખ હતી આવી રીતે અનેક પ્રકારે ગામવાસીઓ અને દીનની સેવા કરવા પછી આપ ૧૯ માર્ચ ઈ.સ. ૧૯૬૦ અને ૧ શવ્વાલ હિ.સ. ૧૩૭૯ નાં બરોબર રમઝાન ઈદનાં દિવસે સવારે અલ્લાહને પ્યારાં થઈ ગયા. અજીબ પ્રસંગ હતો કે જ્યારે એક બાજુ મુસ્લિમ-જગત ઈદની ખુશીમાં તલ્લીન અને આનંદમાં મગન હતું ત્યારે બીજી બાજુ લાજપૂરવાસીઓનાં દિલ મૌલાનાની જુદાઈમાં ગમગીન અને ઉદાસીન હતાં પાક આપનાં દરજાતને બુલંદ બલકે મોલાનાની જુદાઈના આસુ હતાં. અલ્લાહપાક ફરમાવે. આમીનન
મૌલાના મુહમ્મદ ઝટપટિયા (રહ.)
મૌલાના મુહમ્મદ ઝટપટિયા (રહ.)
આપનો જન્મ ઈ.સ. ૧૯૦૩ અને હિ.સ. ૧૩૨૧ માં લાજપુરમાં થયા હતો. આપ પ્રાથમિક તાલીમ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને હિ.સ. ૧૩૩૮ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં, આપે બુખારી શરીફા હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (૨૯.) પાસે પટ્ટી આપના બીજા ઉસરાજેમ અહમરર મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) હઝરત મૌલના અહમદ બુજુગ સાહેબ (રહ.) હઝરત મૌલાના ઈદરીસ (રહ.) અને હઝરત મૌલાનાબદરે આલમ મીરડી (રહ.) અને હઝરત મૌલાના યહ્યા (રહ.)નાં નામો મુખ્ય છે. આપે ફારિંગ થવા બાદ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં બાળકોને દીની તાલીમ આપવાનો આરંભ કર્યો. થોડી મુદ્દત લાજપૂરમાં ખિદમત અંજામ આપવા બાદ દીની ખિદમત અર્થે બરમા તશરીફ લઈ ગયાં. અને ત્યાંથી માડાગાસ્કર તથા મોરિશિયસ તશરીફ લઈ ગયાં.આવી રીતે લાજપૂર તથા બીજાં દેશોમાં દીની ખિદમત અંજામ આપી હિ.સ. ૧૩૬૫ અને ઈ.સ. ૧૯૪૭ માં અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે.
મૌલાના ઈસ્માઈલ કારા (રહ.)
મૌલાના ઈસ્માઈલ કારા (રહ.)
આપનો જન્મ લાજપૂરમાં આસરે હિ.સ. ૧૩૨૮ અને ઈ.સ. ૧૯૧૦ માં થયો હતો. આપ બાળપણથી જ અપંગ હતાં. ચાલી શકતાં ન હતાં. આપ પ્રાથમિક તાલીમ લાજપૂરમાં હાસિલ કરી ચાલવાથી અશક્ત હોવા છતાં વધુ તાલીમ અર્થે મદ્રેસા તાલીમુદ્દીન, ડાભેલમાં દાખલ થયાં. અને હિ.સ. ૧૩૪૯ અને ઈ.સ. ૧૯૩૦ માં આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપ લાજપુરનાં એક જય્યિદ આલિમ હતાં. આપને તે સમયના મહાન આલિમો પાસેથી હદીસ, ફિકહ અને તફસીર સિવાય બીજી અને કિતાબો પઢવાનો સોનેરી અવસર પ્રાપ્તા થયો હતો. આપે બુખારીશરીફ હઝરત મૌલાના અનવર શાહ કશ્મીરી (રહ.) પાસે પઢી હતી. એ સિવાય આપનાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના મુફતી અતીકુર્રહમાન સાહેબ (રહ.) હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની સાહેબ (રહ.) હઝરત મૌલાના સૈયદ ઈદરીસ સાહેબ (રહ.) હઝરત મૌલાના યહ્યા સિદ્દીકી સાહેબ (રહ.) હઝરત મૌલાના હિફઝુર્રહમાન સાહેબ (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી સાહેબ (રહ.) અને હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી સાહેબ (રહ.)નાં નામો મુખ્ય છે. ડાભેલથી ફારિંગ થઈ આપ મદ્રેસા અમીનિયહ, દિલ્હી તશરીફ લઈ ગયાં. અને ત્યાં મુફતિયે હિન્દ હઝરત મૌલાના કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)ની ખિદમતમાં રહી ફૈઝયાબ થયાં. દિલ્હીથી આવી આપે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં પઢાવવાનો આરંભ કર્યો. અને લગભગ પચ્ચીસ વરસ બાળકોને દીની તાલીમ આપતાં રહ્યાં. કહેવાય છે કે આપ એક જય્યિદ આલિમ હોવા ઉપરાંત એક સારા આમિલ પણ હતાં. દૂર દૂરથી લોકો આપના પાસે તાવીઝ અને જિન્ન-ભૂતના ઈલાજો માટે આવતાં હતાં. આપ એ લાઈનનાં ઘણાં જ માહિતગાર અને એક અનુભવી વ્યકિત હતાં. લોકોને ઘણો જ ફાયદો થતો હતો.
આ પ્રમાણે દીની-દુન્યવી અનેક સેવાઓ કરી હિ.સ. ૧૩૭૩ અને ઈ.સ. ૧૯૫૨ માં આપ અલ્લાહને પ્યારા થઈ ગયાં. જનાઝાની નમાજ હઝરત મૌલાના ઈબ્રાહીમ ઝટપટિયા સાહેબે પઢાવી. અને આપ લાજપૂરનાં જૂનાં કબ્રેસ્તાન મા દફન થયો. અલ્લાહતઆલા આપનાં દરજાત બુલંદ કરમાવે
મૌલાના સૈયદ અબ્દુલકરીમ (રહ.)
મૌલાના સૈયદ અબ્દુલકરીમ (રહ.)
બુધવાર, 7 ઑગસ્ટ, 2024
મૌલાના સૈયદ કાઝી રહમતુલ્લાહ (રહ.)
મૌલાના સૈયદ કાઝી રહમતુલ્લાહ (રહ.)
મૌલાના હકીમ અબ્દુલહય દીવાન (રહ.)
મૌલાના હકીમ અબ્દુલહય દીવાન (રહ.)
મોલાના મુહમ્મદ યુસુફ દીવાન (રહ.)
મોલાના મુહમ્મદ યુસુફ દીવાન (રહ.)
આપ સૂફી સાહેબ (રહ.) ના નવાસા થાય છે. આપનો જન્મ હિ.સ. ૧૩૦૨ અને ઈ.સ. ૧૮૮૫માં લાજપૂર મુકામે થયો હતો. આપે પ્રાથમિક તાલીમનો આરંભ મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરમાં સૂફી સાહેબનાં નાનાં ફરઝંદ હઝરત મૌલાના અહમદ મિયા પાસેથી કર્યો. લાજપૂરમાં થોડી ફારસી અને અરબી કિતાબો પઢી આપ દિલ્હી મદ્રેસા અબ્દુર્રબમાં તશરીફ લઈ ગયાં અને ત્યાં રહી દોરે હદીસની તાલીમ પૂરી કરી હિ.સ. ૧૩૨૩ અને ઈ.સ. ૧૯૦૬ માં આલિમની સનદ હાસિલ કરી. મદ્રેસા અબ્દુર્રબમાં આપને હઝરત મૌલાના કાસિમ નાનોતવી )રહ.)નાં શાગિર્દથી હદીસ પઢવાનો શર્ફ હાસિલ થયો. ત્યાર બાદ આપ દિલ્હીનાં પ્રખ્યાત મદ્રેસા ફતેહપૂરીમાં દાખલ થયાં અને મન્તિક તથા ફિલ્સફીની અનેક કિતાબો પઢી એ વિષયમાં પણ પુરા પારંગત થયાં. અને આ રીતે અનેક ઈલ્મી દર્સગાહોમાં રહી આપ દીની તાલીમની પ્યાસ બુઝાવી હિ.સ. ૧૩૨૮ અને ઈ.સ. ૧૯૨૨ માં લાજપૂર તશરીફ લઈ આવ્યાં. એ સમય દરમિયાન લાજપૂરમાં હઝરત મૌલાના મરગૂબ અહમદ (રહ.)ની સીધી દેખરેખ હેઠળ મદ્રેસા ઈસ્લામિયહ એકવાર બંધ થવા પછી ફરી ચાલુ થતાં આપે તેમાં એક અરબી ઉસ્તાદ તરીકે સેવા આપવાનું શરૂ કર્યુ. થોડા વરસ મદ્રેસા ઈસ્લામિયહ લાજપૂરમાં સેવા આપ્યા પછી દારૂલ ઉલૂમ જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં જરૂરત ઊભી થતાં આપને એક અરબી ઉસ્તાદ તરીકે ત્યાં બોલાવવામાં આવ્યાં તો આપ ડાભેલ તશરીફ લઈ ગયાં. એ દરમિયાન સુફી બાગ, સુરતમાં સુફી સાહેબ (રહ.)નાં એહતેમામ હેઠળ મદ્રેસા સુફિયહની સ્થાપના થતાં આપ ડાભેલ છોડી સુરત આવી ગયાં. જ્યાં દોરે હદીસ સુધી તાલીમની વ્યવસ્થા કરવામાં આવી. અને આપ એ મદ્રેસામાં પોતાની ઝિંદગીનાં છેલ્લા દિવસો સુધી પઢાવતાં રહ્યાં. બલકે સુફી સાહેબ (રહ.)ની વફાત પછી એહતેમામની પૂરી જિમ્મેદારી પણ આપે જ સંભાળી લીધી. આપનાં શાગિર્દોમાં
હઝરત મૌલાના મુફતી ઈસ્માઈલ બિસમિલ્લાહ (રહ.)
હઝરત મૌલાના અલીમિયાં તરાજવી (રહ.)
હઝરત મૌલાના અબ્દુસ્સલામ સૂફી (રહ.)
નાં નામો મુખ્ય છે. કહેવાય છે કે, એકવાર સામરોદનાં ગેરમુકલ્લિદ આલિમ મૌલવી અબ્દુલજલીલે તકલીદ વિષે મુનાઝરો કરવાનું ચેલેંજ આપ્યું. પણ સૌ તેમની ઘોકાબાજીથી સારી રીતે વાકિફ હતાં એટલે એ પ્રત્યે કોઈએ લક્ષ આપ્યું નહીં. જેથી એક દિવસ પોતે સામરોદથી બળદગાડાંમાં બેસી મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં મુનાઝરો કરવાનાં ઈરાદાથી આવી પહોંચ્યાં. ખબર થતાં આજુબાજનાં આલિમો અને લોકો ભેગાં થઈ ગયાં. મૌલાના મુહમ્મદ યુસુફને ખબર થતાં આપ પણ ત્યાં પહોંચી ગયાં. મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.)ને ખબર આપવામાં આવી. સૌપથમ મોલાના શબ્બીર અહમદ ઉસ્માનીએ મોલવી અબ્દુલજલીલથી કહ્યું : મોલવી સાહેબ તમારે કંઈ પૂછવું છે ? તો મોલવી સાહેબે જવાબ આપ્યો. નહીં ! તમે પૂછો ! પછી બંને બાજુ ખામોશી છવાઈ ગઈ. થોડીવાર પછી મૌલાના મુહમ્મદ યૂસુફે ખામોશી તોડતાં કહ્યું: અગર ઈજાઝત હોય તો હું કંઈ પૂછવા માગું છું. ઈજાઝત મળતાં આપે મોલવી અબ્દુલજલીલથી બે-ત્રણ સવાલો પૂછ્યાં. મોલવી અબ્દુલજલીલ જવાબ ન આપી શક્યાં. છતાં તેમની હઠ પર કાયમ રહ્યાં. મૌલાના પણ જલાલમાં આવી ગયાં. અને તેને જડબેસલાક જવાબો આપ્યાં. છેવટે મોલવી અબ્દુલજલીલ મુનાઝરો હારી સૌનાં રૂબરૂ શરમિન્દા થઈ જતાં રહ્યાં. જાહેરી ઈલ્મથી ફારિંગ થઈ આપે બાતિની ઈલ્મ તરફ ધ્યાન કેંદ્રિત કર્યુ. અને સૌપ્રથમ હઝરત મૌલાના શાહ શેર મુહમ્મદ (જે પીલીભીતમાં રહેતાં હતાં)થી બે'અત થયાં. તેમનાં ઇન્તિકાલ પછી આપ આપનાં નાનાજાન હઝરત શાહ સુલેમાન સુફી સાહેબ (રહ.)થી બે'અત થયાં. અને સૂફી સાહેબે આપને ખિલાફત આપી સરફરાઝ ફરમાવ્યાં. આપ ઊંચી કક્ષાનાં એક શાયર પણ હતા. આપનો તખલ્લુસ 'ઝહીર' હતો. ઉર્દુ સિવાય આપ ફારસીનાં પણ એક અજોડ અભ્યાસી અને શાયર હતાં. આપની ઘણી ઈમાન અફરોઝ નઝમો અને ગઝલો છપાઈને પ્રસિધ્ધ પણ થઈ ચૂકી છે. આપની એક નઝમનાં ત્રણ ઈમાન અફરોઝ શેર નમૂના રૂપે આ રહ્યાં.
એ બિરાદર હે યે દુનિયા યક સરાયે ખાસો આમ ઠેરતે હેં એક શબ ઈસમેં મુસાફિર બસ તમામ હમનશી સબ ચલ દિયે ઓર રહ ગયે તુમ ચંદ કસ કૂચકા સામાન કર લો વક્ત અબ થોળા હે બસ રફતનીકા હે યે આલમ ચલ દિયે સબ અકરબા કોન ઠેરા હે યહાં, ઠેરેગા કબ તૂ દેર
આપની લગભગ આખી ઊંદગી સુકી સાહેબ (રહ.) ની ખિદમતમાં પસાર થઈ છે. 'બાગે આરિક' જે ઔફી સાહેબ (રહ.)ની તસ્નીફાતનો પ્રખ્યાત સંગ્રહ છે. તેનાં સંપાદક અને સુરવિલ પણ આપ જ છે, જે સૂફી સાહેબ (રહ.)ના ઈલ્મી કમાલ સાથે સાથે આપની કાબિલિયત અને સૂફી સાહેબ (રહ.) પ્રત્યે આપની સાચી મુહબ્બતનો નમૂનો પણ છે. એ સિવાય આપે બીજી ઘણી કિતાબો લખી છે. જેમાં ખાસકરી નૂરુવઈઝાહનો 'બાબુસ્સોમ' સુધી તરજુમો આપે જે આસાન ઉર્દુમાં કર્યો હતો. તે છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. 'આસારુસ્કુનન'નો તરજુમો પણ આપે ઉર્દુમાં કર્યો છે. જે હજી છપાયો નથી. આપનો ઈસ્લાહી સંબંધ હકીમુલઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.) સાથે પણ હતો. આપ હઝસ્તની ખિદમતમાં પત્ર લખી માર્ગદર્શન મેળવતાં રહેતાં હતાં. હઝરત થાનવી (રહ.) પણ ઘણી મુહબ્બત અને શફક્ત ભર્યા જવાબથી આપને નવાજતાં રહેતાં હતાં. હઝરત થાનવી (રહ.)નાં જવાબની ફોટોકોપી બરકત માટે અહીં મૂકવામાં આવે છે.
મૌલાના મુહમ્મદ મિયાં (રહ.
મૌલાના મુહમ્મદ મિયાં (રહ..
આપ સૂફી સાહેબ (રહ.) ના મોટા પુત્ર થાય છે. આપની ગણના પણ લાજપુરના મહાન અને જય્યિદ આલિમોમાં થાય છે. આપ સ્વભાવે ઘણા જ નરમ, મિલનસાર અને સેવાભાવી હતા. આપનો જન્મ લાજપુરમાં આસરે ૧૨ ફેબ્રુઆરી ઈ.સ. ૧૮૪૭ માં થયો હતો. તાલીમનો આરંભ આપે લાજપુરમાં પોતાના વાલિદ સાહેબ પાસેથી જ કર્યો. લાજપુરમાં પ્રાથમિક શિક્ષણથી ફારિંગ થઈ વધુ તાલીમ અર્થે આપ ઉત્તર પ્રદેશ તશરીફ લઈ ગયાં. જ્યાં આપ ફિકહ, હદીસ અને તફસીર વગેરે વિષયોમાં તાલીમ પ્રાપ્ત કરી ખૂબ માહિર થયાં. આપની ઈલ્મી કાબિલિયત ઘણી જ ઊંચી હતી. જેનાં કારણે યુવાવસ્થામાં જ આપને મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં એક અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં હતાં. જ્યાં આપે લગભગ પાંચ વરસ ખિદમત અંજામ આપી છે. અલ્લાહપાકે આપને તંદરૂસ્તી અને શારીરિક શક્તિ પણ ઘણી આપી હતી, કહેવાય છે કે, આપ દરરોજ પોતાનાં બે છોકરાને ખભા ઉપર બેસાડી પગપાળા મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં પઢાવવા માટે જતાં હતાં. જે લગભગ લાજપુરથી પાંચ માઈલના અંતરે આવેલો છે. અને સાંજે પાછા એ જ પ્રમાણે ઘરે તશરીફ લઈ આવતાં હતાં. પાંચ વર્ષ ડાભેલમાં પઢાવવા બાદ આપે પોતાનાં વાલિદ સાહેબની સેવામાં રહી લાજપુરમાં જ દીની ખિદમત આપવાનું શરૂ કર્યું. અને સુફી સાહેબનાં ઈન્તિકાલ પછી આપ તેમનાં જાનશીન બન્યાં. આપને વાલિદ સાહેબ તરફથી ઈજાઝત અને ખિલાફત પણ મળી હતી એ સિવાય સચીનનાં નવાબ તરફથી આપને આખા સચીન સ્ટેટના ‘મેરિજ રજિસ્ટરાર' નિકાહ અને એને લગતા મસાઈલનાં કાઝી પણ નીમવામાં આવ્યાં હતાં. નવાબ સાહેબ બંને ઈદોની નમાજ પણ આપનાં પાછળ જ પઢતાં હતાં. જેનાં માટે બંને ઈદો પર સવારે આપને લેવા માટે શાહી ઘોડાગાડી સચીનથી આવતી હતી આમ અનેક પ્રકારે અને અનેક ક્ષેત્રે દીની ખિદમત અંજામ આપી ૧૩ માર્ચ ઈ.સ. ૧૯૪૫ માં ૯૮ વર્ષની ઉમરે આપ અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન.
રવિવાર, 4 ઑગસ્ટ, 2024
મોલાના અહમદ મીયા
મોલાના અહમદ મીયા શાહ સુલેમાન સુફી
આપ સૂફી સાહેબ (રહ.) ના નાનાં પુત્ર થાય છે. આપનો જન્મ ૯ ઝીલ કઅદહ હિ.સ. ૧૨૯૪ ના બુધવારે લાજપુરમાં થયો હતો.
આપે તાલીમનો આરંભ જનાબ હાફિઝ અહમદથી કરી તેમનાં પાસેથી કુર્આનમજીદ પઢીયા અને ગુજરાતી તેમજ ઉર્દુ શિક્ષણ માટે ઉર્દુ સ્કૂલ લાજપુરમાં દાખલ થયાં એ સાથે પ્રાથમીક ફારસીની કિતાબો પોતાનાં વાલિદ સાહેબ પાસે પઢવાનું શુરુ કર્યું.
જ્યારે હિ.સ. ૧૮૯૦ માં સુફી સાહેબ રંગુન તશરીફ લઈ ગયાં તો ત્યાં જવા પછી આપને પણ રંગુન બોલાવી લીધાં. જ્યાં હઝરત મૌલાના કાસિમ નાનોતવી (રહ.)નાં એક ખાસ શાગિર્દ મૌલાના સુલતાન અહમદ પંજાબી પાસે આપ અરબીની કેટલીક કિતાબો પઢી આપનાં વાલિદ સાહેબના કહેવાથી દિલ્હી આવી મદ્રેસા ફતેહપૂરીમાં દાખલ થયાં. અને દિલ્હીમાં ત્રણ વરસ રહી દર્સે નીઝામીથી ફરાગતની સનદ હાસિલ કરી.
આપ જ્યારે ફારિંગ થઈ લાજપુર આવ્યાં ત્યારે દારુલઉલૂમ અશરફિય્યહ, રાંદેર અને મદ્રેસા ઈસ્લામિયહ, કઠોર સિવાય અરબી તાલીમ માટે બીજા કોઈ મદ્રેસા ન હતાં. માટે વરસોથી બંધ પડેલાં મદ્રેસા ઈસ્લામિયહ લાજપુરને આપે ફરીથી ચાલુ કરવા માટે ચક્ર ગતિમાન કર્યાં. અને હિ.સ. ૧૩૧૩ ઈ.સ. ૧૮૯૫ માં નવેસરથી ચાલુ કરી દર્સે નિઝામીને આધારિત તાલીમી સિલસિલો શરૂ કર્યો. આ મદ્રેસા ઈસ્લામિયહ પ્રથમ સૂફી સાહેબે હિ.સ. ૧૨૯૪ માં (દારુલઉલૂમ, દેવબંદની સ્થાપનાનાં ઠીક અગિયાર વરસ પછી) લાજપુરમાં ચાલુ કર્યો હતો. અને અમૂક સંજોગેને લઈ બંધ થઈ ગયો હતો.
કહેવાય છે કે, હિ.સ. ૧૩૨૦ પહેલાં મદ્રેસા ઈસ્લામિયહ, લાજપૂરની વ્યવસ્થિત અને સંપૂર્ણ તાલીમ આખા ગુજરાત તથા આસપાસનાં વિસ્તારમાં એક ખાસ ખૂબી અને મહત્વ ધરાવતી હતી. અહીં દર્સે નિઝામીનાં નિસાબ પ્રમાણે તાલીમ આપવાનો પુરો પ્રબંધ હતો. જેથી મદ્રેસા ઈસ્લામિયહ, કઠોર અને દારુલ ઉલૂમ અશરફિય્યહ, રાંદેરનાં કેટલાંક તાલિબેઈલ્મો લાજપુર આવી ગયાં. અને મદ્રેસા ઈસ્લામિયહ આપની સીધી દેખરેખ હેઠળ પ્રગતિનાં પંથે હરણફાળ ભરવા લાગ્યો.
આપની નિઃસ્વાર્થ સેવા અને તનતોડ મહેનતનું પરિણામ એ આવ્યું કે મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુરના ફારિંગ આપનાં તમામ શાગિર્દોનાં નામો ગુજરાતનાં મહાન આલિમોની યાદીમાં લખાયાં. જેમાંથી કેટલાંક ખાસ ખાસ આલિમોનાં નામો આ પ્રમાણે છે.
૧) હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ સાહેબ લાજપૂરી (રહ.)
(૨) હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન સાહેબ લાજપૂરી (રહ.)
(૩) હઝરત મૌલાના સુલેમાન હસન જાડા સાહેબ લાજપૂરી (રહ.)
(૪) હઝરત મૌલાના સૈયદ ઉમર સાહેબ લાજપૂરી (રહ.)
(૫) હઝરત મૌલાના સૈયદ અબ્દુલહય સાહેબ લાજપૂરી (રહ.)
(૬) હઝરત મૌલાના અહમદ હસન ભામ સાહેબ રહ. (મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલનાં સ્થાપક)
(૭) હઝરત મૌલાના અહમદ દુરવેશ સાહેબ (રહ.)
(૮) હઝરત મૌલાના અહમદ બુઝુર્ગ સાહેબ સીમલકી (રહ.)
(૯) હઝરત મૌલાના તજમ્મુલ હુસૈન સાહેબ ભરૂચી (રહ.)
(૧૦) હઝરત મૌલાના સુફી ઈબ્રાહીમ મિયાં સાહેબ (રહ.)
(૧૧) હઝરત મૌલાના હાફિઝ ઈબ્રાહીમ પટેલ સાહેબ કફલેતવી (રહ.)
(૧૨) હઝરત મૌલાના હાફિઝ અબ્દુર્રહમાન સાહેબ ભોપાલી (રહ.)
(૧૩) હઝરત મૌલાના વઝીર ખાન સાહેબ હૈદરાબાદી (રહ.)
(૧૪) હઝરત મૌલાના ઇલાહીબખ્શ સાહેબ પંજાબી (રહ.)
૧૫) હઝરત મૌલાના શહ્યા સાહેબ પંજાબી (રહ.)
આ સિવાય અનેક સ્થળોનાં બીજાં અનેક આલિમોનાં નામો પણ આપના શાગિદોની યાદીમાં શામિલ છે. જેઓ આપનાં સાચા શાગિદર્દો તરીકે દીન તથા મિલ્લતની નિખાલસપણે સેવા કરી હિન્દુસ્તાન તથા પરદેશમાં ઉચ્ચ નામના મેળવી ગયા છે.આપ એક ઉર્દુ અને ફરસીનાં બેહતરીન શાયર પણ હતાં. આપની એક ઈલ્મી નઝમનાં પાંચ શેર અહીં લખવામાં આવે છે.
કોમ તુમ ગફલત શિઆરી છોળ દો અપને દીલ ઈલ્મ અમલસે જોળ દો
આજકલ ઈલ્મો અમલ કા રાજ હૈ ઈલ્મ વાલી કોમ હી બસરતાજ હૈ
ઝિંદગી બે ઈલ્મકી દુશ્વાર હૈ પેશે આકીલ વો જલીલો ખ્વાર હૈ
ઈલ્મ શીખો ઇલ્મ હે હાજતકી ચીઝ શખ્સ હો જાતા હે ઉસસે બા તમીઝ
હે બની આદમ મુકર્રમ અઝ ઉલુમ વરના હૈ વો ફિતરતન જાહીલ ઝલુમ
આપ એક સાહિબે તસ્નીફ ઉલમાએ કિરામમાંથી હતાં. તસ્નીફ (કિતાબો લખવા) નો શોખ પઢવાનાં જમાનાથી જ આપનાં દિલમાં પેદા થઈ ચૂક્યો હતો. જ્યારે આપનાં વાલિદ સાહેબે શાઝલિયહ સિલસિલાનાં એક મહાન બુઝુર્ગ હઝરત શેખ અહમદ ઈદરીસ (રહ.)નો એક કલમી અરબી નુસ્ખો 'અદુન્નફીસ' આપને ઉર્દુમાં તરજુમો કરવા માટે આપ્યો તો આપે તેનો આસાન ઉર્દુમાં તરજુમો કરી તેમાં બીજા બે પ્રકરણનો વધારો કર્યો. અને સાથે કુર્આની આયતો, હદીસો, કિસ્સાઓ, ઉદાહરણો અને ફારસી તથા અરબીનાં શેરો વડે શણગારી ‘હદિયતુલ જલીસ શહેં અકદુન્નફીસ' નામ આપ્યું. એ સિવાય આપે ઈમામ ગિઝાલી (રહ.)ની એક પ્રખ્યાત કિતાબ ‘ફાતિહતુલ- ઉલૂમ' નો ઘણી જ સરળ ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યો. બીજી એક કિતાબ ‘તાલિમુલ-મુઅલ્લિમ' નું આસાન ઉર્દુમાં ભાષાંતર કરી તેનું દલીલુત્તાલિબ ઈલા મિન્હાજુલ-મતાલિબ' નામ રાખ્યું. રસૂલેપાક (સલ.)ના વાલિદૈન (માં-બાપ)ની નજાત પર ' તવજીહુલ-ઈનાન ઈલા અન અ..બ..વય રસૂલિલ્લહિ ફિલ જિનાન' નામી એક કિતાબ લખી. જેમાં ઈમામ જલાલુદ્દીન સુયૂતી (રહ.)નાં કેટલાંક રિસાલાઓનો ખૂલાસો બયાન કરવામાં આવ્યો છે.
નોટ : આ તમામ કિતાબો છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
એ સિવાય ઉસૂલે હદીસમાં 'નુખ્યતુલ-ફિક' ની ઉર્દુમાં આપે આસાન શર્હ લખી છે. ઈલ્મે સર્ફમાં 'શાફિયહ' અને ઈલ્મે નવમાં 'કાફિયહ' ની બેહતરીન ઉર્દુ શહ લખી છે. ઈલ્મે મઆનીમાં 'તપ્લીસુલ-મિતાહ'ની ઉર્દુ શહે લખી છે. ઈલો હિકમતમાં ‘મુઅલ્લિમુસ્સાની' તથા અબુ નર ફારાબીની મહૂર કિતાબ 'ખુસૂસુલ હિકમહ' ની અતિઈપયોગી ઉર્દુ શર્હ લખી છે. ઈલ્મે મન્તિકમાં શેખ રઈસ અબૂઅલી સીનાનો મઝૂમ રિસાલો 'ઉયૂનુલ-મસાઈલ'ની ઉર્દુમાં શહ લખી છે. આ સિવાય આપે ઈલ્મે તસવ્વુફ, ઈલ્મે મુનાઝરા અને ઈલ્મે રિયાઝીમાં પણ અનેક કિતાબોની શહ લખી છે. આપે એક સાથે ઘણી કિતાબોનો અનુવાદ કરવાનું તેમજ અનેક કિતાબોની શર્હો લખવાનું શરૂ કરી દીધું હતું. જેથી યુવાન વયે આપની વફાત થઈ જતાં આપની ઘણી કિતાબો અધુરી પણ રહી જવા પામી છે.
એકવાર એક માણસને આપે કહેતા સાંભળ્યો કે અરબી ભાષામાં બે-ચાર જરૂરી દીની મસાઈલ અને નમાજ-રોઝા સિવાય બીજું કંઈ જ નથી. અગર દુનિયામાં કોઈ ભાષા હોય તો તે અંગ્રેજી ભાષા છે. કારણ કે અંગ્રેજી ભાષામાં જે ઉલૂમ અને કુનૂન (ભાત ભાતના વિષયો) છે. તેનું તો નામ નિશાન પણ અરબી ભાષામાં જોવા મળતું નથી. આપ આ ટીકા સહન ન કરી શક્યાં અને તરત જ તેને સચોટ જવાબ આપી ચૂપ કરી દીધો. અને તે જ સમયે મનમાં પાકો નિશ્ચય કરી લીધો કે અરબી ભાષાનાં મૂળાક્ષરોનાં ક્રમ પ્રમાણે ઉર્દુમાં એક એવી કિતાબ લખવી જોઈએ જે અરબી ભાષાનાં તમામ ઉલૂમ અને ફુનૂનને આવરી લેતી હોય. જેથી દુનિયા જાણી શકે કે અરબી ભાષામાં જે ઉલૂમ અને ફુનૂન સમાયેલાં છે તેનો દશમો ભાગ પણ દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી.થોડી જ મુદ્દતમાં આપે આ વિષય પર 'ઝખીરતુલ-ઉલૂમ' નામથી એક કિતાબ લખવાનો આરંભ કરી દીધો. અને 'અલિફ' થી લઈ 'દાલ' સુધી લગભગ ૧૧૯ જેટલાં ઉલૂમ અને ફુનૂન પર ચર્ચા કરી. ત્યાર બાદ આપ બીજા જરૂરી કામોમાં મશગૂલ થઈ જતાં આ કિતાબ અધૂરી રહી ગઈ. આ અધૂરી કિતાબ પણ છપાઈને પ્રસિદ્ધ થઈ ચુકી છે આ ઝખીરતુલ-ઉલૂમ કિતાબ લખવા દરમિયાન આપને એક દિવસ વિચાર આવ્યો કે, આ કિતાબને મુખ્તસર લખવા કરતાં ઘણી જ વિગતવાર લખવામાં આવે તો બેહતર છે. અને એ માટે બારગાહે ઈલાહીમાં દુઆ પણ શરૂ કરી દીધી. અને આપને બીજો વિચાર એ આવ્યો કે, ઈલ્મે ફિકહ એટલે મસાઈલની પણ ઉર્દુ ભાષામાં એક એવી કિતાબ હોવી જોઈએ જે દીનનાં દરેક વિભાગનાં મસાઈલને તેની દલીલો સાથે આવરી લેતી હોય. અને એ માટે આપે શરૂઆત કરી એક શાનદાર પ્રસ્તાવના લખી. (જે વાંચવા યોગ્ય છે) પરંતુ આપની આ બંને આરઝ પરી ન થઈ શકી. આપ અચાનક બીમાર થઈ ગયા. અને લગભગ બે મહીના વગાતાર બીમાર રહી છે શાબાન નાની ઉમરે અવ્યાને ૨૪ એગષ્ટ ૦.સ. ૧૯૦૯ માં મંગળવારે રાત્રે ૩૩ વરસની નાની ઉમરે અલ્લાહને પ્યારા થઈ.. ગયા. પરંતુ આપ આ ટૂંકા ગાળામાં જે ઈલ્મી અને દીની ખિદમત અંજામ આપી ગયાં તે ઈતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લેખાશે. અલ્લાહપાક આપનાં દરજાતાને બુલંદ ફરમાવે.
શુક્રવાર, 2 ઑગસ્ટ, 2024
હજરત મોલાના મુફતી મરગુબ અહમદ ( રહ )
હજરત મોલાના મુફતી મરગુબ અહમદ ( રહ )
આપનો જન્મ ૩ ઝિલકદ હિ.સ. ૧૩૦૦ અને ૧૩ સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૩માં જુમેરાતનાં દિવસે સુબ્હસાદિકનાં સમયે થયો હતો. આપનું નામ અહમદ મિયાં રાખવામાં આવ્યું હતું. પરંતુ આપ મરગુબ અહમદના નામથી ઈલ્મી દુનિયામાં પ્રખ્યાત થયાં જે આપનું (મૌલાના અબ્દુલહમીદ ભોપાલી સાહેબે અરબી મૂળાક્ષરોની નક્કી કરેલી સંખ્યાની ગણતરીનાં આધારે તરતીબ આપેલું) તારીખી નામ છે
આપ જ્યારે સાત વરસનાં થયાં તો આપને લાજપુરની ઉર્દુ શાળામાં દાખલ કરવામાં આવ્યાં. ઉર્દુ તેમજ ગુજરાતી તાલીમ સાથે આપે હાફિઝ અહમદ માલવિયા પાસેથી કુર્આનમજીદ હિડ્ઝ કરવાનું પણ શરૂ કર્યું. તેમનાં પાસે લગભગ પાંચ પારા યાદ કરવા બાદ આપે સુરત જઈ મહુમ હાફિઝ અબ્દુલ્લાહ સાહેબનાં ફરઝંદ હાફિઝ મુહમ્મદ સાહેબની સેવામાં રહી વધુ છ પારા યાદ કર્યા. પરંતુ પાછળથી અમુક સંજોગોને લઈ કુર્આનમજીદ હિઝ કરવાનું કામ પડતું મુકી લાજપુર આવી હઝરત સુફી સાહેબ પાસે કિતાબો પઢવાનું શરૂ કર્યું. ત્યાર બાદ સુફી સાહેબનાં છોકરા મૌલાના અહમદ મિયાં પાસે ગુલિસ્તાં, બોસ્તાં અને ફારસીની બીજી કિતાબો પઢી. અને હિ.સ. ૧૩૧૫ ના મુહર્રમ માસથી અરબી કિતાબો પઢવાનો આરંભ કર્યો. ખુદાપાકનાં ફઝુલો કરમ તથા મહેરબાન અને કાબિલ ઉસ્તાદની ખાસ તવજ્જુહથી કેવળ ચાર વરસનાં ટૂંકા ગાળામાં અરબી સર્ફ-નહ્ત્વ, ફિકહ, ઉસૂલે ફિકહ, ઉસૂલે હદીસ, મિશ્કાત શરીફ અને મન્તિકનાં વિષયમાં સુગ્રાથી લઈ શહેં તહઝીબ સુધીની તમામ કિતાબો પઢી ફારિંગ થઈ ગયાં.
પરંતુ આટલાં ઈલ્મથી આપને સંતોષ ન થયો. એટલે વધુ તાલીમ અર્થે હિ.સ. ૧૩૧૯ ના આરંભમાં આપ મદ્રેસા જામિઉલ-ઉલૂમ, કાનપૂર તશરીફલઈ ગયાં. પણ હિ.સ. ૧૩૨૦ માં ત્યાં ભયંકર રોગચાળો ફાટી નીકળતાં મદ્રેસો બંધ થઈ ગયો જેથી આપ ત્યાંથી જ સીધા દિલ્હી તશરીફ લઈ ગયાં. રમઝાનનો પવિત્ર મહીનો દિલ્હીમાં પસાર કરી આપે શવ્વાલ મહીનાનાં શરૂમાં દેવબંદ જઈ દારુલઉલૂમમાં દાખલો લીધો. શૈખુલહિંદ (રહ.) એ શહેજામી, શહેંતહઝીબ, કુત્બી, મીરે કુત્બી, શહેવકાયા અને નુરુલઅન્વારમાં દાખલા માટે ઈમ્તિહાન લીધું. આપ ઈમ્તિહાનમાં કામિયાબ થયાં અને તાલીમ શરૂ થઈ. બલકે આગામી વરસની તૈયારી માટે પણ આપે બીજા ઉસ્તાદો પાસે જઈ જલાલેન શરીફ, મિશ્કાત શરીફ, મુલ્લા હસન, મયબઝી, મુખ્તસરુલ મઆની અને મકામાતે હરીરી પઢવાનું શરૂ કર્યું. હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) આપનાં હમજમાઅત (જમાઅતના સાથી) હતાં. પરંતુ આપની તબિયત દેવબંદમાં સારી ન રહેવાથી આપને દારુલઉલૂમ છોડવો પડ્યો. અને એક દિવસ હઝરત મૌલાના સૈયદ અહમદ હસન અમરોહી (રહ.)ની સેવામાં અમરોહા જવાની નિય્યતથી દેવબંદથી દિલ્હી આવી પહોંચ્યા. અને દિલ્હીનાં પ્રખ્યાત મદ્રેસા મોલ્વી અબ્દુર્રબમાં તાલીમ લેતાં સુરતનાં કેટલાંક તાલિબેઈલ્મો પાસે મુકામ કર્યો. એ દરમિયાન આપને મદ્રેસા મોલ્વી અબ્દુર્રબનું વાતાવરણ ઘણું જ ગમ્યું. વળી હઝરત મૌલાના કાસિમ નાનોતવી (રહ.)ના એક સાચા આશિક અને પ્રિય શાગિર્દ મૌલાના અબ્દુલઅલી (તે સમયનાં શેખુલહદીસ રહ.)ની મુહબતભરી નજરે આપનું દિલ જીતી લીધું. જેથી આપ અમરોહા જવાને બદલે ત્યાં જ રોકાઈ ગયાં અને ઈલ્મ હાસિલ કરવાનું શરૂ કર્યું. આમ હિ.સ. ૧૩૧૯ થી લઈ હિ.સ. ૧૩૨૩ સુધી બે વાર કાનપુર અને બે વાર દિલ્હીમાં રહી આપે ફિકહ અને હદીસની અનેક કિતાબો અનેક ઉસ્તાદો પાસેથી પઢી.
એક ખાસ ખૂબીની વાત આ છે કે, હિ.સ. ૧૩૨૩ ના શાબાન મહીનામાં મદ્રેસા મોલ્વી અબ્દુર્રબ, દિલ્હીનાં વાર્ષિક જલ્સામાં આપનાં મહેરબાન ઉસ્તાદે તકરીર કરવા માટે ફરમાઈશ કરી, જેને આપ નકારી ન શક્યા અને આપને જલ્સા માં હાજર રહેલાં અનેક મહાન આલિમો અને હજારો શ્રોતાજનો વચ્ચે તકરીર કરવાનો શર્ફ હાસિલ થયો.
વળી જ્યારે આપ હદીસની સનદ મેળવી ફારિંગ થયાં ત્યારે ઝુબ્દતુલ આરિફીન શાહ અબુલખેર (રહ.) એ આપનાં ઉસ્તાદ પાસે ઈલ્મી ખિદમત માટે એક સારા ઉસ્તાદની માંગણી કરી તો આપનાં ઉસ્તાદની સૌપ્રથમ દૃષ્ટિ આપનાં ઉપર જ પડી. અને ઉસ્તાદ સાહેબનાં કહેવાથી આપ શાહ અબુલખૈર (રહ.)ની ખિદમતમાં ચાલ્યાં ગયાં. આપના તેમની ખિદમતમાં રહેવા દરમિયાન તેઓ આપથી ઘણાં જ ખુશ રહી આપને ઘણી દુઆઓ આપતાં રહ્યાં.
હિ.સ. ૧૩૨૩નાં શવ્વાલ મહીનામાં આપ અનેક ઉ..લમાએ કિરામનાં ઉસ્તાદ અને એક મહાન બુઝુર્ગ હઝરત મૌલાના લુફુલ્લાહ સાહેબ અલીગઢી (રહ.)ની સેવામાં તેમની ઝિયારત અર્થે તશરીફ લઈ ગયાં. તેમનાં દીદાર અને મુલાકાતથી ફારિંગ થઈ તજવીદનાં ફનની એક ઘણી જ માહિર વ્યક્તિ હઝરત કારી અબ્દુર્રહમાન ઈલાહાબાદીની ખિદમતમાં તશરીફ લઈ ગયા. ત્યાં પહોંચવાને હજી પૂરૂ એક અઠવાડિયું પણ થયું ન હતું કે લાજપુરથી આપનાં ભાઈનો જલ્દી ઘરે ચાલ્યા આવવા વિષે ટેલીગ્રામ મળ્યો. જેથી આપ ભાઈની આજ્ઞા માથે ચઢાવી તરત જ લાજપૂર ચાલ્યાં આવ્યાં.
હિ.સ. ૧૩૨૪ માં એક મુપ્લિસ સાથી અને દોસ્તનાં શાદી પ્રસંગે આપને ભોપાલ જવાનું થયું. ભોપાલનાં આ સફર વિષે આપ પોતે લખે છે કે,
મને ભોપાલ શહેર ત્યાં દરેક પ્રકારનાં ઈલ્મ અને ફનનાં માહિર આલિમો હોવાને લઈ ઘણું જ બરકતવાળું લાગ્યું. ખાસકરી હઝરત અલ્લામા શેખ હસન યમની (રહ.) થી હું ઘણો જ પ્રભાવિત થયો. જે ભોપાલનાં કાઝી હોવા ઉપરાંત એક મહાન મુહદ્દિસ પણ હતાં. હું તેમની સેવામાં પણ એકવાર હાજર થયો અને ઘણાં ઈલ્મી
સવાલો પૂછી વાકિફ થયો, તેમની ઉંમર તે સમયે લગભગ ૭૯ વરસની હતી, છતાં મેં જોયું કે આપ કોઈ પણ પૂછનારનાં ઈલ્મી સવાલનો જવાબ મિનિટોમાં પાનાંઓ ભરીને લખી આપતાં હતાં. આ સફર દરમિયાન આપ હઝરત મૌલાના નઈમ સાહેબ લખનવી ફિરંગીમહલ્લી (રહ.)નાં ખલીફા હઝરત મૌલાના આઝમ હુસૈન સાહેબ સિદીકી મુહાજિરે મદની (રહ.) ની સેવામાં પણ બે મહીના રહ્યાં. અને તેમનાથી નફરાબંદી સિલસિલામાં 'અત થયાં. તેમણે આપને વઝીફાઓ બતાવવા ઉપરાંત મુરાકબા અને મુહાસબાની પણ તાલીમ આપી. હઝરતે આપ પાસે ઘણી સખ્ત શર્તો સાથે એક અઠવાડિયા સુધી રિયાઝત પણ કરાવી. આ બુઝુર્ગ વિષે આપ પોતે એક સ્થળે લખે છે કે, આપ ઘણાં જ નરમ, મુત્તકી, પરહેઝગાર, શરીઆતનાં પાબંદ, સુન્નતો પર અમલ કરનારાં, નેકદિલ બરકતવાળા બુઝુર્ગ હતાં. મદીનાવાસીઓ પણ આપનો ઘણો જ અદબ કરતા હતાં. અને સાથે કહેતા પણ હતાં કે, 'અદબ શીખવો હોય તો આ હિન્દુસ્તાની પાસેથી શીખો.' આપની વફાત મદીના મુનવ્વરામાં ઈ.સ. ૧૯૧૫ માં થઈ હતી. અલ્લાહપાક તેમનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન !
જયારે આપ ઈલ્મ હાસિલ કરી અને જાહિરી તેમજ બાતિની ફૈઝ પ્રાપ્ત કરી ફારિંગ થયાં ત્યારે આપની ઉમર મુબારક ૨૭ વરસની હતી. ફારિંગ થવા પછી કોમ અને મઝહબ ખાતર કોઈ કામ કરવાનાં મુબારક વિચારે આપના દિલમાં જન્મ લીધો. એટલે સૌપ્રથમ વરસોથી બંધ પડેલા મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુર તરફ આપે આપનું લક્ષ કેંદ્રિત કર્યું. અને તેને ફરી ચાલુ કર્યો. મદ્રેસો ઈસ્લામિયહ ચાલુ થતાં ફરી એકવાર લાજપુરનું વાતાવરણ કુર્આન અને હદીસનાં નૂરાની કિરણોથી જગમગી ઉઠ્યું. મદ્રેસામાં ફારસી, અરબી, ઉર્દુ તાલીમ ઉપરાંત તજવીદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી. જેનાં માટે તજવીદના ફનનાં એક માહિર અને જાણકાર જનાબ કારી બશીર અહમદ ગંગોહી (રહ.)ની સેવા હાસિલ કરવામાં આવી. સાથે ગુજરાતીનો પણ પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો. જેથી તાલિબેઈલ્મોને સરકારી શાળામાં જવાની જરૂર રહે નહીં. હિ.સ. ૧૩૩૩ સુધી મદ્રેસો બરોબર ચાલતો રહ્યો. ત્યાર બાદ કેટલાંક લોકોનાં અર્થહીન વિરોધો અને નકામી દખલગીરીને લઈ મદ્રેસો બંધ થઈ ગયો. બસ ! તે દિવસથી લાજપૂરનાં સમગ્ર વિસ્તાર પર એક એવો અંધકાર છવાઈ ગયો કે જાણે અમાસની કાળી રાત્રે બંધ ઓરડામાં કોઈએ વિજળીનું બાટન દબાવી અચાનક લાઈટ બંધ કરી દીધો હોય. એવો અંધકાર કે, જેની એહસાસ આજે પણ ગામવાસીઓ સગી આંખે નિહાળી અને અનુભવી રહ્યાં છે. અને ન જાણે કયાં સુધી અનુભવતાં રહેશે
લાજપૂરનો મદ્રેસો બંધ થતાં ઈ.સ. ૧૯૧૪ માં આપે વેપારમાં ઝંપલાવ્યું. અને એ અર્થે કલકત્તા તશરીફ લઈ ગયાં. પરંતુ એ સાલમાં પહેલું વિશ્વયુધ્ધ ફાટી નીકળતા તરત જ આપને વેપાર બંધ કરી લાજપૂર ચાલ્યાં આવવું પડયું. ઈ.સ. ૧૯૧૫ માં હઝરત મૌલાના ઈબ્રાહીમ રાંદેરી સાહેબ (૨૯.) એ આપને રંગૂન (બાં) જવા માટે આગ્રહ કર્યો. આપ ઈન્કાર ન કરી શક્યાં અને આપ રંગૂન તશરીફ લઈ ગયાં. રંગૂનમાં મૌલાના ઈબ્રાહીમ સાહેબે મહૂમ જનાબ આરિફ મુઅલ્લિમ સાહેબનાં બુઝુર્ગોનાં ટ્રસ્ટમાંથી (જે વફ મિલ્કતો હતી) દારુલઉલૂમ મદ્રેસા મુઅલ્લિમિયહની સ્થાપના કરી તેનું ઉદ્ઘાટન આપનાં હાથથી કરાવ્યું. જેમાં ઉર્દુ, ફારસી અને અરબી તાલીમની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. આપની એક અરબી ઉસ્તાદ તરીકે નિમણૂક કરવામાં આવી. એ સિવાય એક ફતાવાલયની સ્થાપના કરી તેની સંપૂર્ણ જવાબદારી પણ આપને જ સોંપવામાં આવી. બર્મા અને નજીકનાં બીજાં દેશોથી ઈલ્મ હાસિલ કરવા માટે વાલિબેઈલ્મો મોટી સંખ્યામાં આવવા લાગ્યાં. પરંતુ ઈ.સ. ૧૯૧૯ માં આપનાં ભાઈ દક્ષિણ આફ્રિકા ચાલ્યાં ગયાં એટલે ઘરમાં કોઈ જિમ્મેદાર વ્યકિત ન
રહેતાં આપ રંગૂન છોડી લાજપૂર આવી ગયાં. એ દરમિયાન રંગૂનનાં મદ્રેસા મુઅલ્લિમિયહમાં ઈલ્મી ક્ષેત્રે નબળાઈ અને કમજોરી પેદા થતાં મુઅલ્લિમિયહ ટ્રસ્ટના મેનેજર અને મદ્રેસાનાં વ્યવસ્થાપકે આપને ફરી રંગૂન જઈ મદ્રેસાની તમામ જવાબદારી હાથમાં લેવા મજબૂર કર્યા. આપ આ સમયે લાજપુર જુઆ મસ્જિદની પૂરાની અને બિસમાર ઈમારતને શહીદ કરી નવી બાંધવાની ચિંતામાં જ હતાં. એટલે રંગૂન જવાનાં મળેલાં આમંત્રણને અલ્લાહપાક તરફથી એક ગેબી મદદ સમજી ઈ.સ. ૧૯૨૫ માં આપ ફરી રંગૂન તશરીફ લઈ ગયાં. અને ત્યાં પહોંચી મદ્રેસાની તમામ જવાબદારી સંભાળી લધી. અને સાથે લાજપૂર જુઆ મસ્જિદની નવી ઈમારત માટે ફંડ- ફાળો ભેગો કરવાનું કામ પણ શરૂ કરી દીધું, લગભગ દોઢ વરસ ત્યાં રહી આપ ફરી લાજપુર તશરીફ લઈ આવ્યાં અને અલ્લાહપાકનાં ફઝલો કરમ વડે ગામવાસીઓનાં સાથેય-સહકાર અને સચીનનાં નવાબ ઈબ્રાહીમ ખાનની નાણાંકીય સહાયથી જુઆ મસ્જિદની નવી ઈમારતનો પાયો નાંખ્યો. અને ઈ.સ. ૧૯૨૦ માં અંદાત લગીરેય હજાર રૂપિયાના ખર્ચે જમાઅતખાનું અને ઘરડાની શાનદાર ઈમારત તૈયાર કરી મસ્જિદના બાકી રહેલા કામ માટે બીજો ફંડ-ફાળો ભેગો કરવાનાં ઈરાદાથી કરી આપ રંગૂન તશરીફ લઈ ગયાં. અને મદ્રેસા મુઅલ્લિમિયહની જવાબદારી સાથે જુઆ મસ્જિદ માટે પૈસા પણ ભેગાં કરતાં રહ્યાં. જેના પરિણામે લાજપુરની સરજમીન પર જુઆ મસ્જિદની એક આલીશાન અને ખૂબસૂરત ઈમારત ઊભી થઈ. જે આપની ગામ પ્રત્યે લાગણી હોવા ઉપરાંત આપની જાત-મહેનત અને કાર્ય કુશળતાનો એક સુંદર નમૂનો પણ છે. આ મસ્જિદમાં નમાજ પઢનાર પ્રત્યેક વ્યક્તિનાં દિલમા જે એક અજીબ કેફિયત પેદા થાય છે. અને તેની રૂહને જે એક અજીબ શાંતિ મળે છે તે આપના ઈલાસની બરકત છે. અને કેમ ન મળે ? કારણ કે આપ પોતે પોતાનાં એક ખ્વાબનું વર્ણન કરતાં લખે છે કે, ૨૧ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૫૦ અને ૫ સપ્ટેમ્બર ૧૯૩૧ નાં શનિવારે સુહસાદિકનાં સમયે મને આકાયે નામદાર મહબૂબે રબુલઆલમીન હઝરત મુહમ્મદ (સલ.)નાં ખ્વાબમાં દીદાર નસીબ થયાં. મેં જોયું કે આપ (સલ.) જુઆ મસ્જિદનાં વરંડામાં સંગે મરમરનાં મુસલ્લા પર જમણી બાજુ નમાઝ અદા ફરમાવી રહ્યાં છે. આ ખ્વાબથી મારા દિલને અપાર સંતોષ થયો કે ઇન્શાઅલ્લાહ મારી મહેનત અને આ મસ્જિદ અલ્લાહપાકની બારગાહમાં મકબૂલ છે.
નોટ : મૌલાના મરગૂબ સાહેબનાં હાથે બનેલી મસ્જિદ શહીદ કરી તેની જગ્યા પર આજે લાજપુર મુસ્લિમ વેલ્ફેર સોસાયટી યૂ.કે. ની દેખરેખ હેઠળ બીજી ઘણી જ મોટી, વિશાળ અને શાનદાર મસ્જિદ લગભગ દોઢ કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે.
આપે ચાર શાદીઓ કરી હતી. આપની આવલાદની કુલ સંખ્યા કુલ્લે ૧૭ છે. જેમાંથી હાલ કેવળ એક જ ‘જનાબ ઈસ્માઈલ' હયાત છે. જે ગામ તથા આજુબાજુના વિસ્તારમાં 'ભાઈમિયાં ભાઈ' ના હુલામણાં નામથી પ્રખ્યાત છે. આપની તસ્નીફાતમાં ચાર ઉર્દુ કિતાબો છે જેને અલ્લાહપાકે ઘણી મકબૂલિયત આપી છે.
૧) જમીઉલ અર્બાઈન ફી તાલીમુદ્દીન
(૨) તવહીદુલ ઈસ્લામ
(૩) સફીનતુન્નજાત ફી મનાકિબિસ્સાદાત
(૪) અરકાને ઈસ્લામ (શાફિઈ મસ્લકને આધારિત છે
નોટ: આ કિતાબોમાંથી પ્રથમ ત્રણ કિતાબોનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિધ્ધ થઈ ચૂક્યો છે.આ સિવાય આપનાં ઈલ્મી લેખો પણ અનેક ઉર્દુ માસિકોમાં આવારનવાર પ્રગટ થતાં રહેતાં હતાં. આમ અનેક કોમી અને દીની સેવાઓ કરી આપ ૧ મુહર્રમ હિ.સ. ૧૩૮૨ અને ૫ જૂન ઈ.સ. ૧૯૬૨ નાં મંગળવારે ઝવાલ પછી લગભગ ચાર વાગે અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન.
ગુરુવાર, 1 ઑગસ્ટ, 2024
હજરત મોલાના લીયાકત અલી ( રહ )
હજરત મોલાના લીયાકત અલી ( રહ )
આપ લાજપૂરનાં રહેવાસી નથી. પણ લાજપૂર સાથે આપને ગાઢ સંબંધ હતો. કારણ કે લાજપુરનું ઈલ્મી અને દીની વાતાવરણ ગમી જતાં આપે લાજપુરને જ પોતાનું વતન બનાવી લીધું હતું. માટે અહીં આપનાં જીવન પર એક આછી દૃષ્ટિ નાંખતા ચાલીએ તો એ અસ્થાને ન કહેવાશે. અસલમાં આપ ઉત્તર પ્રદેશમાં આવેલા ઈલાહાબાદ શહેરનાં એક સૈયદ ખાનદાનનાં આતિમ અને સાહિબે નિસ્બત બુઝુર્ગ હતાં. કહેવાય છે કે ઈ.સ. ૧૮૫૭ ની આઝાદીની લડતમાં આપ એક બહાદુર મુજાહિંદ અને સિપાહી તરીકે શરીક હતાં. જેથી મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરે આપની બહાદુરી દેખી આપને ઈલાહાબાદનાં ગવર્નર બનાવ્યાં હતાં. પરંતુ થોડા વખત પછી જયારે મિલ નામનાં એક અંગ્રેજ લેફટન્ટે ઈલાહાબાદ પર બીજીવાર જોરદાર હમલો કર્યો તો અંગ્રેજોનો મુકાબલો વ્યવસ્થિત રીતે ન થતાં અને પરાજય મળતાં આપને ઈલાહાબાદ છોડવા પર મજબૂર થવું પડ્યું. અંગ્રેજ સરકાર તરફથી લડાઈમાં ભાગ લેનારને પકડી પકડી કેદ કરવાનો સિલસિલો શરૂ થયો તો આપ ઈલાહાબાદથી છૂપાતાં છૂપાતાં ગુજરાત તરફ આવી નીકળ્યાં. અને સૌ પ્રથમ નવસારીમાં મુકામ કર્યો. અને આપનો તકવો તેમજ પરહેઝગારી જોઈ ટૂંક સમયમાં જ આપ નવસારી અને તેના આજુબાજુનાં વિસ્તારનાં મુસલમાનોની આંખોનો તારો બની ગયાં. કહેવાય છે કે એ દરમિયાન લાજપૂરથી એક બરાત શાદી અર્થે નવસારી ગઈ. આપથી લાજપુરવાસીઓની મુલાકાત થઈ. તો લાજપૂરવાસીઓએ આપને લાજપુર આવી રહેવા આગ્રહ કર્યો. મૌલાનાને પણ જાણ થતાં કે લાજપુર એક ઈસ્લામી હુકૂમતનું પાટનગર છે. અને ત્યાનું દીની વાતાવરણ ઘણું જ સારું છે. લાજપૂરવાસીઓની દાવત મંજૂર રાખી. અને લાજપુર તશરીફ લઈ આવ્યાં. અને આવતાં જ બજારમાં સૂફી સાહેબનાં ઘર આગળ એક ઈમાન અફરોઝ બયાન ફરમાવ્યું. આ તે સમય હતો જ્યારે સચીન સ્ટેટની ગાદી પર નવાબ અબ્દુલકરીમ ખાન (બીજા) બિરાજમાન હતાં. અને લાજપુરમાં જ રહેતાં હતાં. વળી નવાબ સાહેબ ઈલ્મપ્રેમી અને આલિમોનાં કદરદાન હતાં. જેથી મોટી સંખ્યામાં આલિમો અને બુઝુર્ગો તેમની મજલિસમાં હાજર રહેતાં હતાં. જેમાં સૂફી સાહેબ અગ્રસ્થાન ધરાવતાં હતાં. નવાબ અબ્દુલકરીમ ખાન તેમજ બીજાં લોકો આપનાં ૧૮૫૭ ના બળવામાં ભાગ લેવાની વાતથી અંજાણ હતાં. જેથી સચીન રિયાસત અને આમ પબ્લિક તરફથી આપનું માન-પાન સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું. આપ લાજપુરમાં રહેવા લાગ્યાં અને થોડો સમય થયો કે આપને પૂરો સંતોષ થતાં આપે આપનાં તમામ ઘરવાળાઓને પણ લાજપુર બોલાવી લીધાં. આપ અને સૂફી સાહેબ બંને મળી લાજપૂર તેમજ આસપાસનાં ગામોની ઈસ્લાહ પાછળ લાગી ગયાં. દરેક ક્ષેત્રે હુકૂમતનો પૂરો સાથ મળવા લાગ્યો. અમીરો અને ગરીબો બંને નમાઝ રોઝાનાં તથા શરીઅતનાં પાબંદ થવા લાગ્યાં આપ બંને હઝરાતની કોશિશોથી બીજો એક મોટો ફાયદો આ થયો કે તે સમયે લાજપુર તેમજ આસપાસનાં ગામોની મુસ્લિમ ઓરતોનો લિબાસ ગેમુસ્લિમો જેવો કુર્તી અને લેંઘો હતો. જે ઘણો જ ટૂંકો અને એબદાર હતો. તે દૂર થયો અને તેની જગ્યા પર મુસલમાન ઔરતાએ લાંબી અને પહોળી ઈજાર તથા ઢીલો કુરતો અપનાવ્યો. એ ઉપરાંત માથે સિરબંધ બાંધવાનો રિવાજ આમ થયો. આ રિવાજ ધીરે ધીરે આખા ગુજરાતનાં મુસ્લિમ સમાજમાં ફેલાયો. જે તે વખતનાં તમામ પ્રકારનાં લિબાસોમાં સતર છૂપાવવા અર્થે સૌથી ઉત્તમ હતો. પરંતુ અહીં પણ આપને ઈસ્લામનાં જિહાદ જેવા એક મહત્વપૂર્ણ અમલે ચેનથી બેસવા ન દીધાં. આપને ગુલામીનો કાળ મહામુસીબત સમાન લાગ્યો. અને તેને મિટાવવા રાત-દિવસ મહેનત કરવા લાગ્યાં. જેનાં અનુસંધાનમાં આપે લોકોની ઈસ્લાહનાં સાથે સાથે છૂપી રીતે હથિયારો બનાવવાનું કામ પણ આરંભી દીધું. અને લાજપૂર જુઆ મસ્જિદની પાછળ એક ગુપ્ત ભોંયરામાં હથિયારોનો એક મોટો જથ્થો ભેગો પણ કરી લીધો. ઈ.સ. ૧૮૬૮ માં નવાબ અબ્દુલકરીમનો ઈન્તિકાલ થતાં તેમનો પુત્ર મુહમ્મદ યાકૂત ખાન (બીજો) ગાદી પર આવ્યો તો ઈસ્લામી રોનકમાં ઓર પણ વધારો થયો. હુકૂમતનાં તમામ કાનૂનો અને કાઈદાઓ શરીઅતનાં આધારે ઘડવામાં આવ્યાં. અને તેનાં પર અમલ થવા લાગ્યો. આપ તથા સૂફી સાહેબની દેખરેખ હેઠળ સર્વે ચૂકાદાઓ શરીઅત મુજબ થવા લાગ્યાં. શરીઅતનાં હુકમ પ્રમાણે તમામ ગુનાહોની સજા નક્કી કરવામાં આવી. ગુનેહગારો, બદમાશો અને નશાબાજોને જાહેરમાં કોરડાનાં ફટકા લાગવા લાગ્યાં. રાત્રે નવાબ સાહેબનાં દરબારમાં ઈલ્મી મજલિસો કાયમ થવા લાગી. અને સચીન સ્ટેટ જોતજોતામાં એક ઈસ્લામી હુકૂમત બની ગયું. લોકોને એહસાસ થવા લાગ્યો કે જાણે વરસો પછી ખુલફાએ રાશિદીનનાં યુગ જેવી ઈસ્લામી હુકુમતનો ઉદય થયો. પરંતુ કેટલાંક હસદ કરનારાં બદમાશો અને મુનાફિકોથી આ જોવાયું નહીં. તેમનાં પેટમાં દુઃખવા અને આંખોમાં કાંટાઓ માફક ખટકવા લાગ્યું. તરત જ વરસો પછી સચીન સ્ટેટની સરજમીન પર આવેલી આ ઈસ્લામી બહારને પાનખરમાં ફેરવી નાંખવાનાં પ્રયત્નો આરંભી દીધાં. તથા અહકામે શરીઅતનાં ખીલેલાં રંગીન ફૂલોને કચડી નાંખવાની ફિકરમાં લાગી ગયાં. એ દરમિયાન મૌલાના વિષે આ બદમાશોને કયાંકથી પત્તો મળી ગયો કે આપ પણ ૧૮૫૭ નાં બળવામાં અંગ્રજ વિરુદ્ધ શરીક હતાં. બસ આ ચુગલખોરોએ સરકારી માણસોનાં કાન ભરવા શરૂ કર્યા. નવાબ સાહેબનાં કાન સુધી વાત પહોંડવામાં આવી. શરૂ શરૂમાં નવાબ સાહબે એ પ્રત્યે લક્ષ આપ્યું નહીં. પરંતુ આ સળગતાં વતાવરણમાં બીજો એક બનાવ બન્યો જેને લઈ બળતામાં ઘી હોમાયું અને આપને લાજપુર છોડવા પર મજબૂર થવું પડ્યું. બન્યું એવું કે નવાબ સાહેબ જે સચીનથી શાહી દબદબા સાથે બંને ઈદની નમાઝ માટે સમયસર લાજપૂર ઈદગાહમાં આવતાં હતાં એકવાર કોઈ કારણસર સમય પર ન આવી શકયાં. લોકો ઇન્તિજાર કરવા લાગ્યાં. જ્યારે નમાઝનાં નક્કી કરેલા સમયથી વધારે સમય વીતી ગયો અને નવાબ સાહેબનાં આવવાનાં કોઈ અણસાર ન જણાયાં તો ઈદગાહમાં હાજર લોકો ઊંચા-નીચા થવા લાગ્યાં. અને શોર-બકોર વધી ગયો. ત્યારે કેટલાંક ગામવાસીઓનાં આગ્રહને વશ થઈ મૌલાનાએ ઈદની નમાઝ પઢાવી લીધી, આપ નમાઝથી ફારિંગ થઈ હજી ખુત્બામાં જ હતાં કે દુરથી નવાબ સાહેબની સવારી આવતી જણાઈ. નવાબ સાહેબનાં કેટલાંક જી હજુરિયા સામે દોડી ગયાં. અને જૂઠી વાતો બનાવી નવાબ સાહેબનાં કાન ભરી ઉશ્કેરી દીધાં. જેથી નવાબ સાહેબ ગુસ્સામાં રસ્તેથી જ પાછા ફરી સચીન ચાલ્યાં ગયાં અને સચીન જઈ ઈદની નમાઝ અદા કરી. આમ એક નજીવી વાતમાં નવાબ સાહેબ અને મૌલાના વચ્ચે દુશ્મનીનાં બીજ રોપાયા. આપનાં માટે રાત-દિવસ વાતાવરણ તંગ થવા લાગ્યું. અંગ્રેજ સરકારને પણ આપ વિષે ભાળ મળી ગઈ અને આપને વાતાવરણ વધારે શંકાશીલ લાગ્યું તો એક રાત્રે ચુપચાપ લાજપુર છોડી વડોદરા ચાલ્યાં ગયાં. પાછળથી ત્યાં પણ વાતાવરણ શંકાશીલ બનતાં આપ મક્કામુકર્રમા જવાના ઈરાદાથી વડોદરા છોડી છૂપી રીતે મુંબઈ આવી ગયાં. આ તરફ આપની શોધખોળ ચાલુ થઈ ગઈ હતી. ઠેર ઠેર છાપાઓ મારી તલાશી લેવાઈ રહી હતી. કોઈ રીતે અંગ્રેજ સરકારને પાકી બાતમી મળી જતાં આપને મુંબઈથી પકડી લેવામાં આવ્યાં. આપને સચીન લાવવામાં આવ્યાં. અને સરકારી કાર્યવાહી પુરી કરી આપને ઈલાહાબાદ લઈ જવામાં આવ્યાં. ત્યાં આપનાં ઉપર કેસ ચલાવવામાં આવ્યો. અને સજા અર્થે આપને કાળાપાણી (અંદામાન) મોકલી દેવામાં આવ્યાં. ત્યાં જ આપનો ઇન્તિકાલ થયો. અને પોર્ટબ્લેર નામી જગ્યાએ દફન થયાં. આપની કબર આજે પણ પાકી હાલતમાં ત્યાં મોજૂદ હોવાનું કહેવાય છે. આ તરફ સૂફી સાહેબ રૂપોશ થઈ ગયાં તો આપનાં તમામ ઘરવાળાને પકડી જેલમાં પુરી દેવામાં આવ્યાં. જેથી આપ પોતે હાજર થઈ ગયાં. આપને સૂરતનાં કિલ્લામાં નજરકેદ કરી દેવામાં આવ્યાં. જ્યાં આપનાં ઉપર ત્રાસ પણ ગુજારવામાં આય્વો આપ જેલ વિષે ફરમાવતાં હતાં કે આ કેદ થવા દરમિયાન મને ઘણું જાણવાનું તથા શીખવાનું મળ્યું. મારિફતની હું ઘણી મંઝિલો વટાવી ગયો. કેદ તો શું હતી બલકે અલ્લાહપાક તરફથીછો મહીનાનો ચિલ્લો હતો. જેનાં એકાંતમાં દુનિયા અને દુશ્મનોનાં કાંટાઓથી દૂર રાખી અલ્લાહતઆલાએ મને મારફિતનાં ફૂલો અને હકીકતનાં ફળોથી માલામાલ કરી દીધો. છ મહીના નજરકેદ રાખી જ્યારે આપને છોડવામાં આવ્યાં તો આપ સીધા મક્કા મુકરમા જવા રવાના થઈ ગયા. આપ પોતે ફરમાવે છે કે,જ્યારે હરમશરીફની હદ શરૂ થઈ તો હું ઊંટ પરથી નીચે ઉતરી પડ્યો.અને મેં પગપાળા ચાલવાનું શરૂ કર્યું. જ્યારે દરબારે ઈલાહીમાં પહોંચ્યો તો કાબા શરીફ પર મારી નજર પડતાં જ મારા હોશ ઉડી ગયાં. અને અલ્લાહતઆલાની તજલ્લીની હૈબત મારા ઉપર કંઈ એવી છવાઈ ગઈ કે, હું ત્યાં જ બેસી ગયો.છેવટે કંઈ જ સમજ ન પડી તો આખી રાત એક જ જગ્યાએ બેસી રહ્યો. આખી રાત મારા સાથીઓ મને શોધતાં રહ્યાં. જ્યારે સવાર થઈ ત્યારે મારાં સાથીઓને ખબર થતાં મારાં પાસે આવ્યા અને હાથ પકડી ઉઠાડ્યો અને તવાફ કરાવ્યો
હાફિઝ મુહમ્મદ કાસૂજી (પાનખાવ) (રહ.
હાફિઝ મુહમ્મદ કાસૂજી (પાનખાવ) (રહ.)
આપનો જન્મ લાજપૂરમાં ઈ.સ. ૧૮૬૪ માં થયો હતો. આપ ઘણાં જ નેક, પરહેઝગાર અને સાદગી પસંદ બુઝુર્ગ હતાં. કહેવાય છે કે, આપનો મિઝાજ જરા ઉગ અને થોડો આકરો હતો. આપના ચેહરા પર હંમેશા જલાલ છવાયેલો રહેતો હતો. ખેતી કરી જીવન-નિર્વાહ કરતાં હતાં. આપે ચાર વાર હજ પઢી છે. લોકો બયાન કરે છે કે એકવાર આપ કેટલાંક ખોલવડવાસીઓ સાથે હજ માટે તશરીફ લઈ ગયાં. તે વખતે હરમ શરીફમાં કોઈ એક મોટા બુઝુર્ગ વલી તરીકે પ્રખ્યાત હતા. મોટી સંખ્યામાં લોકા દુર દુરથી આવી તેમની મુલાકાત અને દીદારથી મુશર્રફ થઈ રહ્યાં હતાં. ત્યાં સુધી કે, તે સમયનો બાદશાહ તથા વજીર પણ તેમની ખિદમતમાં આવી બેસતાં અને નસીહતો સાંભળતાં હતાં. જયારે આપને એ વિષે જાણ થઈ તો આપે મુરાકબો કરી ફરમાવ્યું કે 'ખરેખર તેઓ એક મહાન બુઝુર્ગ છે. જરૂર મુલાકાત કરવી જોઈએ' અને પછી આપ તેમની ખિદમતમાં તશરીફ લઈ ગયાં. અને સૌથી પાછળ એક ખુણામાં બેસી ગયાં. હરમ શરીફના બુઝુર્ગને આ વાતની તરત જ કફ્ફ વડે જાણ થઈ. એટલે તરત જ આપના નામ સાથે ફરમાવ્યું કે 'હાફિઝ મુહમ્મદ પાનખાવ લાજપુરવાળા અહીં તશરીફ લઈ આવો. આપની જગ્યા તો અહીં મારા પાસે છે' તો આપ તરત જ ઉઠી તેમનાં પાસે તશરીફ લઈ ગયાં. તે બુઝુર્ગ સાહેબે આપને ઈઝત સાથે તેમની જગ્યા પર બેસાડ્યાં. એ પછી બંને બુઝુર્ગો મુરાકબામાં ગરકાવ થઈ ગયાં. થોડીવાર પછી જ્યારે આપ ઈજાઝત લઈ રવાના થયાં તો હરમનાં બુઝુર્ગ સાહેબ આપને દુર સુધી છોડવા માટે પણ આવ્યાં. મુંબઈમાં એકવાર એક માણસનાં છોકરાનાં મોંનાં ઉપરનો અડધો ભાગ કોઈ બીમારીને લઈ પાકીને સાવ સડી ગયો. દરેક પ્રકારનો ઈલાજ અને અનેક જાતની દવા કરવા છતાં કોઈ ફાયદો થયો નહીં. એક દિવસ અચાનક તે માણસનો આપનાં કોઈ મુરીદથી ભેટો થઈ ગયો. આપ પણ તે સમયે મુંબઈમા જ હતાં. આપનાં મુરીદે તે માણસને આપની સેવામાં હાજર થઈ તેનાં છોકરાની બીમારી વિષે અરજ કરવાની સલાહ આપી. તે માણસ આપની સેવામાં હાજર થયો. અને પુરી હકીકત બયાન કરી. આપે તે માણસને મેંદી જેવા એક જાતનાં પાંદડાં લાવવા કહ્યું. તે માણસ લઈ આવ્યો તો આપે તેનાં પર દમ કરી ફરમાવ્યું કે આ પાંદડાંને વાટી રાત્રે છોકરાનાં મોં પર લગાડશો. બસ ! પછી અલ્લાહનું કામ છે. અલ્લાહ કરશે.આપનાં કહ્યાં પ્રમાણે પેલા માણસે અમલ કર્યો. સવારે ઉઠી જોયું તો તેનાં છોકરાનાં મોં પર બીમારીનું નામા-નીશાન સુધ્ધાં બાકી ન હતું. તરત જ તે માણસ ખુશીમાં દશ હજાર રૂપિયાની થેલી લઈ ભેટ ધરવા આપની સેવામાં હાજર થયો. અને અરજ કરી કે, હઝરત કબૂલ કરો ! આપ એકદમ જલાલમાં આવી ગયાં અને ગુસ્સામાં થેલી દુર ફેંકી દીધી. ત્યાં હાજર મુરીદોએ તરત જ પેલા ભાઈથી અરજ કરી કે, તમે તમારી થેલી લઈ જલ્દી અહીંથી ચાલ્યા જાઓ. ક્યાંક આપની ઝબાન મુબારકથી નીકળી જશે કે યા અલ્લાહ ! આ ભાઈનાં છોકરાનું મોં ફરી તેવું જ કરી દો જેવું પહેલાં હતું તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. એકવાર આપનાં દામાદ મૌલાના મુફ્તી મરગુબ અહમદ લાજપૂરી સાહેબ (રહ.) આપના ઘરે તશરીફ લઈ ગયાં. થોડીવાર બેસી જ્યારે જવા લાગ્યાં તો આપે ફરમાવ્યું કે મૌલાના આજે અહીં જ મારા સાથે ખાઈ લો. મૌલાનાએ ઈન્કાર કર્યો તો આપે ફરમાવ્યું કે 'મને ખબર છે. આજે તમારા ઘરે ખીર રાંધી છે. તમે થોડી ખાઈને પણ આવ્યાં છો. અને જઈને પાછા ખાવાનો ઈરાદો રાખો છો. એટલે અહીં ખાવાથી ઈન્કાર કરી રહ્યાં છો. મૌલાના મરગૂબ સાહેબ (રહ.) ફરમાવતાં હતાં કે આપને આ વિષે કફથી જાણ થઈ ગઈ હતી.
મંગળવાર, 30 જુલાઈ, 2024
હજરત શાહ સુલેમાન સુફી સાહબ ( રહ )
આપનો જન્મ લાજપુરમાં જ આજથી લગભગ બસો વરસ પહેલાં થયો હતો. આપ હઝરત મૌલાના શાહ નિઝામુદ્દીન (રહ.) તથા હઝરત મૌલાના ફઝ્લે રહમાન ગંજમુરાદાબાદી (રહ.) નાં મોટા ખલીફાઓમાંથી એક હતાં. એ સિવાય હું આપને હઝરત શેખ મુહમ્મદ માસૂમ મુજદ્દિદી (રહ.), હઝરત મૌલાના ઉમર સાહેબ (રહ.) [જે હઝરત શાહ અબુલખેર (રહ.)નાં વાલિદ સાહેબ થાય છે], હઝરત શેખ અબ્દુલવહ્વાબ તાઝી (રહ.), હઝરત શેખ અબ્દુલઅઝીઝ દબ્બાગ (રહ.) અને હકીમુલ ઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)થી મુલાકાત અને ફૈઝયાબ થવાનો શર્ફ હાસિલ હતો.આપનાં હાથ મુબારક પર અનેક કરામતો પણ જાહેર થઈ છે. જે હઝરત મૌલાના મરગૂબ સાહેબ (રહ.) એ ભેગી કરી હતી. જેનું વર્ણન આગળ આવી રહ્યું છે. અહીં કેવળ તે કરામતો જ બયાન કરવામાં આવે છે જે આગળ બયાન કરવામાં આવી નથી, બલકે પાછળથી ગામવાસીઓનાં કહેવાથી મને જાણવા મળી છે.
৭. મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ ફરમાવતાં હતાં કે હાજી અબ્દુર્રહમાન ગુંદીવાલા કહેતાં હતાં કે જ્યારે લાજપૂર જુમ્મા મસ્જિદની નવી ઈમારત હજી તૈયાર થઈ ન હતી ત્યારે એક દિવસ હું હોઝ પાસે બેઠો હતો. એટલામાં સૂફી સાહેબ નાનાં ઈસ્તિન્જાથી ફારિંગ થઈ મારા પાસે આવ્યાં અને એક તૂટેલી દીવાલ તરફ ઈશારો કરી મને કહેવા લાગ્યાં કે, આ " અબ્દુર્રહમાન ! જો પેલો શયતાન મરદૂદ હસી રહ્યો છે . મેં જોયું તો ! ખરેખર ત્યાં ઘોડા પર બેસે એવી રીતે દીવાલ પર બેસી શયતાન હસી રહ્યો હતો. જેનો ચેહરો સુવ્વરના જેવો અને બાકીનું ઘડ ઈન્સાનનાં જેવું હતું સૂફી સાહેબે તેને પૂછ્યું કે, ઓ મરદૂદ તું શામાટે હસી રહ્યો છે ? * તો શયતાને જવાબ આપ્યો કે, આપ તો હવે આ દુનિયામાં થોડા દિવસનાં મેહમાન છો ! આપના જવા પછી આ વસ્તી પર મારો કબ્જો થશે તેની ખુશીમાં હસી રહ્યો છું.
૨ . મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ ફરમાવતાં હતાં કે, હાજી ઈબ્રાહીમ મિયા ડોકરાત આસણાવાળા (જે સૂફી સાહેબના ખાદીમ અને એક નેક વ્યકિત હતાં) મને એક દિવસ કહેતાં હતાં કે, કોઈ એક પ્રસંગે મારા ઘરે ૪૦ થી ૫૦ માણસો માટે ખાવાનું તૈયાર કરવામાં આવ્યું. સૂફી સાહેબ પણ આ પ્રસંગે હાજર હતાં. પરંતુ ખાવાનાં સમયે લગભગ ૩૦૦ માણસો ભેગાં થઈ ગયાં. મને ચિંતા થવા લાગી કે હવે મારે શું કરવું ? મેં સૂફી સાહેબની ખિદમતમાં જઈ હકીકત બયાન કરી તો આપે મને દિલાસો આપતાં ફરમાવ્યું : બીવાની જરૂરત નથી. ઈન્શાઅલ્લાહ બધું ઠીક થઈ જશે. પછી મારા પાસે એક ચાદર મંગાવી પોતાનાં હાથથી દેગ પર ઢાંકતા ફરમાવ્યું કે, હવે એમાંથી ખવડાવવાનું શરૂ કરો. અમે ખવડાવવાનું શરૂ કર્યું તો ૩૦૦ માણસો પેટ ભરી જમવા છતાં દેગમાંથી જરાયે ખાવાનું ઓછુ થયું નહીં.
3. કેટલાંક ગામવાસીઓ બયાન કરે છે કે, એકવાર આંસણા ગામથી એક ભાઈએ આપની ખિદમતમાં એક ગેરમુસ્લિમ વ્યક્તિ સાથે ગોશ્ત મોકલાવ્યું. તો રસ્તામાં પેલા ગેરમુસ્લિમે એ ગોશ્ત બદલી નાખ્યું. અને તેનાં બદલામાં એક મુરદાર જાનવરનું ગોશ્ત લઈ આપની સેવામાં હાજર થયો. આપને કફ્ફ વડે આ વાતની જાણ થતાં એ ગોશ્ત ફેંકાવી દીધું. અને ગોશ્ત મોકલનાર ભાઈને ફરી કોઈ ગેરમુસ્લિમ સાથે બીજી કોઈ વસ્તુ ન મોકલવા કહ્યું.
૪. એકવાર સૂફી સાહેબો તેમનાં એક સંબંધીથી કહ્યું કે, શું તમે એકલા જ કેરી ખાયા કરશો ? મને પણ તો કોઈ દિવસ ખવડાવો ! પેલા ભાઈ તરત પોતાનાં તેમજ બાજુમાં આવેલા બીજા એક માણસના આંબા પરથી તેની રજા વગર કેરીઓ તોડી આપની સેવામાં હાજર થયાં. તો આપે કેરીના બે ભાગ કરી કહ્યું કે આ તમારા આંબાની કેરીઓ છે. એ રહેવા દો. અને આ બીજાનાં આંબાની કેરીઓ છે જે તમે તેની રજા વગર તોડી લાવ્યાં છો. જાઓ ! અને તેને આપી આવો.
૫ મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ બયાન કરતાં હતાં કે, આસણાંનાં હાજી ઈબ્રાહીમ મિયાં ડોકરાતે મને કહ્યું કે, એકવાર મારી ઓરતને ખાંસીનાં સાથે ખૂન પડવાનું શરૂ થયું. જયારે અનેક ઈલાજો કરવા છતાં કોઈ ફાયદો ન થયો તો હું સૂફી સાહેબની ખિદમતમાં હાજર થયો અને વિગત રજૂ કરી તો આપે તરત જ એક હકીમી નુસ્ખો લખી આપ્યો. પરંતુ નુસ્ખામાં લખેલી દવાઓ કોઈ જગ્યાએ મળી નહીં. એટલે મજબૂર થઈ એક દિવસ એ નુસ્ખો ફરી આપને આપી ગયો. થોડા દિવસો પછી આપે મને યાદ ફરમાવ્યો અને ચાર કાચાં દાડમ લાવવા કહ્યું. હું લઈ આવ્યો.તો આપે દરેક દાડમનાં છરી વડે ઉપરથી નીચે વળગેલા રહે એ પ્રમાણે ચાર ભાગો કરી તેનાં પર દમ કરી બે ભાગોનો છાલ સાથે રસ કાઢી તેમાં સાકર મેળવી સવાર-સાંજ પીવડાવવા કહ્યું. ઘરે જઈ હજી તો એક જ ભાગ પીવડાવ્યો કે ખાંસી અને ખૂન બંને બંધ થઈ ગયાં. અને બીમારી જતી રહી. બાકીનાં બે ભાગ તો મેં કેવળ બરકત માટે જ પીવડાવ્યાં.
૬ જનાબ યૂસુફઅલી કાજી સાહેબ બયાન કરે છે કે, મારા વાલિદ સાહેબ ઘણીવાર કહેતા હતાં કે, મારી ઘોડી એકવાર ગુમ થઈ ગઈ. અનેક સ્થળે શોધવા છતાં જ્યારે કોઈ પત્તો ન લાગ્યો તો મેં સૂફી સાહેબથી એ વિષે અરજ કરી અને દુઆ કરવા કહ્યું. તો આપે મને એક તાવીઝ લખી આપી અને જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં એક ઝાડ સાથે બાંધવા કહ્યું. મેં આપનાં કહેવા પ્રમાણે કર્યુ તો બીજે દિવસે ઘોડી પોતે જ આવી ગઈ.
-
અલ્લાહતઆલાની બેશુમાર તારીફ અને રસુલે પાક ( સલ. ) તથા આપની આલ અને આપના અસહાબ પર બેશુમાર દરુદો સલામ પછી. લાજપોરના મહાન વલીઓ તેમજ બુજુર્ગોના આ...
-
હાફિઝ મુહમ્મદ કાસૂજી (પાનખાવ) (રહ.) આપનો જન્મ લાજપૂરમાં ઈ.સ. ૧૮૬૪ માં થયો હતો. આપ ઘણાં જ નેક, પરહેઝગાર અને સાદગી પસંદ બુઝુર્ગ હતાં. કહેવાય...
-
આપનો જન્મ લાજપુરમાં જ આજથી લગભગ બસો વરસ પહેલાં થયો હતો. આપ હઝરત મૌલાના શાહ નિઝામુદ્દીન (રહ.) તથા હઝરત મૌલાના ફઝ્લે રહમાન ગંજમુરાદાબાદી (રહ....